એક્ટિંગ પહેલા ક્રિકેટની પીચ પર ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા ૮ એક્ટરે
મુંબઈ, ફિલ્મ અને ક્રિકેટનો સંબંધ બહુ જૂનો છે. સ્ટેડિયમમાં ક્રિકેટર અને ફિલ્મ સાથે જોડાયેલ એક્ટર અને એક્ટ્રેસને એકબીજાના પ્રેમમાં પણ પડતા હોય છે.
આજે અમે તમને એવા એક્ટર વિશે જણાવીશું જેમને ક્રિકેટની પીચ પર ચોગ્ગા-છગ્ગા ફટકારીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આમ, આ એક્ટર પહેલાં ક્રિકેટર હતા અને આ ફિલ્ડમાં નામ રોશન કરવા ઇચ્છતા હતા, પરંતુ નસીબ કંઇક અલગ હતુ.
આ એક્ટરના નસીબ પ્રમોશન અને શૂટિંગમાં આગળ હતુ. ત્યારબાદ આ સિતારાઓ કિક્રેટમાંથી બહાર આવ્યા અને ફિલ્મી દુનિયામાં પોતાનું નામ રોશન કર્યુ. તો જાણો આ લિસ્ટમાં કોણ-કોણ છે. અંગદ બેદી ટાઇગર જિંદા હૈમાં જોવા મળ્યો હતો. હેન્ડસમ હિરો અંગદ બેદી પૂર્વ ક્રિકેટ કેપ્ટન બિશન સિંહ બેદીના દિકરા છે. જે અંડર ૧૯ ટીમ સુધી ક્રિકેટ પણ રમ્યા છે. ત્યારબાદ એક્ટિંગમાં એન્ટ્રી કરી.
એક્ટ્રેસ નેહા ધુપિયા એમની પત્ની છે. આયુષ્માન ખુરાના ફિલ્મોમાં આવ્યા એ પહેલાં ક્રિકેટની દુનિયામાં પગ મુક્યો હતો. એક્ટર અંડર ૧૯ ટીમમાં ક્રિકેટ રમી ચુક્યા છે.
એક ભાઇને ક્રિકેટમાં ચસ્કો હતો તો બીજો કેવી રીતે ઇનવોલ ના થાય. આયુષ્માન ખુરાનાના નાના ભાઇ અપારશક્તિ ખુરાના પણ ક્રિકેટ પ્લેયર રહી ચુક્યા છે. હરિયાણાની અંડર ૧૯ ટીમનો હિસ્સો હતા. હુમા કુરૈશીના ભાઇ સાકિબ સલીમ પણ ક્રિકેટર બની ચુક્યા છે.
ફિલ્મ ૮૩માં મોહિંદર અમરનાથના રોલમાં જોવા મળ્યા હતા. દિલ્હી અને જમ્મુ કાશ્મીરની ટીમમાંથી ક્રિકેટ રમી ચુક્યા છે. એક્ટર અને સિંગર હાર્ડી સંધુ અંડર ૧૯ ટીમમાં ક્રિકેટ રમી ચુક્યા છે. શિખર ધવનની સાથે મેદાનમાં ઉતરી ચુક્યા છે. ખાસ વાત તો એ છે કે સર મદન લાલે એમને ટ્રેનિંગ આપી હતી.
ટીવીના ફેવરેટ હોસ્ટમાં એક કરણ વાહી પણ દિલ્હીની અંડર ૧૯ ટીમમાંથી રમી ચુક્યા છે. બિગ બોસમાં હાલમાં નજરે પડેલા સમર્થ જુરેલ પણ ક્રિકેટર રહી ચુક્યા છએ. એમને પ્રોફેશનલ સ્ટેટ લેવલ ક્રિકેટ રમી છે. એક્ટિંગની દુનિયામાં આવતા પહેલાં સલિલ અંકોલા પણ ક્રિકેટર હતા. સલિલ અંકોલા ૨૦ વનડે અને ટેસ્ટ મેચ રમ્યા છે.SS1MS