દમ ચડતા અગાઉ ખબર પડી જાય છે કે હવે દમ ચડશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/Blog-Breath-L-1024x538.jpg)
આ રોગોમાં લૂખી ઉધરસ ખાંસીનો જાેરદાર હુમલો રાત્રે આવે છે. અને અતિશય ખાંસી ખાધા પછી થોડો ચીકાશવાળો કફ નીકળે છે. આવા હુમલા કોઇને રોજબરોજ, કોઇને પંદર દિવસે, ને કોઇને મહિનામાં એક વખત થાય કે વર્ષે પણ થાય,
કોઇને અમુક ઋતુમાં તો કોઇને અમુક વર્ષો સુધી હેરાન કર્યા પછી શરીર સુધરવાથી, હવા ફેરથી અથવા બીજા કોઇ કારણથી આ રોગ સારો થઇ જાય છે. જાણેકે શ્વાસનો ઉપદ્રવ હતો જ નહીં પણ વળી પાછો દસ પંદર વર્ષે હુમલો થ્ઇ આવે છે. આ છે આ રોગની વિચિત્રતા !!
જ્યારે શ્વાસના રોગમાં ખાંસીનો હુમલો છેવટે આવે છે. આ ઉપદ્રવમાં ખાંસી શરૂઆત થી હુમલો બેસે નહીં ત્યાં સુધી આવ્યા કરે છે અને સાથોસાથ ખાંસીની સાથે કેટલીક વાર સીટીઓ જેવો અવાજ નીકળે છે. આ રોગ મોટાભાગે ૨૦ થી ૩૫ વર્ષની ઉંમરમાં ઉધરસ ખાંસીના વેગ સાથે શરૂ થાય છે. નાના બાળકોને પણ આ રોગ છોડતો નથી.
![ShriramVaidya-logo](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/ShriramVaidya-logo.jpg)
ઉધરસ ખાંસીનો હુમલો મોટે ભાગે રાત્રે અથવા પાછલી રાતના સમયે વિશેષ કરીને થાય છે. સાથે શ્વાસ લેવામાં કષ્ટ થતું હોય તેવું લાગે છે. છતાં પણ દમ શ્વાસના રોગીને ઉચ્છ્?વાસ બહાર કાઢવામાં જે કષ્ટ જણાય છે તે આ ઉપદ્રવમાં થતુ નથી.
ક્યારેક જીર્ણ જ્વર, અન્ન ઉપર અરુચિ અને ઊલટી ઊબકાનાં લક્ષણો જણાય છે. જેથી દિનપ્રતિદિન શરીર ખૂબ કૃશ થતું જાય છે અને રોગીને ક્ષય થયો છે એવો ભય લાગ્યા કરે છે. પણ ક્ષયનાં બીજા લક્ષણો જણાતા નથી.
આ રોગમાં લોહીની તપાસમાં ઇઓસીનોફિલ વધેલા હોય છે. જ્યારે દમ-શ્વાસના રોગોમાં હોતા નથી. દમ શ્વાસના દર્દીમાં શ્વાસનો ઉપદ્રવ મુખ્ય હોય છે. ખાંસી ઉધરસ સાથે કફના ગળફા પડે છે. અથવા તો માત્ર વેગવાન શ્વાસનો ઉપદ્રવ જ હેરાન કરે છે. ખાસી પણ મુકરર સમયે વેગથી આવે છે અને શમી જાય છે. થૂકમાં ક્ષયના જીવાણુ મળતા નથી.
જ્યારે લોહીની તપાસમાં શ્વેતકણોની વૃધ્ધિ અને ઇયોસિનોફિલ ૨૦-૩૦ કે તેથી વધીને ૭૦-૮૦% સુધી જાેવા મળે છે વળી આ રોગના કારણભૂત આંતરડાંના કૃમી પણ ઝાડાની તપાસમાં મળી આવે છે. ત્યારે કૃમિની ચિકિત્સા કરવાથી આ રોગ ઝડપભેર કાબુમાં આવી જાય છે.
શ્ર્?વાસના ઉપદ્રવ પરત્વે રિપોર્ટની ફાઇલ લઇ આવતા દર્દીઓ આ રોગ દમ જ છે કે કેમ? એ જાણવા માટે ખૂબજ આતુર હોય છે. આયુર્વેદે રોગના નામકરણને એટલું મહત્વ નથી આપ્યું. પરંતુ રોગના નિદાનમાં દોષ અને દૂષ્યને મહત્વના ગણેલ છે. પણ વાત, પિત્ત અને કફની વિકૃતિનો માત્ર ર્નિણય કરીને સફળતાપૂર્વક ચિકિત્સા કરી શકાય છે. ઇઓસીનોફિલિયાના તમામ લક્ષણો દમ-શ્ર્વાસને લગતાં હોય છે.જેથી સિંહ જેવા બળવાન લાગતા માનવીને પણ આ રોગ બકરી જેવો રાંક બનાવી મૂકે છે.
આ રોગ એક વાર લાગુ પડયા પછી હંમેશ માટે ચાલુ રહેતો નથી. અવારનવાર હુમલો થાય છે અને આપોઆપ કે સાદાસીધા ઉપચારોથી પણ શાંત થઇ જાય છે. આ રોગનો હુમલો એકાએક થાય છે તેથી એક જ મિનિટ પહેલાં તો સાજાે સારો લાગતો માનવી બીજી મિનિટે શ્વાસની મૂંઝવણથી તરફડતો થઇ જાય છે.
આ રોગ થવાના કારણો પરત્વે આયુર્વેદ સ્પષ્ટપણે કહે છે કે આ રોગના કારણોમાં ગાગરમાં સાગરભરી દીધો હોય એટલું બધું,ટૂંકમાં કહી જાય છે. આ રોગમાં વાત અને કફની દ્રષ્ટિએ પ્રધાનપણે હોય છે અને અથી જ તેની ચિકિત્સામાં સ્નેહ દ્રવ્યો સાથે સોમલ જેવા દ્રવ્યોનો સૈકાઓ પૂર્વે ઉપયોગ કરીને આ રોગને મટાડવામાં આવતો હતો.
સાંપ્રત વૈદક પણ આ જ દ્રવ્યોનો છૂટથી ઉપયોગ કર્યો છે અને કરે છે. ઇઓસીનોફિલિયાના તમામ લક્ષણો દમ-શ્ર્?વાસને લગતાં હોય છે. જેથી સિંહ જેવા બળવાન લાગતા માનવીને પણ આ રોગ બકરી જેવો રાંક બનાવી મૂકે છે. આ રોગ થવાના કારણો પરત્વે આયુર્વેદ સ્પષ્ટપણે કહે છે કે આ રોગના કારણોમાં ગાગરમાં સાગરભરી દીધો હોય એટલું બધું, ટૂંકમાં કહી જાય છે.
ધૂળ,ધૂણી અને વાતપ્રકોપ, મળદોષ અને મંદાગ્નિ તથા કાસ એટલે ખાંસીનો ઉપદ્રવ જીર્ણ બને તો શ્ર્?વાસનો રોગ થાય છે. માનવ શરીર પ્રાણવાયુથી ટકે છે. અને તેની પૂર્તિ સ્વાભાવિક રીતે જ શ્ર્?વાસોશ્ર્?વાસ દ્વારા થાય છે. શ્વાસની ઝડપી ક્રિયાને પરિણામે પ્રાણવાયુ ખૂબજ ઓછા પ્રમાણમા શરીરને અને વિસ્ફારણ થાય છે. અને એ ક્રિયા વખતે ફેફસાંમાં લોહી આવે છે ને આખા શરીરમાં ફેલાવો પામે છે.
જ્યારે શ્વાસનો ઉપદ્રવ ઉદભવે છે ત્યારે શ્વાસોશ્વાસની ગતિ વૃધ્ધિ પામે છે અને શ્વાસની ગતિ પ્રમાણે હ્રદય આઠથી દસ વાર સંકોચન તથા વિસ્ફારન કાર્ય કરે છે. એથી ફેફસાને પણ લોહી ઝડપથી પહોંચે છે. ત્યારે શ્વાસની ઝડપી ક્રિયાને પરિણામે પ્રાણવાયુ ખૂબ જ ઓછા પ્રમાણમાં શરીરને મળે છે.
એથી આ રોગના રોગીઓ લાંબા શ્વાસોશ્વાસ લેવા માટે તરફડીયા મારતા હોય છે. છતાં પણ પ્રાણવાયુ પૂરતા પ્રમાણમાં ન મળવાથી ફેફસાની કાર્યશક્તિ ક્ષીણ બને છે અને રોગનો ઉપદ્રવ વારંવાર હુમલા રુપે દેખાદે છે. પરિણામે આ રોગનો રોગી ખૂબજ ટૂંકા શ્વાસોશ્વાસ લેવા ફાંફાં મારે છે. જે દર્દીઓને વારંવાર હુમલો થાય છે. તેમના જ શબ્દોમાં વર્ણવીએ તો તેઓ એમ કહેતા હોય છે કે દમ ચડતા અગાઉ ખબર પડી જાય છે કે હવે દમ ચડશે અને તે વખતે પરસેવો થવા માંડે યા તો પેટ જરા ભારે લાગે. સાધારણ અકળામણ જેવું લાગે. આવું થયા પછી છાતી પર ધીમે ધીમે દબાણ જેવું લાગે,
જે વધતુ જાય અને પહેલા શ્વાસ લેવામાં તકલીફ પડે પણ જ્યારે બરાબર હુમલો થાય ત્યારે શ્વાસ લેવા કરતાં કાઢવામાં ખૂબ તકલીફ પડે પણ જ્યારે બરાબર હુમલો થાય ત્યારે શ્વાસ લેવા કરતાં કાઢવામાં ખૂબ તકલીફ પડે અને રાતમાં ઊંઘમાં પણ હુમલો થાય, પરસેવો ખૂબ થાય, અને બેઠા થઇ જવું પડે
અને શ્વાસ લેવામાં અને કાઢવામાં એટલી બધી તકલીફ અને મૂંઝવણ થાય કે દર્દી રાહત મળે એવી આશાએ બારી પાસે દોડી જાય અને શ્વાસ લેવા લગભગ લડાઇ જેવુંજ કરે છે. ગળાના સ્નાયુઓ પણ ખૂબ સંકોચાઇ જતા શ્વાસમાં વૃધ્ધિ કરે છે. ઘણી વાર શરીરનો રંગ ભૂરો પડી જાય છે અને હાથપગ ઠંડા થઇ જાય છે
અને ધીમે ધીમે હુમલાનું જાેર ધીમુ થતું જાય છે, શ્વાસ લેવામાં રાહત થાય અને થોડી ઉધરસ સાથે ગળફા બહાર નીકળે અને ધીમે ધીમે પાછું પૂર્વવત થઇ જાય. હુમલાને અંતે થાકી ગયેલો દર્દી પાછો સૂઇ પણ જાય. જ્યારે હુમલો શમી જાય છે ત્યારે દર્દી એકદમ પૂર્વવત થઇ જાય છે અને જાેનારને ખ્યાલ પણ ના આવે કે થોડા સમય પહેલાં દર્દી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતો હતો.
ઉપચારોઃ પીળો શ્વાસકુઠાર શુધ્ધ મનઃશીલ, કાળા મરી સમભાગે લઇ, વાટી બારીક ચૂર્ણ કરી, બાટલી ભરી લેવી. ૧૨૦.મિ.ગ્રામ ૨૪૦ગ્રામ ત્રણ વખત મધ સાથે લેવાથી શ્વાસનો હુમલો થતો નથી. તદઉપરાંત કૃમિહર યોગ, કૃમિઘ્નવટી, મનઃશિલાદે ઘૃત વગેરે દવાઓ સૂચિત કર્યા પ્રમાણે લેવી. શ્વાસદમન ચૂર્ણઃ શુધ્ધ મનઃશિલ, શેકેલી હિંગ, વાવડિંગ, કઠ, મરી અને સિંધવ સરખે ભાગે લઇ, મેળવી ચૂર્ણ તૈયાર કરવું.
માત્રાઃ એક એક ગ્રામ દિવસમાં બે વાર મધ અને ઘી સાથે.
ઉપયોગઃ આ રસાયનના સેવનથી શ્વાસ, હેડકી અને ખાંસીમાં જલ્દી ફાયદો થાય છે. શ્વાસનો અવરોધ તરત ઓછો થઇ જાય છે તેમ જ હેડકી અને કફ સાથેની ખાંસીનો પણ નાશ કરે છે. ગભરામણ હોય ત્યારે આ ચૂર્ણ તરત ફાયદો કરે છે. આ ઔષધિ દમના હુમલા વખતે શ્વાસના વેગને શમાવવા માટે વાપરવામાં આવે છે.
જાેકે એફેડ્રીન કે જે સોમનું ક્ષારીય સત્વ છે, આ ઔષધિનું સેવન કરવાથી રોગ મટતો નથી. પણ આખી જિંદગીભર વારંવાર તેનું સેવન કરવું પડે છે અને તેની વિપરિત અસરો પણ થાય છે. જ્યારે આયુર્વેદિક દવાથી તરત ફાયદો નથી થતો પણ થઓડો સમય લાગે છે. વળી રોગનીરોધક શક્તિ શિથિલ થતી નથી. કેટલીક વખત આયુર્વેદિક ઔષધિ પરેજી સાથે લેવાથી રોગ હંમેશ માટે પણ મટી જાય છે.