Western Times News

Gujarati News

ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા સમૂહ રાષ્ટ્રગાન સ્પર્ધા યોજાઈ

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માના ઉપક્રમે તારીખ ૩૦- ૮-૨૨ ના રોજ રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા ખેડબ્રહ્માના બીઆરસી ભવનમાં યોજાઇ હતી.

જેમાં કુલ ૨૯ શાળાના ૨૩૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે ૩૮ જેટલા શિક્ષક ગણ ૧૬ મહેમાનો અને ભારત વિકાસ પરિષદના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના ઉદ્‌ઘાટક તરીકે શ્રી એચ. યુ. શાહ સાહેબ ડે.કલેક્ટર ખેડબ્રહ્મા પ્રાંત ઑફિસ, શ્રી પિયુષભાઈ જાેશી બી.આર.સી. કો ઓર્ડીનેટર, શ્રી જગદીશભાઈ પટેલ પ્રભારી ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા, શ્રી ગુણવંતસિંહ રાઠોડ પૂર્વ શિક્ષક વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વંદે માતરમ નું ગાન થયું હતું.

સૌ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં રાષ્ટ્રીય સમૂહગાનના માધ્યમથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયતા અને ભારતીય સંસ્કૃતિના ગુણો આત્મસાત કરે છે એ જાણી ખુબ આનંદ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાના આ કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જાેડાઈ પોતાનામાં રહેલી શક્તિઓની અભિવ્યક્ત કરી હતી.

તેમનો ઉત્સાહ જાેઈને લાગતું હતું કે રાષ્ટ્રીય સમૂહ ગામના માધ્યમથી સાચા અર્થમાં રાષ્ટ્રીયતા અને સાંસ્કૃતિક ચેતનાનો સંચાર બાળકોમાં થઈ રહ્યો છે. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને શ્રી ગુણવંતસિંહ તથા અનિલભાઈ જાનીના સહયોગથી પ્રતિક ભેટ પણ આપવામાં આવી હતી.

વિજેતાઓનું ભારત વિકાસ પરિષદ તરફથી ટ્રોફી આપી બહુમાન કરાયું હતું. કાર્યક્રમની સફળતામાં સંયોજક શ્રી સંજયભાઈ પારેખ, સુરેશભાઈ પટેલ મંત્રી, હરેશભાઈ રામી, હસમુખભાઈ પંચાલ, શ્રી સગર સાહેબ, શ્રી લાલજીભાઈ દેસાઈ, વરતોલ, શ્રીમતી સ્મિતાબેન જાેશી, વિજયસિંહ રાજપુત ખજાનચી, તાલુકા કાર્યવાહ વિક્રમભાઈ વાઘેલા, શ્રી હરપાલસિંહ ચૌહાણ, શ્રી શક્તિસિંહ સોલંકી, મિલનભાઈ પટેલ, શ્રી જયેશભાઈ પટેલ સહિત ભારત વિકાસ પરિષદના સદસ્યોનો સહયોગ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.