Western Times News

Gujarati News

નરેન્દ્રભાઇએ ગરીબોનું સશક્તિકરણ કર્યું : ભાનુબેન બાબરીયા

રૂ. ૬૮ કરોડથી વધારે રકમના લાભો ૨૧ જિલ્લાના ૪૯૦૦ લાભાર્થીઓને એક પ્લેટફોર્મ અને એક જ સ્થળેથી આપવામાં આવ્યા

અમદાવાદ, સતત 23 વર્ષ સુધી ગરીબો,વંચિતો ,ખેડૂતોમહિલા ,બાળકોના કલ્યાણ માટે પોતાના જીવનના મુખ્યમંત્રી તરીકેના 12 વર્ષ અને વડાપ્રધાન તરીકે ના 11 વર્ષનરેન્દ્ર ભાઈ મોદીએ દેશ અને ગુજરાત માટે સમર્પિત કર્યા છે.

આજે તેઓ વડાપ્રધાન તરીકે સતત કાર્યરત છે,વડાપ્રધાન નરેન્દ્રભાઈના સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષને સાત થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ગુજરાત સરકાર ઉજવી રહી છે.

“વિકાસ સપ્તાહ “ની ઉજવણીના ભાગરૂપે આજે ગાંધીનગરમાં,જી.એન.એલ.યુ.,કોબા ખાતે ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની યોજનાઓના લાભાર્થીઓને લોન /સહાય વિતરણ માટેઉત્તરમધ્ય અને દક્ષિણ ગુજરાતના 21 જિલ્લાઓનો સમારોહ યોજાયો હતો.

       આ સમારોહના અધ્યક્ષ પદેથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતીમાં ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કેશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સમાજમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ કઈ રીતે થઈ શકે તે આપણને  શીખવાડ્યું છે. તેઓ  ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ ગરીબોનું સશક્તિકરણ કરવાનું તેમણે શરૂ કર્યું હતું. વંચિતોને વિકાસની રાહમાં કઈ રીતે જોડી શકાય એ તેમણે સૌને શિખવાડ્યું છે . દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પણ “મારી સંપૂર્ણ સરકાર બાબા સાહેબના બંધારણને આધીન હશે,” એમ કહેલું.ડો.બાબાસાહેબને આદર્શ માનીને તેઓ પીડિતોવંચિતો માટે કામ કરી રહ્યા છે.

      તેમણે વધુમાં ઉમેર્યું હતું કેગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના સમુદાયના લોકોના સામાજિક ઉત્કર્ષ માટેવિવિધ નિગમોની રચના કરવામાં આવેલી છે .આજે ૬૮ કરોડથી વધારે રકમના લાભો ૪૯૦૦ લાભાર્થીઓને અને છેવાડાના માનવીને મળવાના છે. ગુજરાત સરકારના પ્રયત્નોને લીધી અનુસૂચિત જાતિના યુવાઓ વિદેશ અભ્યાસ કરવા માટે દેશ બહાર જઈ શકે છે.આજે વિદેશ અભ્યાસ લોનઘરના ઘરનું સપનું ટર્મ લોન સહિતની  અનેકવિધ સહાય/લોન લાભાર્થીઓને મળવાની છે.

       આ સમારંભમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર અતિથિ વિશેષપદેથી જણાવ્યું હતું કેગુજરાત સરકારે વંચિતોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. એક જ પ્લેટફોર્મ અને એક જ જગ્યાએથી 21 જિલ્લાના  લાભાર્થીઓને લાભો મળવાના છેઆજે ઓનલાઈન ડ્રોથી જ લાભાર્થીઓ પસંદ થશે અને તમારા સૌની નજર સમક્ષ  લાભાર્થીના ખાતામાં ડીબીટી મારફત નાણાં  ટ્રાન્સફર થવાના છે.જે નરેંદ્ર ભાઇના વિઝનને કારણે શક્ય બન્યું છે.

        આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળના 1569 લાભાર્થીઓને રૂપિયા 20 કરોડની સહાય આપવામાં આવી હતી તેમજ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ હેઠળના 1663 લાભાર્થીઓને રૂપિયા 24.11 કરોડની સહાય આપવામાં આવી હતી. ગુજરાત સફાઈ કામદાર વિકાસના 1349 લાભાર્થીઓને રૂપિયા 16.17 કરોડની સહાય આપવામાં આવી હતી એટલું જ નહીંડોક્ટર આંબેડકર અંત્યોદય જાતિ વિકાસ નિગમ હેઠળ 379 લાભાર્થીઓને રૂપિયા 7.11 કરોડની સહાય આપવામાં આવી હતી. આમકુલ મળીને 4,900 લાભાર્થીઓને એક જ જગ્યાએથી રૂપિયા 68 કરોડથી વધુની લોન/ સહાયના લાભોનું વિતરણ કરાયું હતું.  

     વિદેશ અભ્યાસ લોનના લાભાર્થીઓને રૂ. 15 લાખના ચેકપેસેન્જર વાનની ચાવીઓ અને રૂ. દસ લાખની  લોનના ચેકમંચસ્થ મહાનુભાવના હસ્તે આપવામાં આવ્યા હતા.

         વિકાસ સપ્તાહના ભાગરૂપે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના લોન /સાધન સહાય અને ડ્રોના કાર્યક્રમમાં સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સામાજિક આગેવાનોખાતાના વડાઓઅધિકારીઓ/ કર્મચારીઓ અને લાભાર્થીઓએ વિકસિત ભારત સંક્લ્પ માટે શપથ ગ્રહણ કર્યા હતા.

    આ પ્રસંગે કાર્યક્રમની પૂર્ણાહતિ પહેલા સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા 21 જિલ્લાના ત્રણ નિગમોના લાભાર્થીઓનેપેસેન્જર વાન અને ઓટો રીક્ષા જેવા વાહનોને લીલી ઝંડી આપી ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં અનુસૂચિત જાતિ સમુદાયના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સામાજિક આગેવાનો અને લાભાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

      સ્વાગત પ્રવચન સંયુક્ત નિયામક શ્રી આર.બી.ખેરએ કર્યું હતું. 

આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલપૂર્વ મેયર શ્રી હિતેશ મકવાણાધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ,અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક શ્રી રચિત રાજ નિગમોના /ખાતાના વડાઓ અને 21 જિલ્લાના અધિકારીઓ/ કર્મચારીઓ અને લાભાર્થીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.