Western Times News

Gujarati News

રીઆ કપૂર માટે બ્યૂટી અને ગ્લેમર બહુ જ મહત્વના: તબુ

મુંબઈ, તબુ જેટલાં ગંભીર અને પ્રયોગશીલ રોલ કરે છે, એટલાં જ ગ્લેમરસ રોલ અને કમર્શીયલ રોલ પણ કરી જાણે છે. તાજેતરમાં જ તેણે થોડાં વખત પહેલાં આવેલી પોતાની ફિલ્મ ‘ક્‰’માં કામ કરવાના અનુભવને નવો અને જંગલી ગણાવ્યો હતો.

તેણે ફિલ્મના સેટ પર કરીના અને ક્રિતિ સાથે કેટલી મજા આવી, એ વિશે પણ વાત કરી હતી. સાથે જ તેણે આ ફિલ્મની પ્રોડ્યુસર રીઆ વિશે પણ વાત કરી હતી.તાજેતરમાં એક પોડકાસ્ટ શોમાં તબુએ જણાવ્યું કે તેને ‘ક્‰’માં કામ કરવું તેનાં પહેલાંનાં બધાં જ કામમાં બિલકુલ નવું અને અલગ લાગ્યું હતું.

તેણે કહ્યું કે આ ફિલ્મનું ફોર્મેટ, કાસ્ટિંગ અને સ્ટોરી બધું જ તેનાં માટે નવું હતું અને ઓડિયયન્સ માટે પણ આ ફિલ્મ રસપ્રદ હતી.તબુએ ક્‰ની પ્રોડ્યુસર રીઆ કપૂરના વખાણ કરતાં કહ્યું કે તે બહુ જ ફોકસ સાથે કામ કરે છે, તેને ખબર છે કે તે કયા કલાકારને કેવા બતાવવા માગે છે.

આ ફિલ્મની ત્રણે હિરોઇનના સુંદર, ગ્લેમર અને તેમને જે રીતે બતાવાયાં હતાં એનું બધું જ શ્રેય તબુએ રીઆને આપ્યું હતું.તબુએ આગળ કહ્યું હતું કે ઘણી વખત તેને આ ફિલ્મના સેટ પર થોડી આળસ પણ થતી અને પ્રશ્નો પણ થતા હતા કે આ ફિલ્મ કઈ રીતે ચાલી રહી છે છતાં તેના માટે આ એક મજાનો અનુભવ હતો. કારણ કે એવું કશું જ નહોતું જે રીઆનાં ધ્યાન બહાર હોય.

તેથી અંતે તેણે પોતાની જાતને સમર્પિત કરી દીધી અને રીઆની દૃષ્ટિ પર વિશ્વાસ કરી લીધો. તેથી આખરે તેને આ ફિલ્મમાં કામ કરવાની મજા આવવા લાગી.જ્યારે કરીના કપૂર અને ક્રિતિ સાથે કામ કરવાના અનુભવ વિશે તેણે કહ્યું કે તેમની સાથે કામ કરવાનો અનુભવ જંગલીપણા જેવો કે અતિ મજા આવે એવો હતો.

બધું જ એકદમ યોગ્ય રીતે બંધ બેસી ગયું, ખાસ તો તેમની ત્રણની વચ્ચેની કેમેસ્ટ્રી અને ટાઇમિંગ, જે આ પ્રકારની ફિલ્મ માટે ઘણું મહત્વનું હોય છે. તેમની વચ્ચે એક રીધમ હતી અને ત્રણેયને એકબીજા સાથે મજાક-મસ્તી કરવાનું એટલું ફાવી ગયું હતું કે તે ફિલ્મમાં પણ દેખાઈ આવતું હતું. રાજેશ એ ક્રિશ્નન દ્વારા આ ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવી છે અને નિધિ મહેતા, મેહુલ સુરી દ્વારા લખવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.