Western Times News

Gujarati News

ભક્તિ, શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે યાત્રાધામ અંબાજી: ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની આજે શરૂઆત થઇ. અંબાજી તરફ જતાં તમામ માર્ગો ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઊઠ્યા છે. (જૂઓ વિડીયો)

અંબાજીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યાત્રાળુઓ માટે અનેકો સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં માઇ ભક્તો મહામેળામાં પગપાળા સંઘો લઈને પહોંચી રહ્યા છે.

ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રાળુઓ માટે રાજ્ય આરોગ્ય તંત્ર દ્વારા અંબાજી તરફના તમામ માર્ગો પર 24 કલાક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ભગવતી આદ્યશક્તિ અંબા ના સાનિધ્યમાં ખૂબ જ લાંબા સમય થી પ્રતિમાસ સુદ આઠમમાં પવિત્ર ભૂદેવો દ્વારા શતચંડીયજ્ઞ કરવામાં આવે છે. આજ યોગાનુંયોગ માં પરામ્બા અંબાના ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ ભાદરવા સુદ આઠમ ના રોજ થયો હોઈ મેળા ની શરૂઆત કરવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના જયધોષ સાથે અંબાજીના માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે ચારે બાજુ એક અનેરો ભક્તિમય માહોલ અંબાજીમાં સર્જાઇ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાની શરૂઆત કરાઈ હતી. ત્યારે અનેકો પગપાળા સંઘો યાત્રાધામ અંબાજી તરફ વધી રહ્યા છે. આજે અમદાવાદથી દૂધવાલી પોળનો સંઘ અંબાજી મંદિર પહોંચ્યો હતો. આ સંઘ 19 ધજાઓ સાથે લઈને મા અંબાના મંદિરે પહોંચી અનેરો ઉત્સાહ સાથે મા ની જય ઘોષ લગાવી રહ્યા છે.

આજનું ઈ-પેપર વાંચવા માટે ઈમેજ પર ક્લિક કરો

દૂધવાલી પોળનો આ સંઘ 30 વર્ષથી સતત મા જગત જનનીના ધામે અંબાજી પહોંચે છે. ત્યારે આજે મેળાના પ્રથમ દિવસે આ સંઘ મા અંબાના ધામ અંબાજી પહોંચ્યો હતો. માતાજીના ચરણોમાં શીશ નમાવી મા નો આશીર્વાદ મેળવ્યા બાદ 19 ધજાઓ સાથે પહોંચેલો આ સંઘ મા અંબાના શિખરે ધજાઓ લહેરાવશે.

આદ્યશક્તિ માઁ અંબાનાં દર્શન કરવા મહીસાગરથી પગપાળા યાત્રા કરીને આવતા ભક્તજનોની સુરક્ષા અને સલામતી માટે મહીસાગર પોલીસ દ્વારા માઈભક્તોના બેગ, વાહન, રથ તેમજ અન્ય ઉપકરણો પર રેડીયમ – રીફલેકશન પટ્ટી લગાવવામાં આવી તેમજ રેડીયમ લાકડી અને ટોપી આપવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.