બીસીસીઆઈની નેટવર્થ વધીને ૧૮,૭૦ કરોડ રૂપિયા પહોંચી
નવી દિલ્હી, ભારતમાં લોકો માટે ક્રિકેટ એક ધર્મ સમાન છે, જેનું પ્રમાણ આ વખતે ભારતમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩માં જાેવા મળ્યું હતું. ભારતીય ટીમ ભલે વર્લ્ડકપની ટ્રોફી જીતી શકી ન હતી પરંતુ આઈસીસી અને બીસીસીઆઈએ વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩થી ખુબ કમાણી કરી હતી.
જુદા જુદા અહેવાલો મુજબ વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩થી ભારતીય અર્થવ્યવસ્થાને આશરે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો નફો થયો છે.
વર્ષ ૨૦૦૮માં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારથી બીસીસીઆઈની બેલેન્સ શીટ સતત વધી રહી છે.
હાલમાં મળેલા અહેવાલો મુજબ બીસીસીઆઈની નેટવર્થ વધીને ૧૮,૭૬૦ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. બીસીસીઆઈની નેટવર્થ બીજા નંબર પર વિરાજમાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કરતા ૨૮ ગણા વધુ છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની નેટવર્થ ૬૫૮ કરોડ રૂપિયા છે.
આ તફાવત એ સમજાવવા માટે પૂરતો છે કે સમગ્ર ક્રિકેટ જગતમાં બીસીસીઆઈનું આટલું વર્ચસ્વ કેમ છે. આ વર્ષે નવેમ્બરમાં ભારતીય ક્રિકેટ બોર્ડે તેની સંપત્તિ ૨.૨૫ અબજ રૂપિયા દર્શાવી હતી.
એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની નેટવર્થ ૭૮ મિલિયન ડોલર (૬૫૮ કરોડ રૂપિયા) છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની કમાણીમાં સૌથી મોટું યોગદાન બિગ બેશ લીગનું છે. બિગ બેશ લીગ (બીબીએલ) દુનિયાની જાણીતી લીગ ટુર્નામેન્ટમાંની એક છે. જયારે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ની નેટવર્થ ૫૯ મિલિયન ડોલર છે. તે આ લીસ્ટમાં ત્રીજા નંબરે છે. SS2SS