કાયદાકીય ક્ષેત્ર હોય, તબીબી ક્ષેત્ર હોય કે સામાજીક ક્ષેત્ર હોય દરેક જગ્યાએ “અધર્મની પારાકાષ્ટા” જોવા મળે છે !
પરંતુ સમગ્ર માનવ સમાજ વહેંચાયેલો છે ત્યારે ફકત ન્યાય ક્ષેત્ર જ ધર્મ-અધર્મ ના સિધ્ધાંતો સમજીને શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને દેશના બંધારણને અનુસરી કર્તવ્ય અદા કરે છે !!
તસ્વીર ભારતની સંસદની છે ! બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! ગુજરાત, આસામ, દિલ્હી, કલકત્તા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર જેવા અનેક રાજયોમાં સ્ત્રી વિરોધી અપરાધો વધતા જાય છે કાયદો કાયદાનું કામ કરી શકે છે ! પરંતુ દુષ્કર્મ નો ભોગ બનનાર પિડિતાઓના રક્ષણ કરવાની જવાબદારી કોની ?! બેટી બચાવો – બેટી પઢાવો તો શું દિકરીઓ ભણીને આગળ ન વધે ?! ઘરમાં પાંજરમાં આઝાદી ભોગવે ?!
આ દેશ તો સંસ્કાર, ચારિત્ર્ય અને નૈતિકતાનો દેશ છે ! જયાં સાંપ્રદાયિક ધર્માે વધ્યા છે પણ શ્રીમદ્દ ભાગવદ્દ ગીતાને કેટલા અનુસરે છે ?! એક નાનકડી સ્ત્રી વિરોધી ઘટનાથી કેન્દ્ર સરકાર હોય કે રાજય સરકાર હોય હચમચી જવી જાઈએ !
મણીપુરમાં લશ્કરી અમલદારની પત્નીને જાહેરમાં નગ્ન કરી ફેરવી છતાં કોઈ નેતાઓએ કડક કાર્યવાહી કરવા આગળ નથી આવ્યા ! તેના વિરૂધ્ધમાં અંતે મણીપુરમાં ભા.જ.પ.ના મુખ્યમંત્રી વિરૂધ્ધ બળવો થયો છે !
અને કુકી સમાજના ધારાસભ્યો આક્ષેપ કરે છે કે, મતેઈના તોફાની તત્વોને ખુલ્લી દોર અપાય છે ?! આ છે દેશની સ્થિતિ ?! આમાં કઈ રીતે ચુપ બેસી રહેવાય ?! કે ભિષ્મપિતામઃ બની જવાય ?! ઉપર જવાબ નહીં આપવો પડે ?! કલકત્તા દુષ્કર્મ ઘટનામાં ભારતની સુપ્રિમ કોર્ટ સુઓમોટો કર્તવ્ય ધર્મ નિભાવીને સી.બી.આઈ. પાસે સ્ટેટસ રીપોર્ટ માંગ્યો છે ! જેથી સી.બી.આઈ.ના ભરોસે પણ કાંઈ કાચું ન કપાઈ જાય ?!
પરંતુ હોસ્પિટલના જવાબદારોની કોઈ શંકાસ્પદ ભૂમિકા નથી ને ?! એ પણ તપાસનો વિષય છે જ ! હોસ્પિટલની પ્રતિષ્ઠા એ યુવતીના ન્યાયથી મહત્વની નથી ?! કેસના પાંચ દિવસ પછી તપાસ થાય તો અનેક પુરાવાનો નાશ થઈ શકે છે ! આરોપી સંજય રોય છે ! ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે આ કેસમાં રાજકારણ નહીં કરવા ટકોર કરવી પડી હતી !
જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા, સહીતના જસ્ટીસ શ્રી ઓ કેસમાં સૂનાવણી કરી રહ્યા છે ! પરંતુ કેન્દ્ર સરકાર સમક્ષ વધુ મજબુત કાયદાની માંગ ઉઠી છે ! આવા કેસમાં ૯૦ દિવસમાં ટ્રાયલ પુરી થઈ જાય એવા કાયદાની જરૂર છે ! અને દેશમાં શ્રીમદ્દભગવદ્દ ગીતાના કર્તવ્ય ધર્મના સિધ્ધાંતો અને દેશના બંધારણીય મૂલ્યોને અનુસરવાની જરૂર છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
ખરા અને ખોટાં વચ્ચે તટસ્થ રહેવું એ ન્યાય ન કહેવાય – થિયોડોર રૂઝવેલ્ટ !!
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ અને જસ્ટીસ શ્રી અનિરૂધ્ધ માયીની ખંડપીઠે ગુજરાત નેશનલ લો યુનિર્વિસટીમાં દુષ્કર્મ કેસમાં ભૂમિકા એ ન્યાય ધર્મ છે !!
સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગાઈ, જસ્ટીસ દિપકભાઈ ગુપ્તા, જસ્ટીસ અનિરૂધ્ધ બોસની ઉનાવા ગેંગ રેપ કેસમાં ઈતિહાસ સર્જેલો તેની આજે જરૂર છે !
જર્મન મહાન લેખક અને રાજનિતિજ્ઞ જહોન વુલ્ફગેન્ગ વાન ગોગે કહ્યું છે કે, મહાન ક્રાંતિ કયારેય પ્રજાના વાંકે નથી થતી એ માટે સરકાર જ જવાબદાર હોય છે!! અમેરિકાના વિખ્યાત પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, ખરાં અને ખોટાં વચ્ચે તટસ્થ રહેવું તેને ન્યાય ન કહેવાય ! પરંતુ અસત્ય સામે સત્યને ખોળી કાઢીને તેને પકડી રાખવું એ ન્યાય કહેવાય!!
ભારતમાં ગેંગ રેપ કરવાનો પ્રયાસ ખુબ જુનો છે ! પરંતુ તેનો સચોટ ઈલાજ ભગવાને મહાભારતના ગ્રંથમાં અને શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં દર્શાવ્યો છે ! દિકરી એ દિકરી છે ! અને સ્ત્રી એ સ્ત્રી છે ! બેટી બચાવો – બેટી પઢાવો નું સૂત્ર આપણાં દેશના રાજનેતાઓ આપે છે ! પણ દિકરી એ તો વ્હાલનો દરિયો એ સૂઝ રાજકીય નેતાઓમાં વિવિધ સામાજીક આગેવાનોમાં, જ્ઞાતિઓમાં જુદા જુદા વ્યવસાયિકોમાં કથિત રીતે જોવા મળતી નથી ?!
ત્યારે બળાત્કારે નહીં પણ ગેંગ રેપે માઝા મુકી છે ! અને બળાત્કાર બાદ હત્યાની ગુન્હાહીત પ્રવૃત્તિ ભારત જેવા કથિત અનેક સાંપ્રદાયિક ધર્માે ધરાવતા દેશોમાં આકાર લઈ રહી છે ! તેનું મૂળ કથિત રીતે રાજકીય સત્તા ! સામાજિક આગેવાનો ! સામાજીક વ્યવસાયિકો છે ?!
ત્યારે તેનો ઈલાજ શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી ક્રિશ્ને આપ્યો છે અને તેને ફકત વધારે સચોટ રીતે દેશનું ન્યાયતંત્ર અનુસરી રહ્યું છે ! ભારતનું મિડિયા જગત પણ કયારેક જુદા જુદા કારણોસર પોતાનો પત્રકારિતાનો ધર્મ ચૂકીને મહાભારતના ભિષ્મ પિતામઃ ને અનુસરે છે ત્યારે ગેંગ રેપો કઈ રીતે અટકશે ?! સમાજમાં નૈતિકતા કઈ રીતે સ્થપાશે ?!
ગુન્હાહીત ગેંગ રેપનો ઈલાજ શ્રીક્રિશ્ને શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં આપ્યો છે અને દેશની સુપ્રિમ કોર્ટ તેને અનુસરે છે ! આપણાં દેશનું બંધારણ પણ શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જેવો પવિત્ર ગ્રંથ છે તેને સમાજ અનુસરશે તો જ સમાજમાંથી ગુન્હાહીત પ્રવૃત્તિ પર બ્રેક લાગશે ?!
શ્રી ક્રિશ્ને શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં કહ્યું છે કે, જયાં અને જયારે ધર્મ નું પતન થાય છે અને અધર્મ નું ભારે વર્ચસ્વ જામે છે તે વખતે અધર્મ, દુષ્ટોનો નશ કરવા અને કર્તવ્ય ધર્મના સિધ્ધાંતો પુનઃ પ્રસ્થાપિત કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું!! હજારો વર્ષ પૂર્વે દ્રોપદીના વસ્ત્રાહરણની ઘટના બની ત્યારે શ્રી ભગવાને સ્વંયમ રક્ષા કરી એ ઉપદેશ આપ્યો છે કે આવી ઘટના સમયે પિડિતાને જે તે સમયે મદદ કરી બચાવી લેવી !
અને સાથે બીજો ઉપદેશ આપ્યો છે કે, આવી ઘટનાના મૂકસાક્ષી બનીને ચુપ રહેવું એ પણ અધર્મ છે ! અને આવો અધર્મનો ખેલ આચરનારા અને મૂકપ્રેષક રહેનારા તમામ પાપી છે ! તેને આ ધરતી પર જીવવાનો અધિકાર નથી ! અને ધર્મયુદ્ધ થયું અને દુષ્ટોનો નાશ થયો ! ત્યારે આજે સવાલ અહીંયા એ ઉઠે છે કે, દિકરી કે સ્ત્રી ના રેપ – હત્યા કે પછી ગેંગ રેપ સામે સમાજ, જ્ઞાતિ, જાતિ, સાંપ્રદાયિક ધર્મ જોઈ બોલે છે !
વકીલ યુવતી ગેંગ રેપનો ભોગ બને તો વકીલો અવાજ ઉઠાવે છે ! ર્ડાકટર યુવતી પર રેપ કે ગેંગ રેપ થાય તો ર્ડાકટરો નીકળી પડે છે ! હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન કે દલિત દિકરી પર દુષ્કર્મની ઘટના બને તો પોત, પોતાના સમાજમાંથી અવાજ ઉઠાવે છે ! બાકીનાઓને કાંઈ પડી હોતી નથી ! દિકરી એ દિકરી છે અને સ્ત્રી એ સ્ત્રી છે! એ આજે ભારતમાં અનેક જગ્યાએ જોવાતું નથી ! માનવ સમાજ વહેંચાયેલો છે ! નૈતિકતામાં વહેંચાયેલો છે ! કર્તવ્ય ધર્મ ખંડિત થયો છે ! માટે ગેંગ રેપ અને સ્ત્રી અત્યાચાર વધ્યા છે ! અને કયારેક મિડિયા – પત્રકારિતા માં પણ આવું જ કાંઈક જોવા મળે છે ત્યાં ત્યાં અધર્મ છે !!
ગુજરાત હાઈકોર્ટે ગુજરાત નેશનલ લો યુનિર્વિસટીની ઘટનામાં આકરી ઝાટકણી કાઢવી પડી હતી ?!
ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાની ગુજરાત નેશનલ લો યુનિર્વિસટીમાં રાજકીય લાગવગ ધરાવતા વ્યક્તિઓ દ્વારા કાયદાના અભ્યાસ ક્ષેત્રની યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટના બની
ત્યારે તેને દબાવી દેવા ગુજરાત નેશનલ લો યુનિર્વિસટીના રજીસ્ટ્રાર અને ગર્લ્સ હોસ્ટેલના વોર્ડન દ્વારા ફરિયાદ આગળ થતી રોકવામાં આવી હોવાનું ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે અને જસ્ટીસ શ્રી અનિરૂધ્ધ માયીનીની ખંડપીઠે અત્યંત ગંભીર નોંધ લઈને કહેવું પડયું કે, ગુજરાત નેશનલ લો યુનિર્વિસટી આવા બનાવનો અડો બની ગઈ છે!
છતાં યુનિર્વિસટીના રજીસ્ટ્રારશ્રી કોર્ટમાં આવીને કહે છે કે, આવી કોઈ ઘટના બની જ નથી ! આ કેવી રીતે ચાલે ?! કાયદાના વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દેવામાં આવતો હોય તો આ દેશમાં બીજું કોણ સલામત હશે ?! જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં બીજાના હકકોનું રક્ષણ કરવાનું છે તેમનો જ અવાજ દબાવી દેવામાં આવ્યો છે ?! આપણે કેવા સમાજનું નિર્માણ કરવાનું છે ?!
ભવિષ્યમાં કાયદાનું રક્ષણ કરનારા સાથે આવી હરકત કરનારને કોર્ટ છોડશે નહીં ?! આપણાં સમાજની તાસીર છે ત્યારે ર્ડાકટરો ના નીકળ્યા ?! સમાજ દેખાવો કરવા ના નીકળ્યો ?! કોર્ટે નેતૃત્વ કરવું પડયું ! અને પત્રકારિતાએ મદદ કરી ! સલામત ગુજરાતની આ બોલતી તસ્વીર છે !
ભારતની સુપ્રિમ કોર્ટ ઉનાવા ગેંગ રેપ કેસમાં પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગાઈ, જસ્ટીસ શ્રી દિપકભાઈ ગુપ્તા અને જસ્ટીસ શ્રી અનિરૂધ્ધ બોસની ખંડપીઠે ભા.જ.પ.ના ધારાસભ્ય કુલદિપસિંહ સેંગર સામે ૭ દિવસમાં તપાસ પુરી કરી ૪૫ દિવસમાં ટ્રાયલ પુરી કરવા આદેશ આપી ઐતિહાસિક ભૂમિકા સુપ્રિમ કોર્ટે અદા કરી હતી !!
દેશમાં વકરી રહેલા સ્ત્રી વિરોધી અપરાધો સામે હવે દેશની સુપ્રિમ કોર્ટે વધુ ઝડપી અને કડક કાર્યવાહી કરવાનો સમય આવ્યો છે !
તેવો સંદેશો આપતા ભારતની સુપ્રિમ કોર્ટના જે તે સમયના ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગાઈ, જસ્ટીસ શ્રી દિપકભાઈ ગુપ્તા, જસ્ટીસ શ્રી અનિરૂધ્ધ બોસની ખંડપીઠે ઉનાવા ગેંગ રેપ કેસમાં કેસને પુરી ગંભીરતાથી લઈ, ભા.જ.પ.ના તે સમયના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સામે ૭ દિવસમાં તપાસ પુરી કરી ૪૫ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરવા ઉત્તરપ્રદેશ બહાર દિલ્હીમાં કેસ ચલાવવા અને પિડિતા યુવતીને ૨૫ લાખનું નાણાંકીય વળતર ચૂકવવા એક જ દિવસે આદેશ આપીને ઐતિહાસિક ભૂમિકા અદા
કરી હતી !
ત્યારે આ કેસને સમગ્ર દેશના ન્યાયતંત્રે અનુસરીને ગુન્હેગારોને બળાત્કાર અને હત્યાના કેસમાં ઝડપી ટ્રાયલ પુરી કરી રેરેસ્ટ ઓફ ધી રેરેસ્ટ કેસ ગણી એક જ માસમાં ફાંસી આપી દેવા આદેશ કરતો વધારાનો સુધારો કરવાની જરૂર છે ! આવા ગુન્હામાં સમાજ વહેંચાયેલો રહેશે ! અખબારો વહેંચાયેલો રહેશે તો સામાજીક કર્તવ્ય કોણ નિભાવશે ?! કર્તવ્ય ધર્મ તો ધર્મ છે બાકીના સાંપ્રદાયિક ધર્માે શું ફકત સ્વર્ગ માટે છે ?!