ભારત વિકાસ પરિષદ પાલડી શાખા દ્વારા બંધણા ગામે મેડિકલ કેમ્પ યોજાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવ સાથે રાષ્ટ્રીય અને સામાજિક કાર્યો કરતી ભારત વિકાસ પરિષદ પાલડી શાખા દ્વારા ગ્રામ વિકાસ યોજના હેઠળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બંધણા ગામમાં સ્વાસ્થ્ય સંબંધી નિશુલ મેડિકલ કેમ્પ સમયાંતર યોજાય છે.
જે અંતર્ગત તાઃ૨૦ઃ૦૮ઃ૨૦૨૩ ને રવિવારના રોજ મેડિકલ કેમ્પમાં કુલ ૨૬૮ દર્દીઓએ લાભ લીધો. જેમાં વિવિધ રોગના દર્દીઓને બે માસની દવાઓ નિઃશુલ્ક આપી.
આ કેમ્પમાં ડો.પરેશ પરીખ, ડો.આશિષ સક્સેના, ડૉ.પ્રભાકાંત ઠાકુર અને ડૉ.આસ્થાબેન ત્રિવેદી જેઓ સ્ડ્ઢ પીડ્રીયાટ્રીક મોટા ડોકટરો છે છતાં અમૂલ્ય ફાળો આપ્યો.યુવા પાંખના શ્રીસુનિલ ડામોર અને તેમની ટીમે બધાજ દર્દીઓના
બ્લડ સુગર, બી.પી.,હિમોગ્લોબીન ચેક કર્યું.
વધારામાં ૨૫ દર્દીના આંખના નંબર તપાસી ચશ્માં આપવાનું નક્કી કર્યું. ૬૦ બાલ દર્દીઓને અમુલનું મીઠું અને સ્વાદિષ્ટ દુધ આપ્યું. તા.ક.છેલ્લા ૬ વર્ષમાં સમયમાં સૌથી મોટી સેવા થઈ.