વોટ્સએપ અને ફેસબુક વાપરતાં હોવ તો ચેતી જજો: દરરોજ 60 કરોડનું ફ્રોડ દેશમાં થાય છે
સાયબર ફ્રોડ સૌથી વધુ ભોગ બને છે વોટ્સએપ યુઝર્સ દેશમાં રોજનું રૂ.૬૦ કરોડનું ફ્રોડ થાય છે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, વોટ્સએપ બાદ ટેલિગ્રામ અને ઈન્સ્ટાગ્રામ મારફત સૌથી વધુ ફ્રોડ થયા છે
(એજન્સી)નવી દિલ્હી, ડિજિટાઈઝેશનના યુગમાં સાયબર ફ્રોડના કેસો પણ સતત વધી રહ્યા છે. ભારતમાં રોજનું રૂ. ૬૦ કરોડનું સાયબર ફ્રોડ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં ભારત સહિત વિશ્વમાં આશરે ૮૫ લાખ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ નોંધાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, વોટ્સએપ બાદ ટેલિગ્રામ અને ઈન્સ્ટાગ્રામ મારફત સૌથી વધુ ફ્રોડ થયા છે. આ ત્રણ એપ્સમાં કરોડો યુઝર્સ છે. જેના લીધે સાયબર ગુનેગાર સરળતાથી લોકોને ઉલ્લુ બનાવી ચૂનો લગાવી રહ્યો છે.
વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રણ માસમાં વોટ્સએપ મારફત સાયબર ફ્રોડના સૌથી વધુ ૪૩૭૯૭ કેસ નોંધાયા હતા. ટેલિગ્રામ મારફત ૨૨૬૮૦ અને ઈન્સ્ટાગ્રામ મારફત ૧૯૮૦૦ ફરિયાદો નોંધાઈ હતી. સાયબર ગુનેગારો ગુગલ સર્વિસ પ્લેટફોર્મની મદદથી લોકોને શિકાર બનાવે છે. આ સ્કેમને પિગ બુચરિંગ સ્કેમ અથવા ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ તરીકે ઓળખાય છે.
સોશિયલ મીડિયા મારફત મની લોન્ડરિંગ અને સાયબર સ્લેવરીના કેસો વધ્યા હતાં. બેરોજગાર યુવાનો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. સાયબર ગુનેગારો સ્પોન્સર્ડ ફેસબુક એડ મારફત દેશમાં ગેરકાયદે લોન આપનારી એપ્સ લોન્ચ કરી ફ્રોડ કરે છે.
સમગ્ર વિશ્વમાં ઓનલાઈન બેન્કિંગનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. ભારતમાં પણ કોરોના મહામારી બાદ ઓનલાઈન પેમેન્ટમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં લોકોએ ેંઁં પેમેન્ટ, કાર્ડ પેમેન્ટ, મોબાઈલ બેન્કિંગ દ્વારા તેમના નાણાકીય વ્યવહારો પૂર્ણ કર્યા છે. ઓનલાઈન બેન્કિંગની સાથે સાથે ઓનલાઈન છેતરપિંડીના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. દર વર્ષે લાખો લોકો આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, ઓનલાઈન છેતરપિંડીથી રક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
સાયબર છેતરપિંડીથી બચવા માટેનું પહેલું પગલું એ છે કે સાવધાન રહેવું. જો તમને કોઈ અજાણી વ્યક્તિ તરફથી ઈમેલ, સંદેશા અથવા કાલ્સ પ્રાપ્ત થાય છે. તો સાવચેત રહો. તમારી પર્સનલ અને બેન્કિંગ સંબંધિત માહિતી આપશો નહીં. આવી કોઈ વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. હંમેશા મજબૂત પાસવર્ડ બનાવો. જો શક્ય હોય તો, યુઝર નેમ અને પાસવર્ડના આધારે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (૨હ્લછ)નો ઉપયોગ કરો. તમારા ઓનલાઇન એકાઉન્ટનો પાસવર્ડ નિયમિતપણે બદલો.