ભુજમાં ભારત રંગ મહોત્સવની ધમાકેદાર શરૂઆત કરવામાં આવી
કચ્છ, તેની કળાઓથી વિશ્વ પ્રસિદ્ધ છે. કચ્છના લોકો કળાના ચાહકો છે, જેને કારણે દેશ-વિદેશના કલાકારો પોતાની વિવિધ પ્રસ્તુતિ લઈ અહીં આવે છે. તે રીતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિવિધ ૫ દિવસીય નાટકોનો શુભારંભ જાણીતા અભિનેતા મનોજ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. તથા તેમણે પ્રથમ દિવસના નાટકોને માણ્યું હતું.
NSD પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ભારત રંગ મહોત્સવની શરૂઆત ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર ધ પરફો‹મગ આર્ટસ ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી. ૪ ફેબ્રુઆરીથી ૮ ફેબ્રુઆરી સુધી ભુજના ટાઉનહોલ ખાતે વિવિધ ભાષાઓમાં નાટકો ભજવાશે જે કચ્છની નાટ્ય પ્રેમી જનતા માટે ખુશીના સમાચાર કહેવાય.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેર પર્સન પરેશ રાવલ છે. જાણીતા અભિનેતા અને NSDના ભૂતપૂર્વ વિદ્યાર્થી પંકજ ત્રિપાઠી આ વર્ષે ફેસ્ટિવલમાં ‘ફેસ્ટિવલ એમ્બેસેડર’ છે. ભારત રંગ મહોત્સવમાં આ વર્ષનો ઉત્સવ વસુધૈવ કુટુંબકમ પર આધારિત છે.
તથા કલા જગતના પ્રણેતા જાણીતા ફિલ્મી અભિનેતા પદ્મશ્રી મનોજ જોશી દ્વારા ભુજમાં નાટકોનો આરંભ થયો. વક્તવ્યમાં તેમણે કચ્છ, તેની વિવિધ કળા અને કલાકારોના, ભરતકામના ખૂબ વખાણ કર્યા હતા.
દેશના ૧૫ શહેરોમાં ૨૧ દિવસ આ થિયેટર ફેસ્ટિવલમાં ૧૫૦થી વધુ પ્રદર્શન વર્કશોપ નાટકો ભજવાશે, જેમાં એક સેન્ટર ભુજને પણ પસંદ કરવામાં આવ્યું છે.
કચ્છમાં અને ખાસ કરીને ભુજના ટાઉનહોલમાં વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે, જેમાં કચ્છ અને ગુજરાત સિવાય બહારના કલાકારો પણ વિવિધ કળાઓ ભજવે છે, જેમાં શહેરના કળાપ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.
અભિનેતા મનોજ જોશી જણાવ્યું હતું કે, ભાવના, વિચાર અને સ્વપ્ન આ ત્રણ વસ્તુ નાટક દ્વારા સિદ્ધ થાય છે. દ્ગજીડ્ઢના નાટકો હવે ગુજરાતમાંથી પણ લેવામાં આવશે.
નાટ્ય શિક્ષણથી ટીમ વર્કથી લઇને અનેક શિક્ષણો મળે છે. આ ઉપરાંત તેમણે શાળામાં પણ નાટ્ય પ્રશિક્ષણ શરૂ કરવાની વાતને ખૂબ વજન આપ્યું હતું.
તથા દરેક પ્રદેશમાં નાટ્ય શાળા હોય તે જરૂરી છે કેમ કે, દેશમાં કળાઓની કલાકારોની ઓછપ નથી પણ તેને મઠારવાનું કાર્ય આવી કલાની સ્કૂલ કરે છે. મહાકવિ ભવભૂતિ દ્વારા લખાયેલ કલાદિત ક્લાસિક ‘ઉત્તરરામચરિતમ’ નાટક પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. અભિનેતા મનોજ જોશીએ પ્રથમ દિવસના નાટકને તેમણે ભુજવાસીઓ સાથે અંત સુધી નિહાળ્યું હતું.SS1MS