Western Times News

Gujarati News

ડિવાઈડરની બાજુમાં ટુ-વ્હીલર ચલાવતાં હોવ તો ચેતી જજોઃ વડોદરામાં હીટ એન્ડ રન

વડોદરા, માંજલપુર વિસ્તારમાં 23મી જુલાઈના રોજ હિટ એન્ડ રનનો અકસ્માત થયો હતો, જેના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ સામે પુરપાટ ઝડપે આવતી કારે એક ટુ-વ્હીલર પર આવી રહેલી અને ડિવાઈડરની બરાબર બાજુમાં જ ચલાવી રહેલી મહિલાને ટક્કર મારી હતી.

વિડીયોમાં જે મુજબ દેખાઈ રહ્યુ છે તે પ્રમાણે એક મહિલા ટુ-વ્હિલર પર બરાબર ડિવાઈડરની બાજુમાં ચલાવી રહી હતી. તે સમયે જ એક કારના ચાલકે ગફલતભરી રીતે ચલાવીને ટુ-વ્હીલર અને બાઈકની વચ્ચેથી ગાડી પૂર ઝડપે ચલાવે છે અને ગાડીના પાછળના ભાગેથી તે મહિલાને ટક્કર વાગે છે અને મહિલા ટુ-વ્હીલર પરથી બેલેન્સ ગુમાવીને રોડ પર લગભગ 10 ફૂટ ઢસડાય છે.

ટ્રાફિક ન હોવા છતાં પણ મહિલા ટુ-વ્હીલર પહેલી ટ્રેકમાં ડિવાઈડરને અડીને ચલાવતી હતી. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ચાલકે ટુ-વ્હિલર અને બાઈકની વચ્ચેથી પસાર થાય છે અને ગાડી જમણી બાજુ તરફ લેતાં ટુ-વ્હીલર પર જતી મહિલાને ટક્કર મારે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.