ચોમાસામાં બીમારીથી બચવા ફાયદાકારક ખાદ્યપદાર્થો
વર્ષાઋતુમાં ઈમ્યૂન સિસ્ટમ નબળી પડતી હોવાથી બીમાર પડવાની શકયતા વધી જાય છે. તેથી આ ઋતુમાં સ્વાસ્થ્યની વધુ કાળજી રાખવી પડે છે. ચોમાસામાં ફલુ, સામાન્ય શરદી, ઉધરસ, ગળામાં તકલીફ થતી જાેવા મળે છે.
આ ઉપરાંત પેટની સમસ્યાઓ પણ વધુ લોકોમાં જાેવા મળતી હોય છે. તેથી જ ચોમાસામાં ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા પર ભાર આપવામાં આવે છે.
ઈમ્યૂન સિસ્ટમને સુધારવા માટે રોજિંદા આહારમાં ચોકકસ ખાદ્યપદાર્થોને સામેલ કરવા જાેઈએ જેથી ચોમાસામાં થતી સામાન્ય બીમારીઓનો સામનો ન કરવો પડે.
કાળા મરી ઃ કાળા મરી અથવા પાવડરમાં કાર્મિનેચિવ ગુણ સમાયેલા હોય છે. જે આંતરડામાંના ગેસ અને અન્ય ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલની સંભાવનાઓને ઓછી કરે છે. તેમાં એન્ટી-ઈન્ફલેમેટરી, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટિ બેકટેરિયલ અને તાવને ઓછો કરવાના ગુણ સમાયેલા હોય છે. આ ઉપરાંત તે રોગ પ્રતિરોધક શક્તિ પણ વધારે છે.
આદું ઃ આદુમાં જિંજરોલ, પૈરાડોલ, સેસકિવ્ટરપેન, શોગોલ અને જિજરોન હોય છે. આ દરેક પોષક તત્વોમાં શક્તિશાળી એન્ટી ઈન્ફેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ સમાયેલા હોય છે. આદુના સેવનથી શરદી અને ફલુને દુર રાખવાના ગુણ છે.
તુલસી ઃ તુલસી તનાવને દૂર કરીને ઉર્જાના સ્તરને વધારે છે. તુલસીમાં એન્ટી એજિંગ ગુણ પણ સમાયેલા હોય છે એટલું જ નહી તેમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી ઈન્ફેલેમેટરી ગુણ પણ જાેવા મળે છે, જે શરીરમાંના હાનિકારક તત્વો સામે રક્ષણ આપે છે.
હળદર ઃ હળદર એક સુપર્બ હર્બ છે તેમાં કોઈ શંકા નથી તેના એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી બેકટેરિયલ અર્ક ઈન્ફેકશન સામે લડવાની શક્તિ આપે છે. વિટામિન અને ખનીજાેથી ભરપુર આ મસાલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.
લસણ ઃ લસણને રોજિંદા આહારમાં સામેલ કવરું જાેઈએ. ખાસ કરીને ચોમાસામાં લસણ અવશ્ય ખાવું જાેઈએ.
લસણમાં એલિસિન નામનો કમ્પાઉન્ડ સમાયેલા હોય છે, જે ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદ કરે છે તેમજ અન્ય ઈન્ફેકશનોથી પણ રક્ષણ આપે છે.
વરસાદમાં ભીંજાવાથી ત્વચા સંબંધી વિવિધ સમસ્યાઓ થાય છે જેમાં શરીર પણ દાણા થવા, શરીર ભીનું રહેવાને કારણે ધાધર-ખંજવાળ થવાની શકયતા રહે છે જેથી વરસાદમાં ભીંજાય પછી સ્નાન કરવું મહત્વનું છે.
સ્નાનના પાણીમાં ચોકકસ વસ્તુઓ ભેળવવાથી તાજગી આવે છે તેમજ ત્વચા માટે પણ ફાયદાકારક છે.
લીમડાનો બાથ ઃ ત્વચા સંબંધિત સમસ્યા માટે લીમડાનો બાથ ઉત્તમ છે. ખાસ કરીને શરીર પર ફોડલા, ફોડલી અને ગુમડા પર અસરકારક છે લીમડા તેમજ ફુદીનાના પાનને ઉકાળી પાણી ઠંડુ થાય પછી સ્નાન કરવું.