ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા એસ.ટી.સ્ટેન્ડ ખાતે ઠંડી છાશ વિતરણ કરાઈ
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવને ભરેલ રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા ચાલતી ભારત વિકાસ પરિષદની ખેડબ્રહ્મા શાખા દ્વારા તારીખ ૩૦ -૫ -૨૦૨૪ ને ગુરૂવારના રોજ બપોરે ૧૨ઃ૩૦ થી ૩ કલાક દરમિયાન ખેડબ્રહ્મા શહેરના મુખ્ય એસ.ટી બસ મથકે બસમાં મુસાફરી કરતા
તથા હાઇવે રોડ પરથી જતા આવતા તથા અંબિકા માતાજી મંદિરે જતા આવતા લોકોને ઉનાળાની કાળજાળ ગરમીમાં ઠંડી મશાલ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા શાખાના પ્રમુખ ડોક્ટર હર્ષદભાઈ પટેલ, સેવા પ્રમુખ ડો. રોહિત દેસાઈ, ડો પરેશભાઈ મહેતા, સહમંત્રી હસમુખભાઈ પંચાલ, ડેન્ટિસ્ટ દુષ્યંતભાઈ દરજી,
ડૉ. હરપાલસિંહ ચૌહાણ, ગુણવંતસિંહ રાઠોડ, શક્તિસિહ સોલંકી, ડેપો મેનેજર ખરાડી સાહેબ તથા તેમનો સ્ટાફ, ડૉ. હેમલ પટેલ, વાડીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ વિગેરે સહુ હાજર રહ્યા હતા.