સાઈબર ક્રાઈમથી રહો સાવધાન
છેલ્લા એકાદ વર્ષમાં અખબારોમાં સાઈબર ક્રાઈમ વિશેના જેટલા સમાચાર આવ્યા છે એટલા અગાઉ ભાગ્યે જ જાેવા મળ્યા હશે. સાઈબર ગુનેગારો કંઈકેટલીય તરકીબો અજમાવીને ગણતરીના સમયમાં લોકોના બેંક ખાતા ખાલી કરી નાખે છે. સામાન્ય રીતે કેવાયસી, ઓટીપીના નામ કે પછી ખાતું બંધ થઈ જશે એવો ડર બતાવીને લોકો પાસેથી તેમના એકાઉન્ટની વિગતો મેળવી લેવામાં આવે છે આટલું ઓછું હોય તેમ છેલ્લા કેટલાક સમયમાં વીજળીનું કનેકશન કપાઈ જશે એવો ડર બતાવીને પણ અનેક લોકોની લોહીપાણી એક કરીને કરવામાં આવેલી બચત બેંક ખાતામાંથી સરકાવી લેવામાં આવી છે. તદુપરાંત કયારેક લોટરી, ગાડીનો ડ્રો કે કરોડપતિ બનાવવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવે છે. આવી સ્થિતિમાં સાઈબર ગુનેગારોને તમારા બેંક ખાતા પર હાથ સાફ કરતા શી રીતે અટકાવવા તે જાણવું અત્યંત આવશ્યક છે. આજે આપણે આ વિષય પરવાત કરીએ. નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતા કહે છે…
નાણાંની લેવડદેવડમાં ઓટીપી ન આપો ઃ ઓટીપી એટલે વન ટાઈમ પાસવર્ડ, આ એક સિકયોરિટી કોર્ડ છે તે બેકિંગ ટ્રાઝેકશન, ઓનલાઈન શોપિંગ, અન્ય કોઈ ઓનલાઈન સર્વિસના ઉપયોગ, સોશ્યલ મીડિયા એકાઉન્ટ બનાવવા, નવું પાસવર્ડ બનાવવા માટે જરૂરી છે તે આપણને એસએમએસ, કોલ અથવા ઈમેલથી મળે છે.
નાણાકીય બાબતોમાં જાે કોઈ અજાણી વ્યક્તિ ઓટીપી માગે તો બિલકુલ ન આપવું.જાે તમે ઓનલાઈન કશું ન મગાવ્યું હોય તોય કોઈ ડિલીવરીના નામે વેરિફિઃકેશન માટે ઓટીપી માગે તો તેને બિલકુલ ન આપો.
અજાણી લિંક પર ક્લિક ન કરો ઃ કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાથી તમારા ફોન અથવા કમ્પ્યૂટર પરનો કાબુ તમારા હાથમાં નહી રહે. તેથી જે લિંકમાં કોઈ લાલચ આપવામાં આવી હોય તેને ક્લિક કરવાની ભૂલન કરો. જાે તમને કોઈ પાસેથી પૈસા લેવાના હોય અને બીજા છેડેથી કોઈ અજાણી વ્યક્તિ તમને ફોન કરીને કહે કે અમુકતમુક લિંક પર ક્લિક કરવાથી તમને તમારું પેમેન્ટ મળી જશે તો તેની વાત બિલકુલ ન માનો. વેરિફિકેશનના નામે, વીજળીનું બિલ ભરવાના નામે કે અન્ય કોઈ બહાને ચોક્કસ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે તો સાવધાન થઈ જાઓ. આવી કોઈ એપ ડાઉનલોડ કરવાની ભૂલ ન કરો. આવી એપ ડાઉનલોડ કરવાની ભૂલ ન કરો આવી એપ ડાઉનલોડ કરવાથી સંબંધિત વ્યક્તિ તમારા ફોનનો ડેટા, બેંકોની વિગતો ચોરી શકે છે. આ પ્રકારની એપ ડાઉનલોડ કરવાથી ફોન અથવા કમ્પ્યૂટરનો કંટ્રૂલ છેતરપિંડી કરનારી વ્યક્તિના હાથમાં જઈ શકે છે.
જાે તમને કોઈની પાસેથી પેમેન્ટ આવવાનું હોય તો તમારે તેને ઓટીપી અથવા ક્યુઆર કોડ આપવાનો નથી રહેતો ધારો કે તમે કોઈ વસ્તુ ઓનલાઈન વેચી છે અને તમને તેનું પેમેન્ટ આવવાનું છે આવી સ્થિતિમાં જાે સામી વ્યક્તિ તમને એમ કહે કે હું તમને ક્યુઆર કોડ આપું છુ તમે તે સ્કેન કરશો એટલેતમને તમારા નાણાં મળી જશે તો એવું બિલકુલ ન કરવું વાસ્તવમાં ચૂકવણી કરવા માટે તેની જરૂર પડે છે નાણાં લેતી વખતે નહી.
તમારા ફોનના સિગ્નલ અચાનક બંધ થઈ જાય તો સાવધાન થઈ જાઓ. શકય છે કે સિમ સ્વેપિંગના પ્રયાસો થઈ રહ્યા છે. જાે આવું કાંઈ બને તો અન્ય કોઈના ફોન દ્વારા જાણવાનો પ્રયત્ન કરો કે તમારા નામે બીજુ સિમ તો આપવામાં નથી આવ્યું ને ?આઠ ડિજિટનો પાસવર્ડ બનાવો જેમાં આંકડા, શબ્દો જેવા સ્પેશ્યલ કેરેકટર્સ પણ હોય. કેટલીક વેબસાઈટસ કમ્પ્યૂટર ફોનને રિમોટ પર લઈ શકે છે. કામ માટે તે બહુ ઉપયોગી છે પરંતુ છેતરપિંડી કરનારાઓ પણ તેનો ઉપયોગ કરે છે. રિમોટ એકસેસ આપતી વેબસાઈટસ અને એપ એનીડેસ્ક અથવા ટીમ વ્યુઅર કે પછી તેના જેવી જ હોઈ શકે છે જાે કોઈ અજાણી વ્યક્તિ તે ડાઉનલોડ કરવાનું કહે તો ન કરો.
સાવધાનીના આટલા પગલાં ભર્યા પછી પણ જાે તમે સાઈબર ક્રાઈમના શિકાર બનો તો તેને માટે જારી કરવામાં આવેલા હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર તુરંત ફોન કરો. આ હેલ્પલાઈન નંબર ચોવીસ કલાક ચાલુ રહે છે તેના સિવાય તમે સાઈબરક્રાઈમ ગવર્મેન્ટ ઈન પર પણ ફરિયાદ કરી શકો છો.