Western Times News

Gujarati News

આત્મનિર્ભર મહિલાની પિંક ઓટો રિક્ષામા સફર કરતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા

નર્મદાના ફલક ઉપર પોષણની પતંગ‘ ઉડાડતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા

પોષણ ઉડાનની પતંગ દેશના દરેક રાજ્ય અને જિલ્લા સુધી પહોંચશે: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા

એકતાનગર ખાતેથી કુલ રૂ. ૧૨૪૭ લાખના ખર્ચે  ૫૮ આંગણવાડી કેન્દ્રોનું ઈ-ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી બાબરીયા

પોષણ માનવીની શારીરિક ખામીઓને દૂર કરીને દરેક બાળક અને મહિલાને શ્રેષ્ઠ પોષણ સેવા ઉપલબ્ધ કરાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે રાજ્યકક્ષાના ‘પોષણ ઉડાન: ૨૦૨૫’ કાર્યક્રમને એકતાનગરના વ્યુ પોઈન્ટ-૧ ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ કુલ રૂ. ૧૨૪૭ લાખના ખર્ચે ૫૮ આંગણવાડી કેન્દ્રોના ઈ-ભૂમિ પૂજનની સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં જીએસપીસીના સીએસઆર ભંડોળ હેઠળ સમગ્ર દેશમાં પ્રથમ વાખત લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (એલજીએસએફ) ટેક્નોલોજીનો વપરાશ કરી મહત્વકાંશી દાહોદ જિલ્લામાં ૨૯ અને નર્મદા જિલ્લામાં ૨૫ તેમજ ગાંધીનગર જિલ્લાના ૪ મળીને કુલ ૫૮ આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ થાય છે.

પોષણ ઉડાન’ અંતર્ગત પતંગોત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ પ્રસંગે મંત્રીશ્રી બાબરીયાએ જણાવ્યું કેરાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુપોષિત રાજ્ય બનાવવાની ઝુંબેશને વધુ વેગવાન બનાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ટીમ ગુજરાતે પોષણની ઉડાનને વધુ મજબૂતાઇથી પ્રોત્સાહિત કરી છે.

મંત્રીશ્રીએ કહ્યું કેપોષણ ઉડાનની પતંગને રાજ્યના ઘરેઘર પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સહિત પ્રજાની ભાગીદારી ખૂબ મહત્વપૂર્ણ છે. પોષણ ઉત્સવને જનભાગીદારીથી જનઆંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે. મકરસંક્રાંતિના પર્વ સાથે પોષણ ઉડાન કાર્યક્રમને જોડવાનો એકમાત્ર આશય નર્મદા જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્ર્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાકના મહત્વ વિશે સમજણ પુરી પાડવાનો છે.

મંત્રીશ્રી બાબરીયાએ પોષણની સાથે બાળ શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું કેઆજે વાલીઓની સાથે આંગણવાડી કાર્યકર બહેનો માતા જશોદા બનીને આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસીને બાળકોમાં પડેલી છૂપી શક્તિઓને સુપેરે બહાર લાવીને તેમની સમજશક્તિનો વિકાસ કરી રહી છેએટલું જ નહીં તેમનામાં શિક્ષણ અને પોષણની સમજ કેળવવા ખાસ કાળજી રાખી રહી છે એમ જણાવી બાળપણની તમામ રમતોને જીવંત કરનારીજ્ઞાન અને ગમ્મત સાથેના બાળપણની ભેટ આપનાર રાજ્યની તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની પતંગ સતત નવી ઉંચાઇઓ પાર કરી રહી છે. ત્યારે પોષણ ઉડાન કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી બાબરીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ૧૮૨ મીટર ઉંચી વિશ્વની સૌથી વિશાળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેન્દ્રસ્થાને રાખીને ૧૮૨ રંગબેરંગી ફુગ્ગાઓને ઊંચા આસમાને ઉડતા મૂક્યા હતા.

નોંધનીય છે કેકાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ પિંક ઓટોના માધ્યમથી એકતાનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક પિંક ઓટોની મહિલા ડ્રાઇવર રેખાબેન તડવી સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. રેખાબેને પિંક ઓટો થકી સારી કમાણી કરીને પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા આજે હું સક્ષમ બની છું. આ કાર્ય બદલ મંત્રીશ્રીએ મહિલા ડ્રાયવરને પ્રોત્સાહિત કર્યા હતા.

આ  પ્રસંગે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ પણ ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણપોષણ અને સ્વાસ્થ્યના સ્તરને ઊંચું લાવવા બદલ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સહભાગીદારી સુનિશ્ચિત થાય તે દિશામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ડબલ એન્જિનની રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરીનો ઉલ્લેખ કરી જનલક્ષી યોજનાઓનો બહોળો લાભ મેળવવા સૌને અનુરોધ કર્યો હતો.

મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરે પણ મહિલા-બાળ‘ ના આરોગ્ય અને પોષણ માટે સરકારના અવનવા કાર્યક્રમોઝુંબેશોઆયોજનોમાં નાગરિકોની ઉર્જાયુક્ત જનભાગીદારી માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમ પ્રસંગે બાળ કલાકારોએ અભિનયગીત પ્રસ્તુત કર્યું હતું. મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોની પ્રસ્તુતિને રસપૂર્વક નિહાળી હતી. મંત્રીશ્રીએ માતૃવાત્સલ્ય અભિગમ સાથે આત્મીય સંવાદ સાધીને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કરી ભેટ અર્પણ કરી  હતી. “પોષણના સથવારે આંબીશુ આકાશે” ની સુંદર થીમ સાથે યોજાયેલા પોષણ ઉડાન કાર્યક્રમમાં બાળકોએ પોષણ આધારિત ક્વીઝસૂત્રલેખનપતંગ બનાવવાની સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. વધુમાં નાના બાળકો માટે રમતસ્પર્ધા પણ યોજાઈ હતી.

 

કાર્યક્રમના પ્રારંભે મંત્રી શ્રીમતી બાબરીયાએ શિયાળામાં બનતી વૈવિધ્યસભર વાનગીઓ તેમજ પ્રાદેશિક પૌષ્ટિક વાનગીઓસરગવા જેવા સુપર ફૂડની વિશેષતા અને લીલા શાકભાજીઓનું મહત્વલોહતત્વનું મહત્વટેક હોમ રાશન અને શ્રી અન્ન (મિલેટ્સ) તેમજ તેમાથી બનતી વાનગીઓવિટામિન-સી (ચણીબોરઆંબળાઆંબલીખારેકગોટલીકોઠુંખજૂરલીલી વરિયાળીકાચીકેરીશેરડી)ગ્રીન સલાડફણગાવેલા કઠોળમિક્ષ કઠોળફળોનું મહત્વ સમજાવતા વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.

પોષણ સુધા યોજનાવ્હાલી દીકરી યોજનાદૂધ સંજીવની યોજનામુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાબાળશક્તિવન સ્ટોપ સેન્ટર ખાતે ઉપલબ્ધ સેવાઓની સ્ટેન્ડીઓ થકી લોકોને જાણકારી પુરી પાડીને જાગૃત કરવાનો પરિણામલક્ષી જાગૃતિ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તડવીમહિલા અને બાળ વિકાસ વિભાગઆઈસીડીએસ કમિશનર ડો. રણજીતકુમાર સિંહમહિલા અને બાળ વિકાસ વિભાગ કમિશનર-વ- સચિવશ્રી રાકેશ શંકરજિલ્લા કલેકટર શ્રી એસ.કે.મોદીજિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુજીએસપીસીના મેનેજરશ્રી દીક્ષિત પટેલટાટા સ્ટીલના પ્રતિનિધિશ્રી પ્રખર અગ્રવાલસંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓઆંગણવાડી કાર્યકરોમુખ્યસેવિકાવાલીઓકિશોરીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.