Western Times News

Gujarati News

150 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર બેટ દ્વારકામાં મળી આવ્યું

દ્વારકા, યાત્રાધામ બેટ દ્વારકા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ભગવાન શ્રીકૃષ્ણની નગર હનુમાનજીના મંદીરના કારણે ચર્ચામાં છે. કારણ કે , અહીં ૧૫૦ વર્ષ જુનુ હનુમાનજીનું મંદિર મળી આવ્યું છે. વર્ષો જૂનુ મંદિર મળી આવતા ભકતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ અંગે વિગતે વાતી કરીએ તો, વર્ષ ૨૦૨૨માં જ્યારે અહીં દબાણો પર પહેલી વખત બુલડોઝર ફેરવાયું હતું. આ સમયે કૃષ્ણની આ નગરીમાં ૪૦-૫૦ વર્ષમાં આવેલા વસ્તી વિષયક ફેરફારને લઈ ચર્ચાએ જોર પકડ્યું હતું. માછીમારીની આડમાં આ ટાપુ પર ગેરકાયદે કબજો શરૂ થયા હતા.

Harsh Sanghvi Tweet that, During a recent mega illegal demolition drive in the Balapor area of Devbhoomi Bet Dwarka, a small, forgotten Hanuman temple was discovered hidden among the grasslands. After inquiring with local senior citizens, it was revealed that demographic changes and illegal encroachments had led to the temple’s decline and abandonment. Thankfully, the Gujarat police took the initiative to conserve and restore the temple. On the auspicious occasion of Hanuman Jayanti, the temple was reopened to the public, reviving a piece of local heritage and spirituality.

જેના કારણે વસ્તીમાં ફેરફાર થયો. પરિણામ એ આવ્યું કે, અહીં ધાર્મિક સ્થળો નષ્ટ થવા લાગ્યા. જેનું તાજુ ઉદાહરણ છે બાલાપર વિસ્તારમાં આવેલું બાલાજી હનુમાનજીનું આ મંદિર. અહીં દબાણ દૂર કરતી વખતે ચારેકોર બાવળના જંગલની વચ્ચે છૂપાયેલા હનુમાનજી મંદિરના દિવ્ય દર્શન થયા.

દોઢસો વર્ષ જુના આ મંદિરના આજુબાજુ વિસ્તારમાં અતિક્રમણ થયું હોવાના કારણે દશકો સુધી કોઈ પૂજા કરવા પહોંચી શક્્યું ન હતું. જો કે વિસ્તારમાં દાદાની સરકારનું બુલડોઝર ફર્યું મંદિર મળી આવ્યું. દાદાની એ મૂર્તિ સાથેના મંદિરમાં દાદાના જન્મદિવસે એટલે કે હનુમાન જયંતિના દિવસે પૂજા અર્ચના કરી ભક્તોએ નવી આધ્યાતમિક ઉર્જા પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.

દરિયાકાંઠા વિસ્તારો સહિત અસામાજિક તત્વોના અડ્ડા પર બુલડોઝર ફેરવવામાં સ્થાનિક જિલ્લા પ્રશાસનની સાથે સાથે પોલીસની પણ મહત્વની ભૂમિકા રહી છે. દેવભૂમિ દ્વારકા પોલીસે હનુમાનજીના આ મંદિરનો પુનઃજીર્ણોદ્ધાર કર્યો. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજ મુદ્દે પોસ્ટ કરી પોલીસને શુભેચ્છા પણ પાઠવી.

ગેરકાયદે દબાણના કારણે મંદિરનું પતન થયું હોવાનું જણાવી દબાણ હટાવવાની કામગીરીથી થયેલું પુણ્યશાળી કામને સદભાગ્યે ગણાવી ગુજરાત પોલીસે મંદિરના સંરક્ષણ અને સ્થાપન માટે કરેલી પહેલને ચારેકોર આવકાર મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.