અંગૂરી અને મનમોહન તિવારી ગણેશ ચતુર્થીની ઉજવણી ઈન્દોરમાં કરે છે!
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈના ચાહકો માટે અનેરો પ્રસંગ સર્જાયો જ્યારે ઈન્દોરમાં તેમનાં વહાલાં પાત્રો અંગૂરી ભાભી (શુભાંગી અત્રે) અને તેના રમતિયાળ લડ્ડુકે ભૈયા મનમોહન તિવારી (રોહિતાશ ગૌર) ગણેશચતુર્થીની ઉજવણીમાં જોડાયાં હતાં. Bhabiji Ghar Par Hai’s Angoori Bhabi and Manmohan Tiwari enthusiastically celebrate Ganesh Chaturthi in Indore!
ઈન્દોરવાસી શુભાંગીએ જૂની યાદો તાજી કરવા ખાદ્યો અને શોપિંગ માટે તેના સર્વકાલીન મનગમતાં સ્થળોની મુલાકાત લીધી હતી. આ સાથે રોહિતાશ તેના પરિવાર માટે શોપિંગની ખુશી અને શહેરની ખોજ કરતો જોવા મળ્યો હતો. આ બંને જોશીલા ઈન્દોરી ચાહકો સાથે ગણેશ મહાઆરતીમાં જોડાયાં હતાં અને નામાંકિત છપ્પન દુકાન ખાતે મોઢામાંથી પાણી લાવી દેનારી વાનગીઓ માણી હતી.
અંગૂરીની ભૂમિકા ભજવતી શુભાંગી અત્રે કહે છે, “ઈન્દોર મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે અને ગણેશચતુર્થી પર મારા વતનમાં પાછી આવી તે ખરેખર આશીર્વાદરૂપ હતું. અમારા ચાહકોને દરેક વખતે અમને પ્રેમ અને વહાલ આપતાં જોઉં છું ત્યારે મારી ભાવનાઓ ઊભરી આવે છે અને આ અવસર પણ તેમાંથી અપવાદ નહોતો.
વાતાવરણ અતુલનીય ઊર્જાથી ભરાઈ ગયું હતું અને તેમની સાથે ગણેશ મહાઆરતીમાં સહભાગી થવાનો અનુભવ અત્યંત મોહિત કરનારો હતો. હું જ્યારે પણ ઈન્દોરમાં જાઉં છું ત્યારે અવિસ્મરણીય યાદો નિર્માણ કરું છું. હું બાપ્પામાં બહુ વિશ્વાસ રાખું છું અને આ ટ્રિપમાં મારા વહાલા લડ્ડુ કે ભૈયા પણ હોવાથી મારે માટે યાદગાર બની રહેશે.”
રોહિતાશ ગૌર ઉર્ફે મનમોહન તિવારી કહે છે, “મને હંમેશાં ઈન્દોરની મુલાકાત લેવાની ઈચ્છા હતા. ભારતમાં સૌથી સ્વચ્છ શહેરમાંથી તે એક છે અને તેનાં ખાદ્યો મારે માટે મિજબાની બની ગયાં હતાં. મેં આ શહેર અને તેની સ્વાદિષ્ટ વાનગીઓ વિશે બહુ સાંભળ્યું હતું અને હું નિખાલસતાથી કહું છું કે મેં બધાનો સ્વાદ ચાખી લીધો.
આ અનુભવ તૃપ્ત કરનારો હતો. શુભાંગી ઉત્તમ યજમાન હતી, જેણે હું શહેરના દરેક ખૂણે ફરી આવું અને અમુક ખરેખર સ્વાદિષ્ટ વાનગીઓ માણું તેની ખાતરી રાખી હતી. મારી પત્નીએ મને લાંબી શોપિંગની લિસ્ટ આપી હતી અને મારી પડદા પરની સાથીદારે બધી આઈટમો લેવાઈ છે કે નહીં તેની ખાતરી કરવામાં સહાય કરી હતી (હસે છે).
આ શહેર અત્યંત સ્વર્ણિમ છે. ભગવાન ગણેશના આગમનને લીધે અહીં ઊર્જા મંત્રમુગ્ધ કરનારી છે. વળી, અમારા ચાહકો સાથે ગણેશ મહાઆરતીમાં જોડાઈ શક્યતા તે માટે પોતાને ભાગ્યશાળી માનું છું.”