ખોડલધામમાં ચૂંટણી પહેલા પાટીદાર સમાજ શક્તિપ્રદર્શન કરશે
અમદાવાદ, ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજ શક્તિ પ્રદર્શન કરશે. ૯ ઓક્ટોબરે ખોડલધામમાં પાટીદાર મહાસભાનું આયોજન કરવામાં આવશે. ખોડલધામના નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને આ મહાસભા યોજાશે.
આ મહાસભામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના રાજકીય આગેવાનોને આમંત્રણ અપાઈ શકે છે. તો રાજ્યભરથી પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે. હાલ મહાસભા માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી તમામ પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ તો બન્યો છે, સાથે સાથે વિવિધ સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન થતા હવે કાંટાની ટક્કર સર્જાશે તેવો ઘાટ ઘડાયો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીને અંતર્ગત તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓની મુલાકાતો પણ વધી ગઈ છે. તો બીજી તરફ વિવિધ વાયદાોની જાહેરાતો પણ થઈ ગઈ છે. તો હવે આવનરા દિવસોમાં કયો પક્ષ ફાવી જશે અને કયો પક્ષ ઉંધા માથે પટકાશે એ તો મતદારો નક્કી કરશે.HS1MS