BCCI: હરમનપ્રીત-સ્મૃતિ-દીપ્તીનો “ગ્રેડ-એ”માં સમાવેશઃ વાર્ષિક ફી 50 લાખ મળશે
ગ્રેડ-બીમાં પાંચ અને ગ્રેડ-સીમાં નવ ખેલાડીઓની પસંદગી: એ-ગ્રેડની ખેલાડીને 50 લાખ, બી-ગ્રેડની ખેલાડીને 30 લાખ અને સી-ગ્રેડની ખેલાડીને વર્ષે રૂા.10 લાખ પગાર મળશે
નવીદિલ્હી, બીસીસીઆઈએ વર્ષ 2022-23 માટે ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું એલાન કર્યું છે જેમાં કુલ 17 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. મહિલા ક્રિકેટ ટીમનાં કેપ્ટન હરમનપ્રીત કૌર ઉપરાંત ઓપનર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના તેમજ ઑલરાઉન્ડર દીપ્તી શર્માને સૌ ઉંચા એ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. BCCI: Inclusion of Harmanpreet-Smriti-Deepti in “Grade-A”: Will get 50 lakh annual fee
તો બી-ગ્રેડમાં પાંચ અને સી-ગ્રેડમાં નવ ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. બીસીસીઆઈ એ-ગ્રેડમાં સામેલ મહિલા ખેલાડીઓને વાર્ષિક ફી પેટે રૂા.50 લાખ ચૂકવે છે જ્યારે બી-ગ્રેડના ખેલાડીને 30 લાખ અને સી-ગ્રેડમાં જગ્યા મેળવનારા ખેલાડીને વર્ષે 10 લાખ ફી પેટે મળે છે. પાછલા વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં એ-ગ્રેડમાં કુલ પાંચ ખેલાડીઓને જગ્યા આપવામાં આવી હતી
પરંતુ હવે તેમાં ત્રણ જ ખેલાડીઓને જગ્યા મળી છે. પાછલા વર્ષે વર્ષ એ-ગ્રેડમાં સામેલ રાજેશ્વરી ગાયકવાડ આ વર્ષે ગ્રેડ-બીમાં છે અને પૂનમ યાદવને તો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં જગ્યા જ મળી નથી. યુવા જેમીમા રોડ્રિગ્સ, ઋચા ઘોષ અને શેફાલી વર્મા સહિત અનેક નવા નામોને ગ્રેડ-બીમાં જગ્યા મળી છે.
2022ના વન-ડે વર્લ્ડકપ અને આ વર્ષે રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન બાદ રેણુકા ઠાકુર અને બે અન્ય ખેલાડીએ ગ્રેડ-સીમાંથી ગ્રેડ-બીમાં છલાંગ લગાવી છે.અનેક નવા ચહેરાઓને ગ્રેડ-સીમાં પોતાનો પહેલો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો છે જેમાં મેઘના સિંહ, દેવિકા વૈદ્ય, એસ.મેઘના, અંજલી શર્વાણી, રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયા સામેલ છે. સ્નેહ રાણા અને હરલીન દેઓલે યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે પૂજા વસ્ત્રાકર બીમાંથી સી-ગ્રેડમાં આવી ગઈ છે.
કયા ગ્રુપમાં કઈ ખેલાડી
ગ્રુપ-એ: હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તી શર્મા
ગ્રુપ-બી: રેણુકા સિંહ ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, ઋચા ઘોષ, રાજેશ્વરી ગાયકવાડ
ગ્રેડ-સી: મેઘના સિંહ, દેવિકા વૈદ્ય, એસ.મેઘના, અંજલી શર્વાણી, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, યાધા યાદવ, હરલીન દેઓલ, યાસ્તિકા ભાટિયા