ભારત વિકાસ પરિષદ બાયડ શાખા દ્વારા બાયડમાં ફુડ પેકેટ્સનું વિતરણ
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) બાયડની સેવાકિય સંસ્થા ભારત વિકાસ પરિષદ બાયડ શાખાના પ્રમુખ ડૉ.મિનેષભાઇ ગાંધી દ્વારા અને જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈનના સહયોગથી બાયડના વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર લાખેશ્વરીમાં ૩૦૦ ઉપરાંત ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. બાયડ મામલતદાર જાગૃતીબેન ચૌધરીની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ બાયડ શાખાના પ્રમુખ ડૉ.મિનેષભાઈ ગાંધી, મંત્રી ધર્મેશ સોની,ખજાનચી કુમુદભાઈ ભાવસાર, ઉપપ્રમુખ અતુલભાઇ મહેતા,સહમંત્રી ગીરીશભાઈ પટેલ, કાર્તિકભાઈ પટેલ, રાજુભાઈ પુરોહિત,ઉમેશભાઈ શાહ, અમરીશભાઇ પટેલ, આરએસએસ સ્વયંસેવક કાર્તિકભાઈ પટેલતથા ભારત વિકાસ પરિષદ શાખાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.