પાકિસ્તાનમાં ભિખારીએ ભીખ માંગીને હવેલી વસાવી અને SUV ખરીદી

ભીખારીના દેશમાં ભીખારીઓને જલસાઃ મલેશીયાથી પપ પાકિસ્તાની ભિખારીઓ અને યુએઈથી ૪૯ ભીખારીઓને પાકિસ્તાન પાછા મોકલવામાં આવ્યા છે.
(એજન્સી)નવીદિલ્હી, પાકિસ્તાનમાં ભીખ માંગવી એક ધંધો બની ગયો છે.ઘણા લોકો ભીખ માંગીને વૈભવી જીવન જીવી રહયા છે. આ સ્થિતી ત્યારે છે. જયારે પાકિસ્તાન દેવામાં ડૂબેલું છે. અને ઉધાર લીધેલા પૈસા પર ચાલી રહયુંછે.
પાકિસ્તાનને તાજેતરમાં આઈએમએફ તરફથી બેલઆઉટ પેકેજ મળ્યું છે. પાકિસ્તાનમાં ભિખારીઓની સ્થિતી એવી છે કે તેમાંથી ઘણા લોકો વિશ્વનો અન્ય દેશોમાં જઈને ભીખ માંગી રહયા છે.
પાકિસ્તાને પણ સ્વીકાર્યુું છે કે તેના દેશમાં ભિખારીઓની સંખ્યા વધી રહી છે. ઈકોનોમીક ટાઈમ્સ અનુસાર, પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ ર૦ર૪ થી અત્યાર સુધીમાં પ૦૦૦ થી વધુપાકિસ્તાની ભીખારીઓને વિવિધ દેશોમાંથી પાછા મોકલવામાં આવ્યા છે.
ફેબ્રુઆરીમાં એક વીડીયો વાયારલ થયો હતો. આમાંએક પાકિસ્તાની મહીલાએ જણાવ્યું કે લગ્નના થોડા મહીના પછી તેને ખબર પડી કે તેના સાસરીયાઓની હવેલી એસયુવી, સ્વીમીગ પુલ અને અન્ય લકઝરી વસ્તુઓ ભીખ માંગીને ખરીદવામાં આવી છે. આ પાકિસ્તાની મહીલા વ્યવસાય ડોકટર છે. તેણીના લગ્ન એક શ્રીમંત ભીખારી પરીવારમાં થયા હતા.
ભીખ માગીને અપાર સંપત્તિ કમાઈ પાકિસ્તાની ભિખારીઓએ ભીખ માંગીને પુષ્કળ સંપત્તિ કમાઈ છે. એટલું જ નહી ઘણા પાકિસ્તાનની ભીખારીઓ વિદેશ ગયા અને ત્યાં પણ ભીખ માંગી. આ રીતે તેણે વધુ સંપત્તિ ભેગી કરી. તેમનુંબીઝનેસ મોડેલ લોકોને આશ્ચર્યચકિત કરે છે. છેલ્લા ૩ વર્ષમાં વિશ્વભરના પ૦ હજાર પાકિસ્તાનીઓ ભીખ માંગતા જોવા મળ્યા.
પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં રજુ કરાયેલા લેખીત નિવેદન મુજબપ ર૦ર૪થી કુલ પ,૪૦ર પાકિસ્તાની ભીખારીઓને વિદેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. અને સાઉદી અરેબીયા, ઈરાક, મલેશીયા, યુએઈ., કતાર અને ઓમાન એવા કેટલાક દેશો છે. જયાંથી પાકિસ્તાની ભીખારીઓને પકડીને ભગાડવામાં આવ્યા છે.
મોટાભાગના ભીખારીઓને સાઉદી અરેબીયાથી પાછા મોકલી દેવામાં આવ્યા છે. સાઉદી અરેબીયાથી ૪,૪૯૮ અને ઈરાકથી ર૪ર ભીખારીઓઅને પાકિસ્તાન પાછા મોકલવામાં આવ્યા હતા. તેવી જ રીતે મલેશીયાથી પપ પાકિસ્તાની ભિખારીઓ અને યુએઈથી ૪૯ ભીખારીઓને પાકિસ્તાન પાછા મોકલવામાં આવ્યા છે.