Sidharth shukla નું નિધન થયું તે પહેલા મારા સપનામાં આવ્યો હતો: Asim Riaz
મુંબઈ, જ્યારે પણ Bigg boss 13ની વાત થાય છે, ત્યારે Sidharth Shukla અને Asim Riaz ને અચૂકથી યાદ કરવામાં આવે છે. આ બંને તે સીઝનના ટોપ ૨ કન્ટેસ્ટન્ટ્સમાંથી એક હતી, સિદ્ધાર્થ વિનર બન્યો હતો જ્યારે આસિમ ફર્સ્ટ રનર-અપ બન્યો હતો.
શરૂઆતમાં બંને ખૂબ સારા મિત્રો બન્યા હતા. જાે કે, શો જેમ આગળ વધ્યો તેમ બંનેના મિત્રતા દુશ્મનાવટમાં પરિણમી હતી. બંનેએ એકબીજાના પરિવારને ખૂબ અપશબ્દો પણ કહ્યા હતા. એકસમય એવો પણ આવ્યો હતો જ્યારે હોસ્ટ સલમાન ખાને દખલગીરી કરવી પડી હતી. Before Sidharth shukla passed away came in my dreams: Asim Riaz
હાલમાં એક ઈન્ટરવ્યૂમાં આસિમે શોમાંથી સિદ્ધાર્થ પાસેથી ઘણું શીખવા મળ્યું અને તેના અચાનક નિધનથી એક વ્યક્તિ તરીકે તે કેવી રીતે બદલાઈ ગયો તેના વિશે વાત કરી હતી. સિદ્ધાર્થ કનનને આપેલા ઈન્ટરવ્યૂમાં આસિમ રિયાઝે કહ્યું હતું કે ‘તે મારા સપનામાં આવ્યો હતો.
.@imrealasim uncensored. This is his most unfiltered chat. Don't miss it. Premiers at 4 pm today on my Youtube channel.https://t.co/Q2CFyOxzAN#asimriaz #sidkwithasimriaz #siddharthkannan #sidk pic.twitter.com/3XlNXQDtGi
— Siddharth R Kannan (@sidkannan) February 25, 2023
હું સાચું કહું છું. હું મારા મમ્મી અને ભાઈના સમ ખાવ છું. મારા કઝિને ફોન કરીને મને ન્યૂઝ ચેક કરવા કહ્યું તે પહેલાથી હું જાણતો હતો. તેણે મને કહ્યું નહોતું કારણ કે તે જાણતો હતો કે હું કેટલો ઈમોશનલ અને સેન્સિટિવ છું. મેં ઘરમાં તેની સાથે ઘણા દિવસો પસાર કર્યા હતા.
હું ખરેખર કનેક્ટેડ હતો. બહાર મારા કોઈ મિત્રો નહોતો અને કોઈની સાથે આટલું કનેક્શન અનુભવ્યું નહોતું. આસિમે ઉમેર્યું હતું કે ‘તે મારા સપનામાં આવ્યો હતો. જ્યારે સિદ્ધાર્થે પોતાની આખી ફૂટેજ જાેઈ હતી તો આવીને મને ભેટ્યો હતો. પોતાની તેણે આમ કર્યું હતું.
My chat with @imrealasim is live now. He has spoken about #SidharthShukla, his popularity through Bigg Boss and how his PG stay was made fun of. An absolutely heart-to-heart conversation. Show some love using #sidkwithasimriaz.https://t.co/Q2CFyOxzAN#asimriaz #sidk pic.twitter.com/nptITBoIxY
— Siddharth R Kannan (@sidkannan) February 25, 2023
હું અલ્લાહના સમ ખાઉ છું અને હું જાગી ગયો હતો. હું તમને કહેવા માગુ છું કે, સિદ્ધાર્થના નિધન બાદ મારો કઝિનની ૨૬ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ મારા એક મિત્રએ દુનિયાને અલવિદા કહ્યું હતું. સિદ્ધાર્થ બાદ મેં ચાર વ્યક્તિ ગુમાવ્યા હતા અને મારું જીવન બદલાઈ ગયું હતું.
મને થયું હતું કે હું શું કરી રહ્યો છું? જાે મને કંઈ થઈ જશે તો?. હાર્ટ અટેક આવતા સિદ્ધાર્થ શુક્લાએ સપ્ટેમ્બર ૨૦૨૧માં અંતિમ શ્વાસ લીધા હતા, તે સમયે તેની ઉંમર માત્ર ૪૦ વર્ષ હતી. તેના નિધનના સમાચાર સાંભળીને આસિમ રિયાઝ તરત જ તેના અંતિમ દર્શન કરવા અને સાંત્વના પાઠવવા પહોંચી ગયો હતો.
આટલું જ નહીં, સિદ્ધાર્થની અંતિમ વિધિ થઈ ત્યારે પણ તે વરસતા વરસાદની વચ્ચે તે સ્મશાનમાં બેસી રહ્યો હતો. એક તરફ સિદ્ધાર્થની સળગતી ચિતા અને એકબાજુ આઘાતમાં સરી પડેલો આસિમ… આ તસવીર ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી અને તે જાેઈને ફેન્સની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.SS1MS