૨૦૨૪ પહેલા દેશમાં ૨૬ ગ્રીન એક્સપ્રેસ વે બનાવાશે
નવી દિલ્હી, જાે તમે પણ હાઈવે પર મુસાફરી કરો છો અને ટોલ ટેક્સને લઈને ચિંતિત છો તો હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટી જાહેરાત કરી છે, જેનાથી કરોડો ડ્રાઈવરોને અસર થશે. ગડકરીએ કહ્યું છે કે, વર્ષ ૨૦૨૪ પહેલા દેશમાં ૨૬ ગ્રીન એક્સપ્રેસ વે બનાવવામાં આવશે અને ટોલ ટેક્સ માટે નવા નિયમો પણ બહાર પાડવામાં આવશે.
ગ્રીન એક્સપ્રેસ વેના નિર્માણ બાદ ભારતની રસ્તાઓના મામલે અમેરિકાની બરાબરી કરશે. આ સાથે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ટોલ ટેક્સ વસૂલવા માટે નિયમો અને ટેક્નોલોજીમાં મોટો ફેરફાર કરવામાં આવશે. સરકાર ટોલ ટેક્સની વસૂલાત માટે ૨ પદ્ધતિઓ બનાવી શકે છે ,સરકાર આગામી દિવસોમાં ટોલ વસૂલાત માટે ૨ વિકલ્પો આપવાનું વિચારી રહી છે. પ્રથમ વિકલ્પ કારમાં જીપીએસ સિસ્ટમ લગાવવાનો છે. જ્યારે બીજી પદ્ધતિ આધુનિક નંબર પ્લેટ સાથે સંબંધિત છે. હાલ આ માટે આયોજન ચાલી રહ્યું છે. નીતિન ગડકરીએ જાણકારી આપતા કહ્યું કે, ટોલ ટેક્સ ન ભરવા પર કોઈપણ પ્રકારની સજાની જાેગવાઈ નથી.
આગામી દિવસોમાં ટોલ ટેક્સ વસૂલવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવશે. નીતિન ગડકરીએ વધુમાં કહ્યું કે, અત્યાર સુધી ટોલ ન ભરવા પર સજાની જાેગવાઈ નથી, પરંતુ ટોલ અંગે બિલ લાવવાની તૈયારી ચાલી રહી છે. હવે ટોલ ટેક્સ સીધો તમારા બેંક ખાતામાંથી કપાશે. આ માટે અલગથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. નીતિન ગડકરીએ કહ્યું કે, હવે ટોલ ટેક્સ નહીં ભરવો પડશે, રકમ સીધી તમારા ખાતામાંથી કપાશે. આ સિવાય કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘૨૦૧૯માં અમે એક નિયમ બનાવ્યો હતો કે કાર કંપની ફીટેડ નંબર પ્લેટ સાથે આવશે. એટલા માટે છેલ્લા ચાર વર્ષમાં જે વાહનો આવ્યા છે તેમાં અલગ-અલગ નંબર પ્લેટ છે. SS2.PG