ઉનાળામાં બરફ લાવતાં પહેલાં ચેતી જજોઃ ફેકટરીઓમાં ચાલી રહ્યા છે આવા ધંધા
ખાનગી ડેરીઓના આઈસ્ક્રીમ, લસ્સી, મિલ્કશેક, બરફના ગોળા, શેરડીનો રસ, સિકંજી, કાપેલા ફળોને ઠંડા કરવા વપરાતાં બરફની ગુણવત્તા સામે ઉઠી રહ્યા છે અનેક સવાલો
બરફ બનાવવા માટે વપરાતું પાણી જ પીવાલાયક નહોતુંઃ આઈસ ફેકટરી સીલ -ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં ખાણી-પીણીના નમૂના લેવામાં મ્યુનિ.ની ઉદાસીનતા
(એજન્સી)અમદાવાદ, ઉનાળાની શરૂઆત થતાં જ મ્યુનિ. કમીશ્નર એમ.થેન્નારસને તમામ ઝોનમાં પીવાના પાણીના બોટલ-જગના કારખાના, આઈસ ફેકટરીઓ અને ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવાના આદેશ કર્યા છે. ત્યારે ફકત મધ્ય ઝોન હેલ્થ ખાતાએ એક આઈસ ફેકટરીમાંથી લીધેલા પાણીના નમૂના ફેલ પુરવાર થતાં આઈસ ફેકટરીને સીલ મારી દેવાયાં છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજ પડતાં મોટાભાગના વિસ્તારોમાં ખાનગી ડેરીઓના આઈસ્ક્રીમ, લસ્સી, મિલ્કશેક, બરફના ગોળા, શેરડીનો રસ, સિકંજી, કાપેલા ફળદાયી વગેરે ચીજવસ્તુઓનું વેચાણ વધી જાય છે. જેમાં કેટલાય વેપારી જાહેર આરોગ્યને હાનિ પહોચાડે તેવા ભેળસેળીયા ખાધપદાર્થોનું વેચાણ કરતાં હોય છે.
તેમજ પાણીના વ્યવસાય સાથે સંકળાયેલાં કેટલાક વેપારી પાણીને યોગ્ય રીતે શુદ્ધ કર્યા વગર બાટલા જજગમાં ભરી વેચતાં હોય છે. જયારે બરફ બનાવતી કેટલીક આઈસ ફેકટરીઓમાં પણ સ્વચ્છતા સહીતના નિયમોનું પાલન કરવામાં આવતું હોતું નથી.
સુત્રોએ કહયું કે, આ બધુ રાબેતા મુજબ જ ચાલતું હોય છે. પરંતુ મ્યુનિ. હેલ્થ અને ફુડ વિભાગ વગેરે આંખ આડા કાન કરે છે. આ બાબતે ધ્યાન આવતાં મ્યુનિ.કમીશ્નરે ઉનાળામાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે નિયમીત પાણીના સેમ્પલ લેવા તેમજ ખાણીપીણીના ધંધાથીઓને ત્યાં ચેકીગ કરતાં રહેવા અને કાયદા મુજબના સેમ્પલ લેવાની તાકીદ કરી છે.
તેમ છતાં સાતેય ઝોનમાંથી ફકત મધ્ય ઝોન હેલ્થ ખાતાએ શાહપુર વિસ્તારમાં મેડાવાળી ચાલી ખાતે આવેલી એસ.કમલ આઈસ ફેકટરીમાંથી પાણીના નમુના લઈ પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા હતા. આ નમુના અનફીટ હોવાનો રીપોર્ટ આવતાં જ હેલ્થ ખાતાએ આઈસ ફેકટરીને સીલ માર્યા હતા.ઉન