કોરોનામાં પણ દ્વિપક્ષીય સિરીઝથી BCCIએ કરી કરોડોની કમાણી
૨૦૧૮-૨૩ સુધીમાં દ્વિપક્ષીય સિરીઝથી ડિઝ્ની પ્લસ હોટસ્ટારથી BCCIને ૨૧૮ કરોડ રુપિયાનો ફાયદો થયો
મુંબઈ, કોરોના વાયરસના કારણે ક્રિકેટ જગતને ઘણું સહન કરવું પડ્યું હતું. ઘણી મેચો પણ રદ્દ કરવી પડી હતી. ગયા ૨ વર્ષોમાં કોરોનાથી ઈન્ટરનેશનલ ક્રિકેટ ઘણી પ્રભાવિત થઈ હતી. લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાએ પણ બાયોબબલમાં ક્રિકેટ રમી હતી. જાે કે, આમ છતાં મ્ઝ્રઝ્રૈંને મોટો નફો થયો છે.
આઈપીએલ મીડિયા રાઈટ્સથી બીસીસીઆઈને મોટો નફો થયો છે. આ સિવાય ૨૦૧૮-૨૩ સુધીમાં દ્વિપક્ષીય સિરીઝથી ડિઝ્ની પ્લસ હોટસ્ટારથી BCCIને ૨૧૮ કરોડ રુપિયાનો ફાયદો થયો છે. જાે કે, છેલ્લા કેટલાક દિવસોમા બીસીસીઆઈને અનુમાનિત નુકસાન પણ થયું છે.
વર્ષ ૨૦૨૧માં આઈપીએલ ભારતમાં યોજાઈ રહી હતી. પરંતુ આઈપીએલની વચ્ચે અડધી મેચો કરાવી પડી હતી. આ સિવાય ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ ભારતમાં યોજાનાર હતો. પરંતુ કોરોના વાયરસના વધતા કેસોના કારણે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧નું આયોજન કરાયું હતું જેના કારણે બીસીસીઆઈને નુકસાન થયું હતું.
કોરોના વાયરસની અસર ભારતની મેચો પર પડી હતી પરંતુ ભારતીય ટીમ ગાબા બેન્ચ સ્ટ્રેંથની તાકાતને બતાવી હતી. ત્યાર બાદ ભારતની પાસે પહેલી પસંદ અને બીજી પસંદ એમ બે ટીમો તૈયાર રહે છે. સાથે જ ૨ ટીમો દ્વારા સતત મેચો પર આવતા દબાણને ઓછું કરવા માટે પણ પ્રયત્ન કરાઈ રહ્યો છે.
જેથી ખેલાડીઓ પર કામનું ભારણ વધારે ના પહોંચે. બીજી તરફ BCCIના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે, ૫૦ ખેલાડીઓની યાદી તૈયાર કરાઈ છે. જેથી ભારતીય ટીમ એક સાથે એકથી વધુ પ્રવાસમાં રમવા માટે તૈયાર રહે.