ડોક્ટરને મકાન કે દુકાન ભાડે આપતાં પહેલા ચેતી જજો?

પાટણ, પાટણના સિદ્ધપુરમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. પાટણની એસઓજીની ટીમે સિદ્ધપુરના રસુલપૂર ગામેથી બોગસ ડોકટરને ઝડપી પાડ્યો. બોગસ ડોક્ટર રસુલપુર ગામમાં ભાડેથી મકાન રાખીને દવાખાનું ચલાવતો હતો.
એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રસુલપુર ગામમાં દવાખાનું ચલાવનાર ડોક્ટર પાસે ડિગ્રી નથી છતાં દર્દીઓની સારવાર કરી રહ્યો છે. એસઓજીની ટીમે દવાખાના પર દરોડા પાડી મેડિકલ સાધનો સહિત કુલ ૩૨૧૧નો મુદ્દામાલ જપ્ત કર્યો. દરોડા પાડયા બાદ ડોક્ટર પાસે ડિગ્રીનું સર્ટિફિકેટ માગતા આ શખ્સ બોગસ તબીબ હોવાનો પર્દાફાશ થયો. રાજ્ય સરકાર અત્યારે ગુનેગારો અને શાંતિ ભંગ કરનારા અસમાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે.
કોઈને પણ હવે બક્ષવામાં નહીં આવે તેવી નીતિ સાથે દાદાની સરકારે નાગરિકો દ્વારા કરાતી ફરિયાદો પર ગંભીર વલણ અપનાવ્યું છે.પાટણના સિદ્ધપુરમાં એસઓજીની ટીમને ડિગ્રી વગરના ડોક્ટર દર્દીઓની સારવાર કરતી હોવાની ફરિયાદ મળી હતી.
જેના બાદ એસઓજીએ પોતાના બાતમીદારોને સક્રિય કર્યા અને રસુલપુરમાં બની બેઠેલા બોગસ ડોક્ટરના દવાખાના પર રેડ પાડી. બોગસ ડોકટર પાસે કોઈ પણ જાતની ડિગ્રી ના હોવા છતાં બીમાર દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું સામે આવ્યું.