ભણશાલી લવ એન્ડ વોરને પેન ઇન્ડિયા રિલીઝ કરશે

મુંબઈ, સંજય લીલા ભણશાલી હાલ પોતાની આગામી ફિલ્મ લવ એન્ડ વોરના શૂટિંગમાં વ્યસ્ત છે. નિર્માતા-દિગ્દર્શક રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ સાથેની આ ફિલ્મની રિલીઝ માટે એક નવી યોજના કરી રહ્યો હોવાનો રિપોર્ટ છે. જેના અનુસાર, ભણશાલી પોતાની ફિલ્મ લવ એન્ડ વોરને પેન – ઇન્ડિયા રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે.
રણબીર કપૂર અને વિક્કી કૌશલની રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સઓફિસના આંકડા જોઇને તેણે નિર્ણય કર્યાે હોવાનું કહેવાઇ રહ્યું છે. બોલીવૂડની ફિલ્મોને હવે સર્જરો નવી-નવી બાઉન્ડ્રી સેટ કરી રહ્યા છે.
ઉત્તરથી લઇને દક્ષિણ સહિતની દરેક માર્કેટને ફિલ્મસર્જકો ટાર્ગેટ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. તેથી ભણશાલી પણ હવે આ બદલાવ સાથે જોડાવાના પ્રયાસ કરી રહ્યો છે. ભૂતકાળમાં પણ ભણશાલીની ફિલ્મોએ સારી કમાણી કરી છે, પરંતુ હવે સમયના પરિવર્તન સાથે ફિલ્મસર્જકોએ પોતાના પ્રોજેક્ટના સારા પરિણામો માટે નવા નવા નિર્ણયો લેવા પડશે.SS1MS