ચુંટણી પહેલા ભાજપના ધારાસભ્ય ગોપાલકૃષ્ણ કોંગ્રેસમાં જોડાયા
બેંગ્લુરૂ, કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય એન વાય ગોપાલકૃષ્ણ સોમવારે કોંગ્રેસમાં જાેડાયા છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે સોમવારે કહ્યું હતું કે ૧૦ મેની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને જનતા દળના ઘણા ધારાસભ્યો કોંગ્રેસમાં જાેડાઈ રહ્યા છે, જે એ બાબતવો પુરાવો છે કે લહેર પાર્ટીની તરફેણમાં છે.
કુદલિગી મતવિસ્તારના વર્તમાન ભાજપના ધારાસભ્ય એનવાય ગોપાલકૃષ્ણને પાર્ટીમાં સામેલ કર્યા પછી તેમના ભાષણમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે. ગોપાલકૃષ્ણએ ગયા શુક્રવારે જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. શિવકુમારે કહ્યું, “ભાજપ અને જેડી(એસ)ના ઘણા નેતાઓ અમારા દરવાજા ખટખટાવી રહ્યા છે. આ એ વાતનો પુરાવો છે કે રાજ્યની જનતાનો અવાજ કોંગ્રેસની તરફેણમાં છે અને સત્તા તરફનો અમારો રસ્તો સાચી દિશામાં છે.
અહીં પત્રકારો સાથે વાત કરતા શિવકુમારે કહ્યું કે ગોપાલકૃષ્ણએ ભાજપના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે કોંગ્રેસમાં જાેડાઈ ગયા છે. તેમણે કહ્યું કે તે જ રીતે જેડી(એસ)ના ધારાસભ્ય કે. એમ. શિવલિંગે ગૌડાએ પણ રાજીનામું આપી દીધું છે અને તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જાેડાશે. ભાજપ અને જેડી(એસ)ના નેતાઓ સ્વેચ્છાએ કોંગ્રેસમાં જાેડાઈ રહ્યા છે, કેપીસીસીના વડા કહે છે, ‘ડબલ એન્જિન સરકારની નિષ્ફળતા’ને કારણે લોકોએ બદલવાનું મન બનાવ્યું છે તેનો ‘મોટો પુરાવો’ છે.”HS1MS