રજનીકાંતની સાદગી આગળ ભલભલા એક્ટર પાછા પડે
મુંબઈ, રજનીકાંતનો એક વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં તમે રજનીકાંતની સાદગી જોઇને છક થઇ જશો. રજનીકાંતનો આ લેટેસ્ટ વિડીયો જોઇને ફેન્સ વખાણ કરી રહ્યા છે. રજનીકાંત દુનિયા ભરમાં ફિલ્મો સિવાય પોતાના શાંત અને સાદગીના સ્વભાવને કારણે પોપ્યુલર છે. સુપર સ્ટારની કોઇ પણ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં લોકોની વચ્ચે જબરજસ્ત ક્રેઝ જોવા મળતો હોય છે.
હંમેશાની જેમ આ વખતે પણ રજનીકાંતની સાદગી જોવા મળી છે. રજનીકાંતની સાદગી જોઇને તમે પણ ખુશ થઇ જશો અને સલામ ભરશો. સોશિયલ મિડીયામાં લોકો રજનીકાંતના ખૂબ વખાણ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે રજનીકાંતે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરીને લોકોનું દિલ જીતી લીધુ છે.
ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા રજનીકાંતને જોતા ફ્લાઇટમાં બેઠેલા લોકો ખુશ થઇ ગયા અને એક્ટર સાથે ફોટો ક્લિક કરવા લાગ્યા. આ સમયે લોકોએ એક્ટરની સાથે વાતચીત પણ કરી. આ સાથે કેટલાક યુઝર્સે વિડીયો બનાવીને એમની પર્સનાલિટીના વખાણ પણ કર્યા છે. રજનીકાંતના આ વિડીયોએ લોકોનું દિલ જીતી લીધુ છે.SS1MS