Western Times News

Gujarati News

સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા નિભાવતુ ઈશ્વરનું અદભુત સર્જન : ભાનુબેન બાબરીયા

૮ માર્ચ “આંતરાષ્ટ્રીય મહિલા દિવસ”ની શુભેચ્છા પાઠવતા  મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા

મહિલાઓના સશકિતકરણને વેગ આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો રાજ્યની મહિલાઓ વતી આભાર વ્યકત કરતા મંત્રીશ્રી

૮ માર્ચ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે.આ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કેસ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતુ ઈશ્વરનું અદભુત સર્જન. આ દિવસ સ્ત્રીશકિતતેમના સંઘર્ષ અને પ્રેરણાને સન્માન આપવાનો છે. મહિલાઓ સમાજનો મજબુત સ્તંભ છે,જે માત્ર પરિવારનું જ નહિંસમગ્ર વિશ્વનું સંચાલન કરે છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે-કલારમતગમત,વ્યવસાયવિજ્ઞાન કે ટેકનોલોજીદરેક જગ્યા પર મહિલાઓએ પોતાના શ્રેષ્ઠ પ્રયાસથી સફળતા હાંસલ કરી છે.

મહિલાઓના સશકિતકરણને વેગ આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો રાજ્યની મહિલાઓ વતી આભાર વ્યકત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કેકેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા અનેકવિધ મહિલાલક્ષી પહેલોના સુદ્રઢ અમલીકરણ થકી આજની નારી સશકત બની છે. દિકરીના જન્મથી લઈ વૃધ્ધાવસ્થા સુધી સરકાર તેમની પડખે ઉભી છે. મહિલા સશકિતકરણને પ્રેરણા આપતી વિવિધ યોજનાઓ જેમકેવ્હાલી દિકરી યોજનાકન્યા કેળવણી અભિયાનશિષ્યવૃત્તિ સહાયબેટી બચાવો અભિયાનપોષણ અભિયાનગંગાસ્વરૂપા યોજના જેવી અનેક યોજનાઓ મહિલાઓના ઉત્થાનમાં યોગદાન આપી રહેલ છે. 

મંત્રીશ્રી બાબરીયાએ ઉમેર્યું હતું કેમહિલાઓનાં અધિકારોની બાબતમાં કે મહિલાઓને પુરુષ સમોવડી બનાવવાની બાબતમાં ભારત હરહંમેશ આગળ રહ્યો છે. દેશને આઝાદી મળતાંની સાથે જ મહિલાઓને પુરૂષોનાં જેટલા જ સમાન અધિકાર અપાયા છે. ભારતે આઝાદ થતાંની સાથે જ મહિલાઓને મતાધિકાર આપી સમાન દરજ્જો આપવાની દિશામાં શરૂઆત કરી હતી.

ત્યારબાદ હિન્દુ મેરેજ એક્ટનોકરીમાં મહિલાઓને આરક્ષણસશસ્ત્ર દળોમાં મહિલાઓનું સ્થાનસંપત્તિમાં મહિલાઓનો અધિકારછ મહિનાની માતૃત્વ રજાઓપ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવતી સહાયમાં મહિલાઓને નામે ઘરની નોંધણી અને છેલ્લે વિશેષ કહી શકાય તેવો અધિકાર એટલે કેનારી વંદન બિલ. આ બીલ થકી રાજકારણમાં ૩૩% ભાગીદારી સાથે મહિલાઓને પ્રાધાન્ય મળ્યું છે આવા અનેક કાયદા અને નિયમનો દ્વારા મહિલાઓનો સર્વાંગી વિકાસ કરવામાં મદદ કરી છે.

મહિલા સશકિતકરણ અંગે જાગૃકતા કે સફળતા એ માત્ર સરકારના પ્રયત્નો થકી નથી મળતી પરંતુ સમાજે તેમાં પૂરી નિષ્ઠાથી જોડાવવું પડે છે. મહિલા ઉત્કર્ષ કે અધિકાર કે સશકિતકરણની જવાબદારી સહિયારી છે. આપણે સૌની ભાગીદારીથી એવા વિકસિત સમાજ અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે જ્યાં ખરા અર્થમાં મહિલાઓને સમાન હક મળતો હોયતેઓ સુરક્ષીત રીતે રહી શકતી હોય તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.