Western Times News

Gujarati News

ભારતમાં બાયોગેસ પ્લાન્ટ્‌સને વિસ્તારવા સુઝુકી મોટર અને NDDB વચ્ચે કરાર

રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખાતરો પૂરા પાડવાનો ઉદ્દેશ

આણંદ, સમગ્ર ભારતમાં બાયોગેસ પ્લાન્ટ્‌સને વિસ્તારવા માટે સુઝુકી કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની સુઝુકી આર એન્ડ ડી સેન્ટર ઈન્ડિયા પ્રા.લિ. દ્વારા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એનડીડીબીની સાથે કરાર કરવામાં આવ્યો છે. Suzuki Motor Corporation inks pact with NDDB to expand biogas plants across India

આ કરાર મુજબ એસઆરડીઆઈ એનડીડીબીની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની એનડીડીબી અને એસઆરડીઆઈની સંયુક્ત ઉધમ કંપની તરીકે મૃદા વિવિધ સ્વરૂપોમાં સ્વચ્છ ઊર્જા તથા છાણ આધારિત બાયોગેસ મોડેલ મારફતે રાસાયણિક ખાતરોના ઉપયોગને શક્ય એટલો ઘટાડીને જૈવિક ખાતરો પૂરા પાડી બન્ને સંગઠનોના વિઝનને સાકાર કરશે તેવી અપેક્ષા છે.

એનડીડીબીના ચેરમેન ડૉ.મિનેશ શાહે સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકીનું સ્વાગત અને સન્માન કર્યું હતું. ડૉ.મિનેશ શાહે જણાવ્યું હતું કે, ડેરી અને ઓછટો મોબાઈલ ક્ષેત્ર વચ્ચે એક વિશિષ્ટ પ્રકારની સહભાગીદારી થઈ શકી છે. તેનાથી સરકયુલેર ઈકોનોમીને પ્રોત્સાહન આપીને સ્વચ્છ ઊર્જા અને જૈવિક ખાતરો ઉત્પાદિત કરવા માટે છાણના કાર્યક્ષમ રીતે ઉપયોગ મારફતે પશુપાલકો માટે વધુ મૂલ્યનું સર્જન થઈ શકશે.

તોશિહિરો સુઝુકીએ ડેરી સેકટરમાં એનડીડીબી દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી અને એનડીડીબી સાથે અને ખાસ કરીને બાયોગેસના ક્ષેત્રમાં સહભાગીદારીને આગળ વધારવામાં રસ દાખવ્યો હતો. તેમણે મૃદાને ભારતમાં બાયોગેસના સેકટરમાં એક દિગ્ગજ પ્લેયર બનાવવાની પરિકલ્પના વ્યક્ત કરી હતી.

એસઆરડીઆઈના ડિરેકટર કેિચિરો તોયોફુકુ અને એનડીડીબીના એÂક્ઝકયુટિવ ડિરેકટર એસ.રાજીવે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સુઝુરી મોટર કોર્પોરેશનના એÂક્ઝકયુટિવ વાઈસ પ્રેસિડેન્ટ કેનિચી આયુકાવા, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિ.ના મેનેજિંગ ડિરેકટર હિસાચી તાકેઉચી, બનાસ ડેરીના મેનેજિંગ ડિરેકટર સંગ્રામ ચૌધરી, પંચમહાલ ડેરીના મેનેજિંગ ડિરેકટર મિતેશ મહેતા, એનડીડીબીના એÂક્ઝકયુટીવ ડિરેકટર એસ.રેગુપતિ તથા સુઝુકી મોટર કોર્પોરેશન, મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિ. અને એનડીડીબીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.