Western Times News

Gujarati News

બેંગલુરુમાં લોકોને કેમ આવી રહ્યાં છે સ્ટેટિક શોક

નવી દિલ્હી, બેંગલુરુમાં વિજળીના સ્પાર્ક થવાની ઘટનામાં સતત વધારો થયો છે. સ્પાર્કમાં પણ સતત વધારો થતો જાેવા મળી રહ્યો છે. બેંગ્લોરના રહેવાસીઓ છેલ્લા 15 દિવસથી આ પ્રકારના આંચકામાં અચાનક વધારો થવાની ફરિયાદ કરી રહ્યા છે. લોકોની આ પ્રકારની ફરિયાદો બાદ ડોકટરો અને વૈજ્ઞાનિકો આ ઘટના પ્રવર્તમાન હવામાનને કારણે હોવાનુ જણાવી રહ્યાં છે. BENGALURU RESIDENTS FACING STATIC SHOCKS

અહેવાલ મુજબ વિક્રમ હૉસ્પિટલના મેડિકલ વિભાગના વડા ડૉ કે એમ મંજુનાથે જણાવ્યું હતું કે, હાલ જાે પણ અનુભવ લોકોને થઈ રહ્યાં છે તેના માટે કોઈ ચોક્કસ સ્પષ્ટતા હજી થઈ નથી. હજી પણ શહેરમાં શિયાળો સંપૂર્ણ પણે પૂરો થયો નથી અને સવારના સમયે હજી પણ ઠંડીનો અનુભવ થાય છે.

શિયાળા દરમિયાન સ્ટેટિક ઇલેક્ટ્રિક શોક જાેવા મળતો હોય છે. અમેરિકામાં ઠંડીની મોસમમાં મેં ઘણી વખત તેનો અનુભવ કર્યો છે. જ્યારે કોઈ વ્યક્તિએ પોલિસ્ટરના કપડા પહેર્યા હોય તો આવું ખાસ થું હોય છે. અન્ય એક ડૉક્ટરે નામ ન આપવાની શરતે જણઆવ્યું છે કે, શિયાળાથી ઉનાળામાં બદલાતા હવામાન આ ઘટનાઓનું કારણ હોઈ શકે છે.

IISc વૈજ્ઞાનિક પ્રોફેસર જેએમ ચંદ્ર કિશને જણાવ્યું હતું કે, સ્ટેટિક ચાર્જ એક ઑબ્જેક્ટથી બીજા ઑબ્જેક્ટમાં ટ્રાન્સમિટ થતો હોય છે. તેઓ કહે છે કે, જાે તમે અચાનક ઊન સાથે કાચની રોડને સ્પર્શ કરાવશો તો આવું થશે. જે લોકો વૂલન કપડાં પહેરે છે તેમને આ પ્રકારની ઘટનાનો વધુ અનુભવ થશે. સ્ટેટિક ચાર્જ અંતમાં જમીનમાં સમાય જાય છે પરંતુ તે પહેલાં માધ્યમથી પસાર થઈ જાય છે.

વ્હાઈટફિલ્ડમાં રહેતા કોમ્યુનિકેશન પ્રોફેશનલ ટીનુ ચેરિયન અબ્રાહમે જણાવ્યું હતું કે, અમે ઘરે એકબીજાને મોટા શોક આપી રહ્યા છીએ. ક્યારેક જ્યારે એકબીજાને સ્પર્શ કરીએ છીએ ત્યારે અમે સ્પાર્ક પણ જાેઈ શકીએ છીએ. મેં વિચાર્યું કે કોઈ સમસ્યાને કારણે આવું ફક્ત અમારા જ ઘરમાં થઈ રહ્યું હતું. જાે કે પછીથી મને જાણવા મળ્યું કે બેંગલુરુમાં ઘણા લોકો આનો સામનો કરી રહ્યા છે.

મેં આ પહેલા ક્યારેય આવી વસ્તુ જાેઈ નથી. આકાંક્ષા ગૌર જે એક ક્રિએટિવ ડિરેક્ટર છે તેમએ ટ્‌વીટ કર્યું કે બેંગલોરના લોકો, શું તમને થોડા દિવસોથી મેટલને સ્પર્શ કરવા પર સ્ટેટિક શોક લાગી રહ્યાં છે? મારા ઘણા મિત્રો આનો અનુભવી કરી રહ્યા છે.

દરવાજાે ખોલતી વખતે મેં એક નાનકડી સ્પાર્ક જાેઈ. આ ટિ્‌વટ પર લોકો દ્વારા પોતાના અનુભવો જણાવવામાં આવ્યા અને ટ્‌વીટને ખૂબ શેર પણ કરવામાં આવી હતી. આ ટ્‌વીટના જવાબ આપતા પૂર્ણિમા પ્રભુએ કહ્યું કે કારના દરવાજાને અડતી વખતે અને પુત્રીના વાળમાં તેલ લગાવતી વખતે તે આનો અનુભવ ખાસ કરે છે.

રાકેશ શર્માએ ઉમેર્યું, “હું છેલ્લા ૧૦ દિવસથી આનો અનુભવ કરી રહ્યો છું. તે એક દિવસ પહેલા પણ બન્યું હતું જ્યારે મેં મારી કારની ચાવી પાર્કિંગ માટે વેલેટને આપી હતી. લોકોએ વ્યક્તિઓ વચ્ચે ઉડતી રોમેન્ટિક સ્પાર્ક્‌સની વાત કરીને સોશિયલ મીડિયા પર પણ મજાક મસ્તી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.