મોબાઈલ પર કે વધુ વાતો કરવાની આદત હોય તો સાવધાન થઈ જજો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/10/TALKATIVE.jpg)
પ્રતિકાત્મક
બહુ બોલવાની ટેવના કાણે દર્દીના સ્વર તંતુમાં થયેલા મસાને દુરબીન વડે સર્જરી કરીને દુર કરાયું.
સ્ટ્રેસ સાથે બોલવાથી અવાજ પણ ઘોઘરો થઈ જતો હોય છે-ચીસો પાડવાથી કે પછી બહુ બોલ બોલ કરવાથી સ્વર પેટીમાં મસા થવાનું જાેખમ
(એજન્સી)અમદાવાદ, કોઈ વ્યકિતને ચીસો પાડવાની ટેવ હોય એવા વ્યવસાયમાં હોય કે જયાં બહુ બોલવાનું થતું હોય પ્રોપર રીતે બોલવાની જગ્યાએ સ્ટ્રેસ સાથે બોલતાં હોય તો તેવા કિસ્સામાં અવાજ ઘોઘરો થઈ જાય છે. અને સ્વરપેટીમાં મસા થતાં હોય છે. નાના બાળકોના શિક્ષકોમાં પણ આવા કેસ સામે આવતાં હોય છે.
સોલા સીવીલ હોસ્પિટલમાં શ્વર પેટીમાં મસા સહીત પહેલીવાર એકીસાથે ઈએનટીની ૧૪ એન્ડોસ્કોપી સર્જરી કરાઈ હતી. સાથે જ લાઈવવ સર્જીકલ વર્કશોપનુું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતમાં ૧૬૦ જેટલા ડોકટરોએ સર્જરીની સ્કીન પર નિહાળી હતી.
સોલા સીવીલના ઈએનટી વિભાગનાં વવડા ડો.નીનાબેન ભાલોડીયાએ જણાવ્યું હુતં કે, બહુ બોલવાની ટેવના કાણે દર્દીના સ્વર તંતુમાં થયેલા મસાને દુરબીન વડે સર્જરી કરીને દુર કરાયું હતું.
આ ઉપરાંત નાકમાં મસા, મગજમાં ટયુમર, કે ગાંઠ, નાકનો પડદો વાંકો હોય કાનમાં સડો થયો હોોય ગળામાં તકલીફ કે થાઈરોઈડ જેવા કેસમાં પહેલી ઓકટોબરે એક સાથે ૧૪ સર્જરી કરાઈ હતી. સામાન્ય રીતે હોસ્પિટલમાં નિયમીત રીતે આ પ્રકારની સર્જરી થતી હોય છે.
પણ તબીબી વિધાર્થીઓને શીખાવાડાના હેતુ સાથે એકીસાથે ૧૪ સર્જરી, લાઈવ વર્કશોપનું પહેલીવાર આયોજન કરાયું હતું. જેમાં એકબીજા સાથે વિચાર વિમર્શ કરાયો હતો. હોસ્પીટલના તબીબોએ કહયું કે, મગજની અંદર બ્રેઈન સ્ટેમમાંથી બધી નસ નીકળળતી હોય તેવા કિસ્સામાં પણ સર્જરી કરાઈ છે.
નસ પર દબાણ આવે તો વ્યકિતને જીવનું જાેખમ રહે છે. જાેકે કાનના પાછલા ભાગેથી હાડકું હટાવી દુરબીનની મદદથી ટ્રીટમેન્ટ કરાઈ હતી. આ સર્જરી સવારે નવથી બપોરે ૪ કલાક સુધી ચાલી હતી દર્દીઓમાં ૧પ વર્ષથી માંડી ૬પ વર્ષના સામેલ હતા. રાજયમાંથી આવેલા ઈએનટી તજજ્ઞોએ સર્જરી કરી હતી.