Western Times News

Gujarati News

ઉનાળાની શરૂઆત થતા પહેલા લીંબુના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદ, ઉનાળાની શરૂઆત હજુ થઇ નથી, તે પહેલા લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. ભાવનગરની બજારમાં એક કિલો લીંબુનાં ૮૦ રૂપિયાથી લઇને ૧૦૦ રૂપિયા ભાવ છે. ગરમીથી રાહત આપતા પીણાં પણ લીંબુના કારણે મોંઘા થઈ ગયા છે. Before the start of summer, lemon prices skyrocketed

ઉનાળાની હજુ તો શરૂઆત થઈ રહી છે. ત્યારે ગરમીમાં લોકો ઠંડક મેળવવા માટે ઠંડાપીણા, રસ અને લીંબુ શરબતનો ઉપયોગ કરે છે. ત્યારે ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લીંબુની માંગ વધી ગઇ છે. ઉનાળાની ગરમી વધશે. તેમ લીંબુની માંગ પણ વધશે. જેને લઈ આગામી સમયમાં ભાવ વધારો થાય તેવી શક્યતા છે. ભાવનગર જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર હજી પણ જાેવા મળી રહી છે.

જેના કારણે ૭૦% લીંબુનું ઉત્પાદન ઘટી ગયું છે. હજી તો ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ બજાર ભાવમાં અત્યારે લીંબુના ભાવ ૮૦ રૂપિયાના કિલો છે.

રિટેલમાં અત્યારે ૮૦થી લઈને ૧૦૦ રૂપિયાના કિલો વેચાઈ છે.જ્યારે જથ્થાબંધમાં મણના ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા બોલાઈ છે. ભાવનગરના સિહોર, ઘોઘા, પાલીતાણા સહિતના તાલુકામાં લીંબુનો ઉત્પાદન થાય છે.

સરેરાશ વાત કરીએ તો હજુ આકરા તાપ પડવાની શરૂઆત જ થઈ નથી, ત્યાં લીંબુના ભાવમાં દિવસ ને દિવસે વધારો થઈ રહ્યો છે. યાર્ડના વેપારીઓ નું માનવું છે કે, આવનારા બે મહિનામાં લીંબુના ભાવ ૧૫૦ ને પાર થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.