Western Times News

Gujarati News

ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક કે વકીલ થશો પરંતુ  મનુષ્ય થવાનું ન ભૂલતા : રાજ્યપાલ

રાય યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રોત્સાહક ઉપસ્થિતિ : 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત

પ્રાચીનકાળમાં દીક્ષાંત સમારોહમાં ગુરુજનો વિદ્યાર્થીઓને  અંતિમ ઉપદેશ આપી સમાજિક જીવનનું મહત્ત્વ સમજાવતા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

શિસ્તવિશ્વાસજવાબદારીધૈર્યધર્મના પાલન સાથે વિદ્યાર્થી દેશના વિકાસમાં ભાગીદાર થાય : પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાય યુનિવર્સિટીઅમદાવાદના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. તેમણે આ અવસરે કહ્યું હતું કેઅત્યાર સુધી શિક્ષકો અને ગુરુજનોએ આપ સૌને શિક્ષિત કર્યા છેપરંતુ દીક્ષિત કરવાનું કામ આજે કરવામાં આવી રહ્યું છે. આપ સૌ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત થશોતમારામાંથી ઘણા  ડોક્ટરએન્જિનિયરશિક્ષકવકીલ થશો. પરંતુ મનુષ્ય થવાનું ન ભૂલતા. મનુષ્ય થઈને આપ નાગરિકોનાં દુઃખ અને સમસ્યાને પોતાનાં સમજીને તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરજો. Be a doctor, engineer, teacher or lawyer but don’t forget to be human: Governor

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત સમારોહનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કેપ્રાચીનકાળમાં આ અવસરે ગુરુજનો વિદ્યાર્થીઓને અંતિમ ઉપદેશ આપતા હતા. સત્ય બોલવુંધર્મનું આચરણ કરવું અને  આજીવન વિદ્યાર્થી બની રહેવાનો ઉપદેશ આપતા. આ ઉપદેશથી વિદ્યાર્થીને સામાજિક જીવનની વાસ્તવિકતાને સ્વીકારવા અને સમસ્યાઓની સામે લડવાની પ્રેરણા આપતા હતા. આજે પણ આપણે આપણી સંસ્કૃતિની વ્યવસ્થાને જાળવી રાખી છે જે આનંદની વાત છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પુરસ્કૃત વિદ્યાર્થીઓશિક્ષકો તેમજ તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું કેતમારા જીવનમાં ખરી પરીક્ષા આવતીકાલથી શરૂ થશે. આપે મેળવેલ શૈક્ષણિક જ્ઞાનગુરુજનોના તથા માતા પિતાના સંસ્કારોતમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપ સૌ ખૂબ મહેનત કરો અને આગળ વધો તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વિદ્યાર્થીઓને જીવનને લગતી અનેક મહત્વપૂર્ણ સલાહ આપી હતી અને  વિદ્યાર્થીઓને જીવનમાં મોટા લક્ષ્યો તથા મહત્વની પ્રવૃત્તિઓ સાથે પ્રવેશ કરવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્તવિશ્વાસજવાબદારીધૈર્ય અને ધર્મનું પાલન કરતાં કરતાં વિદ્યાર્થી દેશના વિકાસમાં ભાગીદાર થાય તેવી પ્રેરણા આપી હતી.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન રાય યુનિવર્સિટીના ચેરપર્સન શ્રીમતી સંગીતા રાયે કર્યું હતું. આ અવસરે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીકુલપતિ શ્રી અનિલ તોમરરજિસ્ટ્રાર બીજેન્દ્ર યાદવ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.