વરસાદની સીઝનમાં ફરવા માટેના મહારાષ્ટ્રના ઉત્તમ સ્થળો
આમ પણ વરસાદની ઋતુ દરમિયાન હોટલો પણ ડિસ્કાઉન્ટ આપે છે અને આ મોસમમાં ટેકિંગનો લહાવો જ કઈ અનોખો છે.
આહ્લાદક વર્ષાઋતુનું આગમ થઈ ચૂકયું છે. ચાતકના પ્રતિક્ષાનો તો અંત આવી ગયો છે. સાથે સાથે મોર અને કોયલ પણ વર્ષાના વધામણા લઈને આવી પહોંચ્યા છે. છાનો છપનો મેહુલિયો આવી ધરાને પોતાના સ્નેહમાં ભીંજવી રહ્યો છે. મેહુલિયાના સ્નેહમાં તરબોળ બની ધરાએ લીલી ચુંદડી ઓઢી લીધી છે.
આવા રોમેન્ટિક વાતાવરણમાં પ્રિય પાત્ર સાથે દરિયા કિનારાના ઉછળતા મોજા કે લીલીછમ વનરાજી થઈ છવાયેલા ડુંગરા કે પછી ખળખળ વહેતા ઝરણાં કે ધોધ નિહાળવાનો લહાવો લેવાનું મન ન થાય તો નવાઈ !
આમ પણ વરસાદની ઋતુ દરમિયાન હોટલો પણ ડિસ્કાઉન્ટ આપે છે અને આ મોસમમાં ટેકિંગનો લહાવો જ કઈ અનોખો છે. આ ઋતુમાં વન ડેમ અને બુશી ડેમની મુલાકાત એક વિસ્મરણીય અનુભવ પુરો પાડશે એ વાતમાં કોઈ શંકા નથી. સ્કૂલો ખુલવાને કારણે દુરના સ્થળો પર જવું શકય ન હોવાથી મોટાભાગના લોકો મુંબઈની નજીકના સ્થળો પર વિક એન્ડ મનાવવા જવાનું પસંદ કરે છે.
આ ઋતુમાં ખંડાલા-લોનાવાલા ઘાટની શોભા ખૂબ જ સુંદર હોય છે. ઘાટમાંથી પસાર થતી વખતે અસંખ્ય ધોધ અને ઝરણા રંગબેરંગી પુષ્પો મનને તાજગીથી ભરી દે છે. નિસર્ગપ્રેમીના પ્રવાસ માટે આ ઋતુથી શ્રેષ્ઠ બીજી એકેય મોસમ નથી. પ્રાકૃતિક સૌદર્યના ચાહકો માટે અહી કેટલાક સ્થળો અંગેની માહીતી આપવામાં આવી છે.
ગોવા ઃ સાધારણ રીતે ગોવા તેના દરિયા કિનારાઓ માટે પ્રખ્યાત છે. પરંતુ ગોવાનો અંતરિયાળ વિસ્તાર હરિયાળીથી ભરેલો છે. નાળિયેરી કાજુના વૃક્ષોના ઝુંડ, કેળા અને ફણસના રોપા જોવા મળશે. સૂરજ દરિયા અને માટીની આ ભુમિમાં ચોમાસા દરમિયાન છવાયેલી હરિયાળી પણ મન હરી લેશે.
ગોવામાં લગભગ પ૦૦ હોટેલો છે. મુલાકાતીઓના ખિસ્સા પર આધારિત આ હોટલોમાં જોઈતી સુવિધાઓ ઉપલબ્ધ છે. ચોમાસા દરમિયાન પંચતારક રિસોર્ટ, લોજ અને ગોવામાં ઘરમાં પેઈંગ ગેસ્ટ દરોમાં લગભગ પ૦ ટકા જેટલો ઘટાડો કરવામાં આવે છે.
તાજગ્રુપની હોટેલોમાં ચોમાસા દરમિયાન ફોર્ટ એગુડા બીચ રિસોર્ટમાં ત્રણ રાત્રિ ગાળવા માટે લગભગ અગિયાર હજાર ચુકવવા પડે છે, જયારે તાજ હોલિડે વિલેજમાં ડબલરૂમ માટે રૂ.દસ હજાર આપવા પડે છે, જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો સમાવેશ થાય છે.
માથેરાન ઃ મુંબઈગરા માટે તો માથેરાન ખૂબ જ નજીકનું હવાખાવાનું સ્થળ છે. લોકલ ટ્રેન દ્વારા નેરળ પહોંચી ત્યાંથી મિનિ ટ્રેન પકડી માથેરાન પહોંચતા ઝાઝી વાર લાગતી નથી. ૮૦૦ મીટર ઉંચાઈ પર આવેલું હોવાથી માથેરાનમાં ઉનાળા દરમિયાન તો લોકો જાય છે પરંતુ ગ્રીષ્મમાં થતી ગરદીથી બચવા અને માથેરાનમાં કુદરતી સૌદર્યનું માન કરવા વરસાદની મોસમ ઉત્તમ છે.
મીની ટ્રેનમાં બેસીને માથેરાન પહોંચતી વખતે જોવા મળતો પ્રાકૃતિક સૌદર્યનો નજારાનું વર્ણન શબ્દોમાં શકય નથી. પરંતુ તમારામાં સાહસિક વૃત્તિ હોય તો ૧૧ કિ.મી. ટ્રેકિંગ કરીને જવાનો લ્હાવો ચુકવા જેવો નથી. પ્રદુષણ મુકત અને શાંતસ્થળની મુલાકાત લેવી હોય તો માથેરાન પર પસંદગી ઉતારવામાં થાપ ખાવાની શકયતા નથી. કોટેજ અને ડબલ રૂમ મળી શકે છે.
ઔરંગાબાદ ઃ મોગલ શહેનશાહ ઔરંગઝેબના જમાનાની ઝાંખી કરાવતા ઔરંગાબાદમાં તાજમહાલની પ્રતિકૃતિ સમોબીબી-કા-મકબરા મોગલ જમાનાના બેનમૂન કલાસ્થાપત્યની એક યાદગાર નિશાની છે. આ ઉપરાંત પાનચક્કી તેમજ ઔરંગાબાદની ગુફાઓ અનુક્રમે ૧૭મી સદી અને ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીના બાંધકામો છે આ ઉપરાંત ઈલોરા- અજંટાની પ્રખ્યાત ગુફાઓ પણ અહીંથી ઘણી નજીક આવેલી છે.
ઔરંગાબાદ અને અજંટા ત્રણ કિ.મી.ના અંતરે આવેલી છે. ઔરંગાબાદ અને અજંટા ખાતેના એમટીડીસી રિસોર્ટમાં રૂ.૧પ૦૦થી ર૦૦૦માં સારા ખર્ચતા સારા એવા પેકેજ મળે છે.
લોનાવાલા ઃ મુંબઈથી ત્રણ કલાકને અંતરે આવેલા લોનાવાલા હવા ખાવાનું એક ખુબસુરત સ્થળ છે. શનિ-રવિની રજાઓ દરમિયાન લોનાવાલા જઈને સપ્તાહભરનો થાક ઉતારી પાછા આવી શકાય છે. અને એમાં વરસાદની ઋતુ દરમિયાન લોનાવાલાની સફરની મજા જ કઈ ઓર છે. આ ઉપરાંત નજીક આવેલા ખંડાલાની મુલાકાત લઈ એક કાંકરે બે પક્ષી મારવાનો અવસર ખોવા જેવો નથી.
અહીંની ઘણી હોટેલોમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. ખાસ ચોમાસા માટે કપલ દીઠ રૂ.દસ હજારમાં બે રાત્રિ અને ત્રણ દિવસ રહેવાની સગવડ આપવામાં આવે છે.
મુરુડ-જંજીરા ઃ મુંબઈથી એકસો પચાસ કિ.મી.ને અંતરે આવેલું આ સ્થળ ૩૦૦ વર્ષ જૂના બેનમૂન કિલ્લામાટે પ્રખ્યાત છે. પરંતુ ચોમાસાની ઋતુ દરમિયાન હિલોળા ખાતો દરિયો જોવની મજા માણવા જેવી છે. જોકે મોસમ દરમિયાન દરિયામાં પડી સ્નાનકરવાની ભૂલ કરવી નહી.
મુરુડથી સાત કિ.મી.ના અંતરે આવેલી જંજીરા રાજપુરી જેટી દ્વારા જવાય છે. ફણસાદ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી તેમ જ નવાબનો ભવ્ય મહેલ પ્રકૃતિ પ્રેમી તેમ જ કળા પ્રેમી માટે આદર્શ મુલાકાત સાબિત થશે. મુંબઈથી મુરુડ સુધી નિયમિત રીતે બસ સેવા ચાલે છે. આ ઉપરાંત ગેટ-વે ઓફ ઈન્ડિયાથી અલિબાગ સુધી દરિયાઈ માર્ગે જઈ ત્યાંથી બસ મારફત મુરુડ પહોંચી શકાય છે. અહીંની અમુક રિસોર્ટમાં વરસાદની ઋતુમાં ૧પ ટકા ડિસ્કાઉન્ટ આપે છે, જયારે એમટીડીસી રિસોર્ટ સુવિધાજનક રૂમો તેમ જ દરિયાની સફરની સીવા પુરી પાડે છે.
કાર્લા ઃ લોનાવાલાથી માત્ર ૧ર કિ.મી.ને અંતરે આવેલી કાર્લાની ગુફાઓમાં બૌદ્ધ મંદિરો જોવાલાયક છે. મંદિર સ્થાપત્ય કળાના સુંદર નમૂનારૂપ આ મંદિરો ઈ.સ.પૂર્વે ૮૦ સદીની અણમોલ યાદગાર છે.
એમટીડીસી તરફથી કોટેજ અને રૂમો મળી રહે છે. જેની કિમત રૂ.૮૦૦થી રૂ.દોઢ હજાર જેટલી છે. આ ઉપરાંત વોટરપાર્ક અને વોટર સ્પોર્ટસની સુવિધા પણ અહીં છે.
મહાબળેશ્વર ઃ ૧૩૭ર મીટરની ઉંચાઈ પર આવેલું મહાબળેશ્વર મુબઈગરાનું માનીતું હવા ખાવાનું સ્થળ છે. આ શહેરમાં ૬૬૩ સે.મી. વરસાદ નોંધાય છે. જોકે શિયાળા દરમિયાન આ સ્થાનની આહલાદક આબોહવા વર્ષોથી ચોમાસામાં પણ પ્રવાસીઓ મહાબળેશ્વર તરફ દોડે છે. મહાબળેશ્વરની નજીક આવેલું પંચગિની પણ સુંદર સ્થળ છે. મહાબળેશ્વર તેમ જ પંચગીનીની મુસાફરી દરમિયાન ચિત્ત હરી લે તેવા દ્રશ્યો જોવાનો લાભ મળે છે.આહ્લાદક વર્ષાઋતુનું આગમ થઈ ચૂકયું છે.
ચાતકના પ્રતિક્ષાનો તો અંત આવી ગયો છે. સાથે સાથે મોર અને કોયલ પણ વર્ષાના વધામણા લઈને આવી પહોંચ્યા છે. છાનો છપનો મેહુલિયો આવી ધરાને પોતાના સ્નેહમાં ભીંજવી રહ્યો છે. મેહુલિયાના સ્નેહમાં તરબોળ બની ધરાએ લીલી ચુંદડી ઓઢી લીધી છે. આવા રોમેન્ટિક વાતાવરણમાં પ્રિય પાત્ર સાથે દરિયા કિનારાના ઉછળતા મોજા કે લીલીછમ વનરાજી થઈ છવાયેલા ડુંગરા કે પછી ખળખળ વહેતા ઝરણાં કે ધોધ નિહાળવાનો લહાવો લેવાનું મન ન થાય તો નવાઈ !
આમ પણ વરસાદની ઋતુ દરમિયાન હોટલો પણ ડિસ્કાઉન્ટ આપે છે અને આ મોસમમાં ટેકિંગનો લહાવો જ કઈ અનોખો છે. આ ઋતુમાં વન ડેમ અને બુશી ડેમની મુલાકાત એક વિસ્મરણીય અનુભવ પુરો પાડશે એ વાતમાં કોઈ શંકા નથી. સ્કૂલો ખુલવાને કારણે દુરના સ્થળો પર જવું શકય ન હોવાથી મોટાભાગના લોકો મુંબઈની નજીકના સ્થળો પર વિક એન્ડ મનાવવા જવાનું પસંદ કરે છે. આ ઋતુમાં ખંડાલા-લોનાવાલા ઘાટની શોભા ખૂબ જ સુંદર હોય છે.
ઘાટમાંથી પસાર થતી વખતે અસંખ્ય ધોધ અને ઝરણા રંગબેરંગી પુષ્પો મનને તાજગીથી ભરી દે છે. નિસર્ગપ્રેમીના પ્રવાસ માટે આ ઋતુથી શ્રેષ્ઠ બીજી એકેય મોસમ નથી. પ્રાકૃતિક સૌદર્યના ચાહકો માટે અહી કેટલાક સ્થળો અંગેની માહીતી આપવામાં આવી છે.