Western Times News

Gujarati News

મૂત્રાશયના કેન્સર માટે રોબોટિક સર્જરીના ફાયદા

તમાકુનું સેવન (ધૂમ્રપાન/ચાવવા) અને રસાયણોનો સંપર્કમાં આવવાથી મૂત્રાશયનું કેન્સર થાય છે.

દર્દીને ઓપન સર્જરીની તુલનામાં રોબોટીક સર્જરીમાં ખૂબ ઓછા દુખાવાનો અનુભવ થાય છે અને ઝડપથી સ્વસ્થ થઈ પણ જાય છે.

આપણામાંથી ઘણા લોકોને પેશાબ કરતી વખતે થોડો દુખાવો, બળતરા અથવા બેચેનીનો અનુભવ થવો એ સામાન્ય વાત છે. તેને હંમેશા ડિહાઇડ્રેશન અથવા પેશાબની નળીઓના સંક્રમણ માટે જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ,  જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ છે

અને વારંવાર પેશાબમાં લોહીના નિશાનો સાથો-સાથ સતત આ પ્રકારના લક્ષણોથી પીડિત હોવ તો તમારા ડૉક્ટરને આ પરિસ્થિતિથી વાફેક કરવાનો તેમજ ડોક્ટર પાસે જવાનો સમય આવી ગયો છે. Benefits of Robotic Surgery for Bladder Cancer says  Dr. Hemang M. Bakshi  Uro Oncholigist and Robotic Surgeon HCG Cancer Centre Ahmedabad Gujarat

મૂત્રાશયના કેન્સરના લક્ષણો વારંવાર UTI (યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન)ની નકલ કરે છે અને ઘણા દર્દીઓ નિદાનમાં વિલંબ કરે છે અને ઘરેલું ઉપચાર અથવા તો સ્વ-દવાઓનો આશરો લે છે.  જો શરૂઆતના તબક્કમાં જ આનો ખ્યાલ આવી જાય તો મૂત્રાશયના કેન્સરને મટાડી શકાય છે. એડવાન્સ રોબોટિક સર્જરી હવે દર્દીઓ માટે એક વરદાન સાબિત થઇ રહી છે.

તમાકુનું સેવન (ધૂમ્રપાન/ચાવવા) અને રસાયણોનો સંપર્કમાં આવવાથી મૂત્રાશયનું કેન્સર થાય છે. વિશિષ્ઠ લક્ષણોમાં પેશાબમાં લોહી અથવા પીડા રહિત હેમે ટુરિયા, વારંવાર અને પીડાદાયક પેશાબ અને બેચેનીનો સમાવેશ થાય છે. સીટી-સ્કેન, એમઆરઆઈ, પીઈટી સ્કેન વગેરે અને સિસ્ટોસ્કોપિક બાયોપ્સી સહિત ઇમેજિંગ પરીક્ષણો દ્વારા મૂત્રાશયના કેન્સરને શોધી કાઢવામાં આવે છે.

યુરોલોજિસ્ટ કેન્સરના સ્ટેજ અને સ્થાનના આધારે સર્જીકલનો નિર્ણય નક્કી કરે છે. સૌથી સામાન્ય મૂત્રાશયના કેન્સર સર્જરીમાં બ્લેંડર ટ્યુમર, સિસ્ટેક્ટોમી, નિયોબ્લાડર રિકન્સ્ટ્રક્શન, ઇલિયલ કન્ડ્યુટ અને કોન્ટિનેંટ યુરિનરી રિસર્વોયરનો સમાવેશ થાય છે. તબીબી પ્રગતિ આગળ વધવાની સાથે લેટેસ્ટ ટેક્નીક રોબોટિક સર્જરી પણ ઉપલબ્ધ થઇ રહી છે.

મૂત્રાશયના કેન્સરની સારવાર માટે રોબોટિક સર્જરી :-

રોબોટિક બ્લેંડર સર્જરી અને બ્લેંડર રિકન્સ્ટ્રશન સર્જરીએ છેલ્લા કેટલાક દાયકાઓમાં એક લાંબી સફર કરી છે. રોબોટિક સર્જરી રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરવા માટે જાણિતી એક અદ્યતન સર્જિકલ પ્રક્રિયા છે. આ અદ્યતન ટેકનિક સર્જનને એ ક્ષેત્રો સુધી પહોંચાડવામાં મદદ કરે જે લેપ્રોસ્કોપી જેવી અન્ય ન્યૂનતમ ઇનવેસિવ પ્રક્રિયોઓમાં સીમિત છે.

થોડાક સમય પહેલા પેટમાં એક મોટો ચીરો કરીને આક્રમક દૃષ્ટિકોણના માધ્યમથી સિસ્ટેક્ટોમી કરવામાં આવતી હતી. લેપ્રોસ્કોપી ન્યૂનતમ ઇનવેસિવ છે, આમાં સાધનોની મર્યાદા હોય છે જેનાથી સર્જરીમાં ટાંકા લેવા વધારે મુશ્કેલ બની જાય છે.

રોબોટિક સર્જરી 360 ડિગ્રી રેન્જ મોશન અને 7 ડિગ્રી ફ્રિડમની સાથે વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરે છે જેનાથી સર્જરી વધુ સટિક અને સરળ થઇ જાય છે.

આ અત્યંત અદ્યતન સર્જિકલ પ્રક્રિયા દરમ્યાન રોબોટિક રેડિકલ સિસ્ટેક્ટોમી નિષ્ણાત યુરો ઓન્કો-સર્જન નાના સર્જીકલ સાધનો અને નાના કેમેરાના માધ્યમથી પેટમાં થોડા નાના ચીરો લગાવે છે. રોબોટિક આર્મ્સ દ્વારા સંચાલિત મૂત્રાશયને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે અને સર્જન દ્વારા દૂર કરવામાં આવે છે.  સર્જન પ્રોસ્ટેટ, સેમિનલ વેસિકલ્સ, પુરૂષોમાં વાસ ડેફરન્સ અને સ્ત્રીઓમાં પ્રજનન અંગો જેવા નજીકના અંગો દૂર કરી શકે છે.

બ્લેડર કેન્સર સર્જરીમાં રોબોટિક્સનો વાસ્તવિક લાભ રોબોટ દ્વારા દર્દીના આંતરડામાંથી એક નવા મૂત્રાશયના સ્વરૂપમાં છે જેને નિયોબ્લેડર કહેવામાં આવે છે.  આ જટિલ સર્જરી તકનીકી રૂપની માંગણી કરે છે મોટા ચીરાથી બચાવે છે અને જટિલતા દરને ઘટાડે છે.

મૂત્રાશય દૂર કર્યા પછી એક ઇલિયલ નળી બનાવીને પેશાબનુ પુનઃનિર્માણ પણ કરી શકાય છે. આ  નાના આંતરડાના એક ભાગનો ઉપયોગ કરે છે જેને ઇલિયમ કહેવામાં આવે છે. જે મૂત્રનલિકાઓને પેટના ક્ષેત્રમાં સર્જિકલ દ્વારા નિર્મિત માર્ગ બનાવે છે  જેને સ્ટોમાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.

રોબોટિક બ્લેડર સર્જરીના ફાયદા :-

આ અતિ અદ્યતન, ન્યૂનતમ ઇનવેસિવ સર્જરી બ્લેડર કેન્સરના દર્દીઓ માટે વરદાન છે એટલું જ નહી આના ફાયદાઓ પણ ખૂબ છે.

સટીક પહોંચ : 3D-હાઈ-ડેફિનેશન વ્યુ હેઠળ સર્જન અત્યંત નાજુક ચીરો, વિચ્છેદન અને ટાંક લગાવામાં સક્ષમ થશે

ઓછો દુખાવો : દર્દીને ઓપન સર્જરીની તુલનામાં ખૂબ ઓછા દુખાવાનો અનુભવ થાય છે અને ઝડપથી સ્વસ્થ થઈ પણ જાય છે.

ન્યૂનતમ રક્ત નુકશાન : આ ન્યૂનતમ આક્રમક સર્જિકલ પ્રક્રિયા ખૂબ ઓછું રક્ત નુકશાનની ખાતરી આપે છે.

ટૂંકાગાળા માટે હોસ્પિટલમાં રોકાણ : ઝડપી રિકવરી થવાની સાથે દર્દીને સર્જરીના થોડાક દિવસોની અંદર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે.

મૂત્રાશયના કેન્સર માટે રોબોટિક સર્જરી એક સુરક્ષિત તેમજ  આશાજનક સ્વીકૃતિ પ્રાપ્ત કરી રહી છે જે દર્દીની ઝડપી રિક્વરી અને વધુ સારા પરિણામો અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાની ખાતરી પણ આપે છે.

ડૉ. હેમાંગ.એમ.બક્ષી, યુરો ઓન્કોલોજિસ્ટ અને રોબોટિક સર્જન, HCG  કેન્સર સેન્ટર, અમદાવાદ 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.