ભારત વિકાસ પરિષદ સાબરકાંઠા-ગાંધીનગર વિભાગનો અભ્યાસ વર્ગ યોજાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) (પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ સાબરકાંઠા-ગાંધીનગર વિભાગનો અભ્યાસ વર્ગ તા-૧૧/૬/૨૦૨૩ ને રવિવાર ના રોજ હિંમતનગર શાખાના યજમાન પદે હિંમતનગર શહેરમાં સર્કિટ હાઉસ ખાતે રાખવામા આવ્યો હતો. આ અભ્યાસ વર્ગમા સાત શાખાઓ માં થી કુલ ૭૩ કારોબારીના સભ્યો વિભાગીય અભ્યાસ વર્ગ માં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ માટે ની તમામ વ્યવસ્થા હિંમતનગર શાખા એ સંભાળી હતી. પ્રાંત માંથી કોર કમિટી સભ્ય શ્રી વિનોદભાઈ શાહ દ્વારા ભારત વિકાસ પરિષદ ના શાખા પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ખજાનચીશ્રી તેમજ આપણા ત્રણે મુખ્ય પ્રકલ્પની માહિતી તેમજ મહિલાઓના કાર્યકમોની ખુબજ ઊંડાણ પૂર્વકની સમજ સર્વેને આપેલ.
આ કાર્યક્રમમાં ગુજરાત મધ્ય પ્રાંત ના અભ્યાસ વર્ગ ના સંયોજક શ્રી ભરતભાઇ મોદી, પ્રાંત ના સહમંત્રી શ્રી વિજયભાઈ ભક્ક્ડ, શ્રી શિવલાલભાઈ પંચાસરા, શ્રી સંદીપભાઈ કંસારા, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી મુકેશભાઇ અધ્વર્યુ હાજર રહેલ આમ પ્રાંત ના સાત અધિકારીશ્રી હાજર રહેલ.
સાબરકાંઠા -ગાંધીનગર વિભાગ થી વિભાગીય મંત્રી. શ્રી નિકેશભાઈ સંખેસરા, સહ મંત્રીશ્રી ચંદ્રકાન્તભાઇ રાવલ, મહિલા સહસંયોજીકા શ્રીમતી નીપાબેન કડીયા, પ્રાંત મેડિકલ સેવા પ્રકલ્પ સહસંયોજક શ્રી ડો. મુકેશભાઈ મોદી, પ્રાંત યુવા સહ સંયોજક શ્રી નીલભાઇ રામી, હિંમતનગર શાખાના મંત્રી
જે કે સોની મહિલા સંયોજીકા અર્ચનાબેન ભટ્ટ, ઉપપ્રમુખ પ્રવીણભાઈ પટેલ તથા સુધીરભાઈ ચૌધરી હાજર રહેલ. શ્રી ચંદ્રકાન્તભાઇ રાવલે આખા કાર્યકમ નું ખુબજ સુંદર સંચાલન કરેલ. હિંમતનગર શાખા એ અભ્યાસ વર્ગ ની ખુબજ સરસ વ્યવસ્થા કરેલ.