ભારતીય રેલવે શરૂ કરશે ભારત ગૌરવ એસી ટૂરિસ્ટ ટ્રેન
ભારતીય રેલવે એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન ચલાવશે
(એજન્સી)નવી દિલ્હી, ભારતીય કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ યોજના હેઠળ ભારત ગૌરવ ડીલક્સ છઝ્ર પ્રવાસી ટ્રેન ચલાવશે. આ ગરવી ગુજરાત યાત્રા ૨૮ ફેબ્રુઆરીએ દિલ્હી સફદરજંગ સ્ટેશનથી શરૂ થશે. આ ટ્રેન પ્રવાસ સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.
ભારતના વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને પ્રદર્શિત કરવા માટે બનાવવામાં આવેલ છે. ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી ક્લાસ સાથેની અત્યાધુનિક ભારત ગૌરવી ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ૮ દિવસ માટે તમામ પ્રવાસ માટે ચલાવવામાં આવશે. પ્રવાસી ટ્રેનમાં ૪ ફર્સ્ટ એસી કોચ, ૨ સેકન્ડ એસી કોચ, એક સુસજ્જ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે.
અબ ‘રેલ’ સે હોગા ગરવી ગુજરાત કે પ્રવાસન કા અનોખા ‘મેલ…’
તા.28 ફેબ્રુઆરીથી ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવશે 'ગરવી ગુજરાત ટૂર ટ્રેન'; ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા રેલવેનો અનોખો પ્રયાસ…#gujarattourism #Railways pic.twitter.com/2Enzzjc46d
— Gujarat Information (@InfoGujarat) February 6, 2023
જેમાં એક સાથે ૧૫૬ પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને હેરિટેજ સ્થળો એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ પ્રવાસના મુખ્ય આકર્ષણો હશે.
પ્રવાસીઓ આ ટૂરિસ્ટ ટ્રેનમાં ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલ્વે સ્ટેશનો પર પણ આ પ્રવાસી ટ્રેનમાં બોર્ડ/ડીબોર્ડ કરી શકે છે. ગ્રાહકોની સુવિધા માટે, પેમેન્ટ ગેટવેની સાથે ગ્રાહકોને ચુકવણીનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
અગાઉ આવી જ ટ્રેન ભારત દર્શન ટ્રેનના નામથી ચાલતી હતી. તેનું ભાડું સ્લીપર ક્લાસમાં પેસેન્જર માટે ૯૦૦ રૂપિયા પ્રતિ દિવસ અને થર્ડ-એસીમાં ૧૫૦૦ રૂપિયા પ્રતિ દિવસ હતું. પરંતુ આ ટ્રેન એપ્રિલ ૨૦૨૨માં બંધ કરી દેવામાં આવી હતી. આ ટ્રેને જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ સુધીમાં ૧૬ ટ્રીપ પૂરી કરી હતી અને લગભગ ૧૩.૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.