BDO India આગામી ૫ વર્ષમાં તેના વર્ક ફોર્સમાં ૨૫,૦૦૦ લોકોને ઉમેરશે
નવી દિલ્હી, માણસોને છોડો, Google જેવી કંપનીએ હાલમાં તેના રોબોટને પણ કાઢી મૂક્યા છે. સમગ્ર વિશ્વમાં મંદીની શક્યતાઓ છે અને ભારત સહિત ઘણી વૈશ્વિક કંપનીઓમાં છટણી ચાલી રહી છે. Facebook, Twitter, Byju’s, Microsoft જેવી દિગ્ગજ કંપનીઓ મોટા પાયે છટણી કરી છે. આ દરમિયાન એક ભારતીય કંપનીએ ૨૫,૦૦૦ લોકોને નોકરી આપવાની વાત કરી છે. BDO India will add 25,000 people to its work force in the next 5 years
BDO India, જે એકાઉન્ટિંગ સેક્ટરમાં કામ કરે છે, આગામી ૫ વર્ષમાં તેના વર્ક ફોર્સમાં ૨૫,૦૦૦ લોકોને ઉમેરશે. એટલે કે લગભગ દર વર્ષે ૫,૦૦૦ લોકોને નોકરી મળશે. પ્રોફેશનલ સર્વિસ ફર્મ બીડીઓ ઈન્ડિયાના વર્તમાન કર્મચારીઓની સંખ્યા ગયા સપ્તાહે જ ૫,૦૦૦ને વટાવી ગઈ છે.
Proud to share that we’ve crossed 5k people in India. As we stand together #HandinHand we are grateful for our People–Employees,Partners,Clients,Global Colleagues,Families&Communities we serve for the faith &trust that has enabled us to be who we are todayhttps://t.co/emAYgHceSD pic.twitter.com/Q8dzSdEnXq
— BDO in INDIA (@BDOIND) February 18, 2023
કંપનીના ઈન્ડિયા મેનેજિંગ પાર્ટનર મિલિંદ કોઠારીનું કહેવું છે કે બીડીઓએ વર્ષ ૨૦૧૩માં માત્ર ૨૩૦ કર્મચારીઓ અને ૨ ઓફિસો સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.
મિલિંદ કોઠારીના જણાવ્યા અનુસાર, હવે ૨૦૨૮ના અંત સુધીમાં, કંપની તેના ભારતમાં કામગીરીમાં લગભગ ૧૭,૦૦૦ લોકોની અને વૈશ્વિક વિકાસ કેન્દ્રોમાં ૮,૦૦૦ લોકોની ભરતી કરશે. બીડીઓએ ૧૦ વર્ષના ગાળામાં વ્યાવસાયિક સેવાઓ ક્ષેત્રમાં પોતાને એક મજબૂત ખેલાડી તરીકે સ્થાપિત કરી છે. આ ક્ષેત્ર અન્યથા અન્ર્સ્ટ એન્ડ યંગ, ડેલોઇટ, પીડબ્લ્યુસી અને KPMG જેવી ૪ મોટી કંપનીઓનું પ્રભુત્વ ધરાવે છે.
બીડીઓની સરેરાશ વાર્ષિક વૃદ્ધિના ૪૦ ટકા ઓડિટ સેગમેન્ટમાંથી આવે છે. જ્યારે કંપની માટે ઓડિટ સેગમેન્ટ દર વર્ષે ૪૦ થી ૪૫ ટકાના દરે વધી રહ્યું છે. તે જ સમયે, કંપનીનો બિઝનેસ જેમ કે એડવાઈઝરી, આઈબીએસ અને ટ્રાન્ઝેક્શન સપોર્ટ સર્વિસ દર વર્ષે લગભગ ૩૦ થી ૩૫ ટકાના દરે વધી રહી છે. મિલિંદ કોઠારી કહે છે કે બીડીઓ પહેલેથી જ દેશની છઠ્ઠી સૌથી મોટી ઓડિટ ફર્મ છે.
કંપનીએ મધ્ય-બજારના ગ્રાહકોને સેવા આપવા સાથે શરૂઆત કરી હતી. હવે કંપની મોટા બિઝનેસ ગ્રૂપની સાથે અનેક મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓડિટનું કામ પણ જાેઈ રહી છે. તેમનું માનવું છે કે ભારતની ૬ મોટી ઓડિટ કંપનીઓ આવનારા વર્ષોમાં ઘણો વિકાસ કરશે.
ટિ્વટરમાં છટણી અટકવાનું નામ નથી લઈ રહી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે માઇક્રોબ્લોગિંગ સાઇટમાં ફરી એક વખત છટણી કરવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરમાં ટિ્વટર ખરીદ્યા બાદથી Elon Musk આઠમી વખત કર્મચારીઓને કાઢી મૂક્યા છે, જેનો અર્થ છે કે છટણીનો આ આઠમો રાઉન્ડ છે. માઇક્રોબ્લોગિંગ સાઇટે શનિવારે જણાવ્યું હતું કે ઘણી એન્જિનિયરિંગ ટીમોમાંથી ૫૦ કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સપોર્ટિંગ એડ ટેક્નોલોજી મુખ્ય ટિ્વટર એપ અને ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટીમના કર્મચારીઓને હટાવી દેશે. તે જ સમયે, ગયા અઠવાડિયે, ટિ્વટરે તેની જાહેરાત સેલ ટીમમાંથી કર્મચારીઓને દૂર કર્યા હતા.SS1MS