Western Times News

Gujarati News

મર્યાદા પુરુષોત્તમ – ભગવાન શ્રી રામ

શ્રી રામનું નામ સ્વયં રામથી વધારે પ્રભાવી છે . આ શબ્દ માત્ર શ્રી રામના સંદર્ભમાં જ વપરાય છે .
કારણકે ,શ્રી રામનું સંપૂર્ણ જીવન વિવેકપૂર્ણ યાત્રાનું ઉદાહરણ છે .આ જીવનયાત્રા માં માત્ર પરંપરા અને રૂઢિચુસ્તતા નથી ,એની અંદર શુદ્ધ તર્ક પણ છે .

પૃથ્વી પર ઘણાં અવતારી પુરુષ થઇ ગયા ,શ્રી રામનું મનોચિત્ર કંઈક અલગ છે .દુન્યવી સબંધોમાં એમની માનવીય વર્તણુક છલકે છે .એક મનુષ્યને છાજે એવી લીલા જરૂર કરી છે .ઈશ્વરાવતાર હોવા છતાં તે માનવ નથી મટી ગયા ….આજ એમની વિશેષતા છે .

વર્ષોથી એટલે જ આપણાં સૌના હદયમાં એમનું સ્થાન અટલ છે .શ્રી રામના દરેક શબ્દમાં ધર્મ અને નીતિની મર્યાદાની રેખાઓ ઉપસી આવે છે .

શ્રી રામે પોતાના જીવનમાં માતાપિતા ,પત્ની ભાઈઓ અને એમજ પ્રત્યેની તમામ જવાબદારી સહેજ પણ ઉપેક્ષાભાવ રાખ્યા વગર બખૂબી નિભાવી છે .ઘર્મ પાલન કરતી વખતે શ્રી રામ પોતાના ગમા -અણગમાને ક્યારેય વચ્ચે લાવ્યા નથી .આજ એમની મહાનતા છે .

મર્યાદાની વ્યાખ્યા તો વિશાળ છે .વ્યક્તિનું સંયમિત વર્તન ,સંયમિત શબ્દો સાથેનું સંયમિત જીવન ….એટલે મર્યાદાપૂર્ણ જીવન .દરેક ડગલે અને પગલે જીવનમાં તમારા ર્નિણયનું મૂલ્યાંકન તો થવાનું જ છે .ફરજાે અને અધિકારોનું લિસ્ટ બહુ અટપટું અને ગુંચવણ ભરેલું હોય છે .આવા અટપટા સંબધોની આંટીઘૂંટીમાં ભગવાન શ્રી રામના પગલાં આદર્શ અને સાચા છે

એ દરેક વિચારશીલ વ્યક્તિ માને છે .એમના અમુક પગલાંઓ કે ર્નિણય વિષે આપણને મતભેદ હોઈ શકે એ બનવાજાેગ છે .

છતાંપણ એ સમયે એ પગલું એમની પોતાની માન્યતા પ્રમાણે ધર્મ અને નીતિની મર્યાદામાં રહીને ભર્યું હશે એવું જરૂર માની શકાય . જેમને આખું જીવન પોતે દોરેલી સીમાની અંદર મર્યાદાઓ જાળવી ….એથી જ શ્રી રામ મર્યાદાપુષોત્તમ તરીકે ઓળખાયા .

એમનું જીવન એક મહત્વનો સંદેશ આપે છે કે , વ્યક્તિ સાધારણ હોય કે અસાધારણ લોકોની વચ્ચે એનું સ્થાન અમુક સમય પછી ડગમગ જરૂર થાય છે …..

લોકોના સ્મૃતિપટ પરથી વ્યક્તિ કરેલાં કાર્યોની છાપ પણ થોડીક ભૂંસાઈ જાય છે . કાળના પ્રવાહમાં એના એનું અસ્તિત્વ પણ સમાઈ જાય છે . પણ , એવો વ્યક્તિ જે ઇતિહાસ સર્જે છે . ધર્મ અને સંસ્કૃતિ ના જતન માટે પોતાના વિચારો નિર્ભિક પણે લોકો સામે પ્રદર્શિત કરે એજ લોકોના માનસપટ પર પોતાની છબી અંકિત કરી શકે છે .પ્રભુ શ્રી રામનું જીવન આનું જીવંત ઉદાહરણ છે .

પોતાના સંજીવનસ્પર્શ થી અહલ્યાનો ઉદ્ધાર કરનાર શ્રી રામનો પુણ્યપ્રભાવ અદભુત છે .આ સિવાય પણ કેટલીય રહસ્યલીલાઓ કરીને ધર્મને કમજાેર પડતા બચાવ્યો છે .શ્રી રામનું નિરભિમાન રહેવું એ એમનું સૌથી સુંદર અને અમૂલ્ય ઘરેણું છે .એમનું જીવન બીજાને અભય આપનારું રહ્યું ,આમ પોતાની વાત પ્રસ્થાપિત કરવા તેમજ ધર્મને પરંપરાગત રીતે આગળ ધપાવવા પવિત્ર મર્યાદામાં રહીને જીવ્યા એટલે શ્રી રામ મર્યાદાપુરુષોત્તમ કહેવાયા .

એમના મહાન વિચારોએ કેટલાયના મનને ઉંચાઈ આપી .શ્રી રામે બતાવ્યું સમય તો બળવાન છે જ . પણ સત્ય એનાથી પણ વધારે બળવાન છે . સત્યનું અસ્તિત્વ થોડીક વાર ઝાંખું કદાચ પડે ,પણ ક્યારેય નાશ નથી પામતું . આ વાત પ્રભુ એ જીવી બતાવી .પ્રસિદ્ધિની ખેવના વગર પ્રયત્નો કરે એને અચૂક સફળતા મળે છે .

સભાનતા માત્ર શરીર પૂરતી નહીં ,વર્તન અને વિચારોમાં વર્તાવી જાેઈએ ….જીવનના દરેક સંજાેગ વ્યક્તિને સ્વયંની કિંમત કરતા શીખવાડે છે ,શ્રી રામના જીવનમાંથી છલકાતો આ બોધ આપણા જીવનમાં ઉદ્દીપક નું કાર્ય કરે છે . વિરોધાભાસી વ્યક્તિત્વ આપણી આસપાસ હોય તોય સત્યની સાથે રહેવું એજ પ્રભુના જીવનની ફળશ્રુતિ છે .સાચો માનવ બનવાનો સંકલ્પ સૌથી અઘરો છે .

શ્રી રામનું જીવન કર્તવ્યના પથ પર પ્રયાણ કરવાનો અને આવશ્યકતા હોય તો એને ખાતર પોતાની જાત હોમી દેવાનો પદાર્થપાઠ પૂરો પાડે છે . શ્રી રામનું જીવન શીખવે છે …..પોતાનું જીવન બીજાને માટે મંગલમહોત્સવ બની રહેવું જાેઈએ.
શ્રી રામના સમગ્ર જીવનનું દરેક આચરણ મર્યાદામાં રહ્યું ….એથી એ એક માત્ર એવા અવતારી પુરુષ તરીકે ઓળખાયા ,જેમને સમગ્ર જગતે મર્યાદાપુરુષોત્તમ તરીકે પૂજ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.