દેરોલ કંપા મુકામે ભાગવત સપ્તાહ યોજાઈ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ કંપા મુકામે કથાકાર રાધા દાસ કશ્યપ મહારાજના શ્રી મુખેથી નવ દિવસીય ભાગવત જ્ઞાનયજ્ઞ પારાયણ યોજાયો. દરરોજ ૧૦ અવતારના જુદા જુદા અવતાર પ્રાગટ્ય ની ઉજવણી કરવામાં આવેલ. આજુબાજુના કંપા અને ગામમાંથી અનેક હરિભક્તોએ કથાનો લાભ લીધેલ.
સમાપન ભોજન જયેશભાઈ ભીમજીભાઇ તરફથી આપવામાં આવેલ. સમાપનમાં વસાઈના શ્રી શ્યામ સુંદર દાસ મહારાજ પધારેલ. આ પ્રસંગે જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશકુમાર પટેલ અમેરિકા સ્થિત રવજીભાઈ પટેલ, ભરતભાઈ જાેશી તથા પ્રકાશ મહારાજ ખાસ ઉપસ્થિત રહેલ.. કાર્યક્રમ સફળ બનાવવા શાંતિલાલ, ચીમનભાઈ, દિનેશભાઈ, અરવિંદભાઈ, તુલસીભાઈ, હસમુખભાઈ, ધીરજભાઈ પ્રકાશભાઈ અને શ્રી રાજેન્દ્ર ભાઈ ભાવાણી એ ખૂબ જહેમત ઉઠાવેલ. આભાર દર્શન હાર્દિકભાઈ ભાવાણીએ કરેલ.