૩૧ વર્ષ નાની રશ્મિકા સાથે કામ કરવા પર સલમાને ટ્રોલરો પર સાધ્યું નિશાન

મુંબઈ, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન અને રશ્મિકા મંદાના ફિલ્મ ‘સિકંદર’માં સાથે જોવા મળશે. બંને વચ્ચેના ઉંમરના તફાવતને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો કે અભિનેતા પોતાનાથી ૩૧ વર્ષ નાની અભિનેત્રી સાથે રોમાન્સ કરી રહ્યો હતો.
હવે ભાઈજાને આ ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં આ અંગે વાત કરી છે. તેમણે ટ્રોલરને રોકડું પકડાવી દીધું હતું.ફિલ્મ સિકંદરમાં રશ્મિકા મંદાના કે જે સલમાન કરતા ૩૧ વર્ષ નાની છે, તે સલમાન સાથે જોવા મળશે. ટ્રેલરમાં બંનેના કેટલાક રોમેન્ટિક સીન બતાવવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું.
પોતાનાથી ઘણી નાની ઉંમરની અભિનેત્રી સાથે રોમાન્સ કરવાને કારણે અભિનેતાને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે ભાઈજાને આ વિશે વાત કરી છે અને ટ્રોલર પર નિશાન સાધ્યું છે.પોતાની વાત પૂરી કરતા તેમણે આગળ કહ્યું, ‘જ્યારે હિરોઈનને કોઈ સમસ્યા નથી, તેના પિતાને કોઈ સમસ્યા નથી, તો પછી બીજા લોકોને શા માટે સમસ્યા છે?’ કાલે, જ્યારે તે લગ્ન કરવાનું નક્કી કરશે, બાળકો કરશે અને મોટી સ્ટાર બનશે, ત્યારે પણ તે ફિલ્મોમાં કામ કરશે, તો મને આમાં સમસ્યા સમજાતી નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેઓ લગ્ન કરે અને તેમને દીકરી થાય, તો હું પણ તેમની સાથે કામ કરીશ. હું ચોક્કસ મમ્મીની પરવાનગી લઈશ. આ ટિપ્પણી પર રશ્મિકા હસતી જોવા મળી હતી.SS1MS