Western Times News

Gujarati News

ભારતમાલા પ્રોજેકટમાં જમીન સંપાદનના વિરોધમાં આવેદનપત્ર

પ્રોજેકટની જમીન સંપાદનમાં બિલ્ડરની જમીન બચાવવાનો અધિકારીઓ સાથે મેળાપીપણાનો પણ આક્ષેપઃ સી.જે.ચાવડા

ગાંધીનગર, ભારતમાલાા પ્રોજેકટમાં જમીન સંપાદન માટે બે તાલુકાના જાહેર થયેલા જાહેરાનમા સામે વિરોધ નોધાવવા માટે કોગ્રેસના ધારાસભ્યો અને વિધાનસભા કોગ્રેસ પક્ષના દંડક ડો.સી.જે.કોગ્રેસ પક્ષના દંડક નેતૃત્વમાં આજે ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

ગાંધીનગર તાલુકાના ર૦૦થી વધુ ખેડૂતોને આ પ્રોજેકટમાં જમીન સંપાદન થવાની છે. ખેડૂતો દ્વારા આ સામે સામે ગામ બેઠકો યોજવામાં આવી રહી છે. અને જરૂર પડયે આક્રમક લડતના મંડાણ કરવાના સંકલ્પો જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર તાલુકાના ખેડૂતો વતી આજે આપવામાં આવેલ આવેદનપત્રમાં ડો.સી.જે. ચાવડાએ જણાવ્યું છે કે

ર૦૦ સર્વે નંબરોની ૭૦૦થી૮૦૦ વિઘા કિંમતી જમીન સંપાદન કરવામાં આવનાર છે. ખેડૂતોના જીવનનિર્વાહ માટે ખેતી એક જ આવક હોવાથી ખેડૂતો નિરાધાર બનશે. ખેડૂતોના હિતમાં આપે તેમનો પક્ષ લઈ સરકારમાં સંપાદનની આ પ્રક્રિયામાં કિંમતી જમીન બચાવવાના પ્રયત્નો અને નિર્ણયની દિશામાં કાર્યવાહી કરવા જણાવ્યું છે.

તેમણે આ આવેદનપત્રમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે મોટા બિલ્ડરની જગ્યા બચાવવા માટે ભુતકાળમાં આ ૮ અન્ય જગ્યાએ જવાનો હતો પરંતુ તે ખસેડીને અધિકારીઓને મેળાપીપણામાં નિર્દોષ ખેડૂતોને ભોગ બનાવવામાં આવ્યા છે. એક પીપળજ ગામના જ ર૦૦ સર્વે નંબર છે.

જે ભવીષ્યમાં ગાંધીનગર મનપામાં ભળશે ત્યારે સંપાદીત થનાર જમીન પર આઠડો પડવાને કારણે ખૂબ જ મોટા ક્ષેત્રફળમાં જમીન સંપાદન થઈ રહી છે તે ખેડૂતોને અન્યાકર્તા છે.જીલ્લામાં ભારતમાલાને પ્રોજેકટને લઈ ઠેરઠેર વિરોધ ઉઠી રહયોછ ે. એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી ભાજપની સરકાર ખેડૂતોને નિરાધાર બનાવવાના જે પગલા ભરી રહી છે. તેનો અમે વિરોધ કરી રહયા છીએ તેમ પણ ડો.ચાવડાએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.