Western Times News

Gujarati News

ભાદરણના તલાટીનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, આણંદ ખાતે જીલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓના હસ્તે અનેક કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ભાદરણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માન પત્ર રાજ્યના નાયબ દંડકના હસ્તે આપવામાં આ?વ્યુ હતું.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જીલ્લાના ભાદરણ ગામમાં છેલ્લા થોડા સમયથી વિકાસની હરણફાળ ભરી છે. આ ગામમાં વિકાસલક્ષી અનેક કામો સ્વભંડોળ તથા ગ્રાન્ટો થકી કરવામાં આવી રહ્યા છે?. ભાદરણ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રીની દીઘદ્રર્ષ્ટિ ને કારણે ગત વર્ષે શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ મળ્યો હતો.

જે બદલ ગ્રામ પંચાયતને રૂ.૨૫૦૦૦ની પુરસ્કાર ગ્રાન્ટ મળી હતી. ત્યારબાદ ભાદરણ ગામની ગેઝેટિયર તરીકે પસંદગી થતાં રૂપિયા ત્રણ લાખની વિશેષ ગ્રાન્ટ મળી હતી. ઉપરાંત પંચાયતના તલાટી કમ મંત્રી ધવલસિંહ સોલંકી દ્વારા વેરા વસૂલાત, મહેસૂલ વસુલાત, ૧૫મા નાણાંપંચ યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.

તલાટીના કાર્યક્ષેત્રમાં ઉમદા કામગીરી માટે ધવલસિંહને રાજ્યના નાયબ દંડક રમણભાઈ સોલંકીના હસ્તે જીલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની ઉપસ્થિતીમાં સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાદરણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ધવલસિહ સોલંકી છેલ્લા છ વર્ષથી બોરસદ તાલુકાના નિસરાયા, અલારસા, ચુવા, ઉનેલી, સૈજપુર જેવા ગામોમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરાંત તેઓ આણંદ જીલ્લા તલાટી કમ મંત્રી એસોસિયેશનના છેલ્લા એક વર્ષથી પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.