Western Times News

Gujarati News

પનીર ખાતાં પહેલાં ચેતી જજોઃ નકલી ઘીની જેમ નકલી પનીર પણ બજારમાં મળે છે

પ્રતિકાત્મક

ભાવનગરમાં ‘નકલી’ પનીર બનાવતું કારખાનું પકડાયુંઃ ૧૦૮ કિલો માલ જપ્ત-400ના કિલો લેખે મળતું ‘નકલી’ પનીર 210ના ભાવે કિલો વેચાતું હતું

ભાવનગર, ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલા શેડમાં પનીર બનાવવામાં કારખાનામાં મનપાના ફૂડ વિભાગે ચેકીગ કરી પનીરશની ગુણવત્તા નબળી હોવાની શંકાના પગલે ૧૦૮ કિલો પનીરના જથ્થાનો નાશ કર્યો હતો.

હોટલમાં જઈએ કે ઘરે પણ ઘણી વખત શાક બનાવતી વખતે પનીરનો ઉપયોગ હાલમાં થઈ રહ્યો છે. ખાસ કરીને ખાણીપીણીમાં પનીર અને ચીઝનો ઉપયોગ વધી ગયો છે. પનીરમાંથી પ્રોટીન મળે છે તેમ જાણી લોકો પનીરની આઈટમ ઓર્ડર કરે છે. સબ્જીની લગભગ ઘણીબધી આઈટમમાં પનીર હોય છે. પરંતુ આ પનીર અસલી છે કે નકલી તે આપણે જાણતાં નથી. 

શહેરના રૂવાપરી રોડ પર આવેલ યોગેશ્વર મંદીરની બાજુમાં પ્લોટ નંબર ૬૬-બીમાં એસજીએ પોલીસે મળેલી બાતમીના આધારે તપાસ કરી હતી. આ શેડમાં પનીર બનાવવાનું કારખાનું ચાલતું હતું. તેથી એસઓજી પોલીસે મનપાના ફુડ વિભાગને જાણ કરી હતી. Be careful before eating paneer: Like fake ghee, fake paneer is also available in the market

ફૂડ વિભાગના સ્ટાફે રસ્થળ પર જઈ તપાસ કરતાં રસીદ કાદરભાઈ લાકડીયા રહે. રૂવાપરી રોડ ભાવનગર અને તેના ભાગીદાર ભાવેશ જાેબનપુત્રા રહે. ભરૂચ પનીર બનાવવાનું કારખાનું ચલાવતા હતાં.તપાસ દરમ્યાન રસીદભાઈ હાજરમાં હતા અને મનપાના ફૂડ વિભાગે પનીરના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.

આ પનીરની ગુણવત્તા નબળી હોવાની શંકાના આધારે મનપાના ફૂડ વિભાગે ૧૦૮ કિલો પનીર કિમત આશરે રૂ.રર હજારના માલનો નાશ કર્યો હતો. આ જગ્યાએ પનીર બનાવાવનો ધંધો ચાલતો હતો. પરંતુ જગ્યાનું લાયસન્સ લેવામાં આવ્યું ન્ના હતું તેથી મનપાના ફૂડ વિભાગે ગુનો નોધ્યો હતો.

છેલ્લા ત્રણ માસથી આ ધંધો ચાલતો હોવાનું અધિકારીઓનાં ધ્યાનમાં આવ્યું છે. પનીર બનાવવા સ્ક્રીન મિલ્ક પાવડર અને વેજીટેબલ તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. બજારમાં રૂ.૪૦૦ના કિલોના ભાવે વેચાતું પનીર અહી રૂ.ર૧૦ના કિલો લેખે આપવામાં આવ્યું હતું.

નકલી પનીર આ રીતે બને છે 
– નકલી પનીરમાં વેજિટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે
– પનીરમાં પામ ઓઇલ પણ ઉમેરવામાં આવે છે
– નકલી પનીરમાં ફેટનું ઊંચુ પ્રમાણ હોય છે
– નકલી પનીર આરોગ્ય માટે જોખમી સાબિત થાય છે
– બજારમાં મળતું નકલી પનીર મેદસ્વિતા વધારવામાં મોટો ભાગ ભજવે છે
– લાંબા ગાળે નકલી પનીર ગંભીર બીમારી નોતરે છે

અસલી પનીર આવું હોય છે 
– અસલી પનીર બનાવવામાં ગુણવત્તાયુક્ત દૂધનો ઉપયોગ કરવામાં આવે છે
– ગાય કે ભેંસના દૂધમાંથી આ પનીર બનાવવામાં આવતું હોય છે.
– અસલી પનીર પ્રોટિનથી ભરપૂર હોય જેથી તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે
– અસલી પનીર આરોગ્ય બાદ રોગનો ભય રહેતો નથી

નકલી પનીર ખાવાથી આ બીમારી થાય છે
અખાદ્ય પદાર્થ ખાવાથી શરીરમાં ગંભીર પ્રકારની બીમારીઓ થવાની શક્યતાઓ છે. જેમાં ઝાડા, ઉલટી જેવી ગંભીર બીમારી થઇ શકે સાથે પેટના રોગનો પણ મોટો ભય રહેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.