BDK વાલ્વ્સ અને ગુરુકૃપા ગ્રૂપે ગુજરાત-સ્થિત થેઈસ પ્રિસિઝન સ્ટીલ હસ્તગત કરી
26 જુલાઈ, 2023 – બીડીકે વાલ્વ્સ (વૈશ્વિક ગ્રાહકોને ફ્લો કંટ્રોલ સોલ્યુશન્સ પૂરા પાડતા ઇન્ડસ્ટ્રીયલ વાલ્વના અગ્રણી ઉત્પાદક) અને ગુરુકૃપા ગ્રૂપ (પશ્ચિમ ભારતમાં અગ્રણી રિયલ્ટી ડેવલપર)એ ગુજરાતના નવસારી સ્થિત થેઈસ પ્રિસિઝન સ્ટીલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (થેઈસ પ્રિસિઝન)ની સફળતાપૂર્વકની હસ્તાંતરણ અને નિયંત્રણ હિસ્સો (100%) મેળવ્યાની જાહેરાત કરી છે. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ગ્રાહકોને સેવા આપવા માટે પ્રમોટર જૂથ દ્વારા આંતરરાષ્ટ્રીય કંપનીઓનું આ બીજું હસ્તાંતરણ છે. BDK Valves & Gurukrupa Group acquire Theis Precision Steel
અગાઉ તાતા સ્ટીલ લિમિટેડની માલિકીની થેઈસ પ્રિસિઝન ભારતમાં હાઈ/મીડિયમ કાર્બન સ્ટીલ્સના સ્પેશિયલ્ટી કોલ્ડ રોલિંગમાં અગ્રણી છે. આજે તે દેશમાં અગ્રણી સ્પેશિયલ્ટી કોલ્ડ રોલ્ડ સ્ટીલ સ્ટ્રીપ્સ ઉત્પાદક છે. તે એક અનોખી પ્રોસેસ દ્વારા પ્રિસિઝન હોટ રોલ્ડ સોલિડ સ્ટીલ પ્રોફાઈલ સેક્શનનું એકમાત્ર ઉત્પાદક છે અને નાના જથ્થામાં જરૂરિયાતો પરંતુ ઊંચી અપેક્ષા ધરાવતા ગ્રાહકોની જરૂરિયાતો સંતોષે છે.
થેઈસ પ્રિસિઝન વિવિધ માર્કેટ સેગમેન્ટ જેમ કે ઓટોમોટિવ, ટેક્સટાઇલ મશીનરી, કટીંગ બ્લેડ/સો, ઓફિસ મશીનરી, જનરલ એન્જિનિયરિંગ વગેરેની જરૂરિયાતોને પૂરી કરે છે. તે ઇચ્છિત સરફેસ ફિનિશ, રફનેસ, ટેમ્પરિંગ, ડાયમેન્શનલ ટોલરન્સીસ અને પેકેજિંગ જેવી વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતોને પૂરી કરવામાં નિપુણતા ધરાવે છે. વધુમાં, ડિવિઝન પાસે હોટ રોલ્ડ સોલિડ પ્રોફાઈલ, કોલ્ડ ડ્રોન પ્રોફાઈલ અને રેડી-ટુ-યુઝ ફોર્મમાં પ્રોફાઈલ્સ સપ્લાય કરવાની ક્ષમતા છે. પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં થેઈસ પ્રિસિઝનનો નવીનતમ ઉમેરો છે પર્યાવરણને સાનુકૂળ ક્વેન્ચ મીડિયા સાથેની હાર્ડન્ડ એન્ડ ટેમ્પર્ડ સ્ટ્રીપ્સ.
નેધરલેન્ડમાં મેહલર એશિયા બીવીના સીઈઓ અર્જેન રિજકેમાએ જણાવ્યું હતું કે, “બીડીકે અને ગુરુકૃપાને થેઈસ પ્રિસિઝનનું આ વેચાણ જર્મનીમાં Theis Gmbh (જેની માલિકી મેહલર એશિયાની હતી) દ્વારા 2008માં તેને તાતા સ્ટીલ પાસેથી હસ્તગત કર્યા પછી હવે ફરી તેને ભારતીય કુટુંબની માલિકીમાં પાછી લાવે છે. અમને ખાતરી છે કે નવા માલિકો કંપનીના વધુ વિકાસમાં મજબૂત યોગદાન આપશે.
તેઓ સ્ટીલ બજાર, ઉત્પાદન અને રિયલ એસ્ટેટના અનુભવનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન લાવે છે જે તમામ વ્યવસાયને મજબૂત બનાવી શકે છે. તેઓ ભૌગોલિક રીતે પ્લાન્ટની ખૂબ જ નજીક છે જે તેમને યુરોપમાં લાંબા અંતરથી આપણે ક્યારેય હોઈ શકીએ તેના કરતાં વધુ હેન્ડ-ઓન અને પ્રમોટર્સ તરીકે સીધા સામેલ થવા સક્ષમ બનાવે છે. વધુમાં મને ખાતરી છે કે નવા માલિકો વ્યવસાયિક રીતે થેઈસ પ્રિસિઝનને આધુનિકીકરણ અને ઝડપી વૃદ્ધિ તરફ દોરી જશે, જે વ્યવસાય માટે પાયાની બાબત છે.”
થેઈસ પ્રિસિઝન સ્ટીલ ઈન્ડિયાના ડાયરેક્ટર શ્યામ મહેતાએ જણાવ્યું હતું કે, “’વન-સ્ટોપ વન-વિન્ડો’ થેઈસ પ્રિસિઝન સ્ટીલનું હસ્તાંતરણ એ એક અનન્ય મૂલ્ય-વર્ધક સોદો છે જે હાઈ/મીડિયમ કાર્બન સ્ટીલ્સના સ્પેશિયલ્ટી કોલ્ડ રોલિંગમાં અગ્રણીને અમારી સાથે લાવશે.
આ હસ્તાંતરણ અમારા પોર્ટફોલિયોને વિસ્તારે છે અને અમારા ગ્રાહકોને મૂલ્ય પૂરું પાડવા માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. દેશમાં અગ્રણી સ્પેશિયલ્ટી કોલ્ડ રોલ્ડ સ્ટીલ સ્ટ્રીપ્સના ઉત્પાદક તરીકે થેઈસ પ્રિસિઝન એ અનન્ય પ્રક્રિયા દ્વારા પ્રિસિઝન હોટ રોલ્ડ સોલિડ સ્ટીલ પ્રોફાઇલ સેક્શનનું એકમાત્ર ઉત્પાદક છે, જે એવા ગ્રાહકોને સંતોષે છે જેમની જરૂરિયાતો જથ્થામાં ઓછી હોઈ શકે છે પરંતુ અપેક્ષાઓ મોટી છે. અમે બીડીકે વાલ્વની ક્ષમતાઓને થેઈસ પ્રિસિઝનની ટીમ દ્વારા લાવવામાં આવેલી પ્રતિભા અને કુશળતા સાથે સંયોજિત કરવા માટે આતુર છીએ કારણ કે અમે અમારી બજારની હાજરીને વિસ્તૃત કરી રહ્યા છીએ.”
થેઇસ પ્રિસિઝન સ્ટીલ ઇન્ડિયાના ડિરેક્ટર ચેતન કોઠારીએ જણાવ્યું હતું કે, “બીડીકે વાલ્વ્સ અને ગુરુકૃપા ગ્રૂપના પીઠબળથી, થેઈસ પ્રિસિઝન સ્ટીલ હવે તેના માર્કેટ સેગમેન્ટમાં નિર્વિવાદ લીડર બની શકે છે અને વૃદ્ધિ તથા વિસ્તરણને વેગ આપી શકે છે. મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ, પ્રક્રિયાઓ અને ઉત્પાદનોના સંદર્ભમાં મેન્યુફેક્ચરિંગ અને સિનર્જીમાં વૈવિધ્યકરણ અમને એક ધાર આપશે અને અમારા દ્વારા ગ્રાહકોને ઓફર કરવામાં આવતી પ્રોડક્ટ્સ અને સર્વિસીઝમાં ઉમેરો કરશે. થેઇસ પ્રિસિઝન સ્ટીલ કૃષિ, ઓટોમોટિવ, બાંધકામ, કટીંગ ટૂલ્સ, અર્થમૂવિંગ અને ટેક્સટાઇલ મશીનરી જેવા અન્ય ક્ષેત્રોમાં પ્રોડક્ટ્સ ધરાવે છે. સ્પેશિયાલિટી સ્ટીલ બિઝનેસમાં વૈશ્વિક કંપની બનવા માટે અમે અમારા વોલ્યુમને ચાર ગણું કરવા માટે કંપનીમાં વધુ મૂડી રોકાણ કરીશું.”
થેઈસ પ્રિસિઝનના કોલ્ડ રોલિંગ ડિવિઝનની સ્થાપના 1968માં થઈ હગતી. તેણે ભારતમાં સ્ટેનલેસ સ્ટીલના કોલ્ડ રોલિંગની પહેલ કરી અને બાદમાં માઈલ્ડ, મીડિયમ અને હાઈ કાર્બન અને લો એલોય સ્ટીલ્સમાં સાંકડી પહોળાઈની સ્ટ્રીપ્સના કોલ્ડ રોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 40,000 M.T. છે. 1997માં સ્થપાયેલ પ્રોફાઇલ ડિવિઝનની ઉત્પાદન ક્ષમતા વિવિધ ગ્રેડના સ્ટીલ્સના કસ્ટમ મેડ સોલિડ પ્રોફાઈલ્સ/સેક્શન્સના 6000 M.T. જેટલી છે.
2022માં સ્થપાયેલ હાર્ડન્ડ એન્ડ ટેમ્પર્ડ ડિવિઝન પાસે જરૂરી એજ કન્ડિશન્સ સાથે વુડવર્કિંગ સો, ગેંગસો/બેન્ડસો જેવી બ્લેડ્સથી માંડીને વિવિધ એપ્લિકેશનો માટે હાઈ કાર્બન અને સ્ટીલના એલોય ગ્રેડમાં એચએન્ડટી સ્ટ્રીપ્સની 4000 MTની ઉત્પાદન ક્ષમતા છે. અમારું પ્રાથમિક લક્ષ્ય ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 40,000 MTથી 1,50,000 MT સુધી વધારીને સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં અમારો બજાર હિસ્સો વધારવાનું છે.
બાથિયા લીગલ એકમાત્ર કાનૂની સલાહકાર હતા અને બાથિયા એન્ડ એસોસિએટ્સ એલએલપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નાણાંકીય સલાહકાર હતા.
બીડીકે વાલ્વ છેલ્લા 45 વર્ષથી વાલ્વના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર છે જે વિશ્વભરના ગ્રાહકોને ફ્લો કંટ્રોલ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. અમારા પોર્ટફોલિયોમાં 15mm થી 4500mm સુધીની સાઈઝના સ્ટાન્ડર્ડ આઇસોલેશન વાલ્વથી હાઈ પ્રેશર એપ્લિકેશન માટે એન્જિનિયર્ડ વાલ્વનો સમાવેશ થાય છે.
બીડીકે તેલ અને ગેસ, પાવર, માઇનિંગ, સ્ટીલ, ખાદ્ય અને સામાન્ય ઉદ્યોગ જેવા બજારના વિવિધ વિભાગોની જરૂરિયાતો પૂરી કરે છે. કંપની ઘણા બધા મહત્વના સર્ટિફિકેશન્સ મળેલા છે જેમ કે; API 6D, PED 2014/68/EU Annex III, Module H, SIL-3, CUTR. કંપની નાણાંકીય વર્ષ 2023-24માં વેચાણને બમણું કરીને લોકો અને સાધનોમાં રોકાણ કરીને ટકાઉ વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે.
ગુરુકૃપા ગ્રુપ: સપનાનું સર્જન, ઘરનું નિર્માણ
29 વર્ષ સુધીની અતૂટ પ્રતિબદ્ધતા સાથે, ગુરુકૃપા ગ્રૂપે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સુખી પરિવારોના સર્જન સાથે એક અગ્રણી બિલ્ડર અને ડેવલપર તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે. 3500થી વધુ ઘરોની ડિલિવરી સફળતાપૂર્વક પૂરી કરીને અને એટલી જ સંખ્યામાં ખુશહાલ પરિવારો સાથે ગુરુકૃપા ગ્રૂપ તેમના ગ્રાહકો પાસેથી મેળવેલ વિશ્વાસ પર ખૂબ ગર્વ અનુભવે છે. હાલમાં, ગુરુકૃપા ગ્રૂપ 1 મિલિયન ચોરસ ફૂટ રિયલ એસ્ટેટ પર સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે, જે જીવનમાં નવીનતા અને ટકાઉપણું લાવે છે.