AC વાપરતાં પહેલાં ચેતી જજોઃ ACમાંથી નીકળનાર ગેસ સ્કીન માટે ખૂબ નુકશાનકારક
આજકાલ વધતી જતી ગરમીના કારણે લોકો એસી અથવા એર કંડીશનર રૂમમાં રહેવાનું પસંદ કરે છે. ખાસ કરીને મેદાની વિસ્તારોમાં ગરમીઓમાં દરેક વ્યકિતને એસીરૂમ જોઈએ જેથી બહારની ગરમીથી રાહત મળી શકે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે. જે એસી રૂમમાં જતાં છીંકવા લાગે છે, તેમનું નાક બંધ થઈ જાય છે.
અથવા પછી નાક વહેવા લાગે છે. તેને ઠંડી લાગવાનું તો કહીશું નહી. પરંતુ આ એસીથી થનાર એલર્જી હોઈ શકે છે. જી હાં, ખાંસી, છીક નાકમાંથી પાણી આવવું નાક બંધ થઈ જવું અને માથાના દુખાવા જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ એસીના લીધે થઈ શકે છે.
એલર્જીક સાયનાટીસઃ આ એસીથી સંબંધીત એલર્જી છે જેના સામાન્ય રીતે ઘણા લોકો શીકાર બને છે. જો તમે તમારો આખો દિવસ અથવા તમારો મોટાભાગને સમય એસીમાં વિતાવો છો, તો તમને એલર્જીક રયાનાટીસ થઈ શકે છે. એટલે કે એસીથી સંબંધીત એલર્જી જે તમને શરદી, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ આપી શકે છે.
જો એસીના ફીલ્ટર યોગ્ય રીતે કામ ન કરતા હોય તો એસીની હવામાં રહેલા ઝીણા કણો નાકમાં પ્રવેશ કરે છે અને બળતરા અને ચેપનું કારણ બને છે.
શુષ્કતા અને ખંજવાળઃ એસીથી નીકળનાર ગેસ સ્કીન માટે ખૂબ નુકશાનકારક હોય છે. તેનાથી ત્વચાથી ભેજ ઓછી થાય છે. એટલું જ નહી આ ચહેરા બેજાન અને શુષ્ક પણ બનાવી દે છે. જેનાથી ખંજવાળની પરેશાની થઈ શકે છે.
આંખોને નુકશાનઃ- લાંબો સમય એસીમાં રહેવાથી આંખોમાં ઘણી સમસ્યાઓ થાય છે. તેમાં પાણી આવવું બર્નીગ સનસનાટી, ખંજવાળ અને નબળી આંખોની શુષ્કતા પણ વધે છે.
સાંધાનો દુખાવોઃ જે લોકો આર્થરાઈટીસથી પીડીત છે તેમને પણ એસીની હવાની સમસ્યા રહે છે. આવા લોકોને તેમના સાંધામાં દુખાવો અને સોજો આવે છે.