Western Times News

Gujarati News

AAP પાસેથી કોંગ્રેસ કોઈ પણ પ્રકારની મદદ લેશે નહીંઃ ભરતસિંહ

(એજન્સી) અમદાવાદ, મિશન ૨૦૨૨ના પ્રચારના ભાગરૂપે કાૅંગ્રેસે ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રજા સમક્ષ ભાજપ સામેનું આરોપનામું રજૂ કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ભરતસિંહ સોલંકીએ મહત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે.

ભરતસિંહ સોલંકીએ આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જનતા જનાર્દન પોતાનું મન બનાવી રહી છે. પરંતુ આ વખતે પ્રજા બધી જ વસ્તુઓ ખુબ સારી રીતે જાણે છે. રાજકીય પક્ષ તરીકેની અમારી ભૂમિકા સાચી વાત રજુ કરવાની છે.

માટે જ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે તહોમતનામું મૂકી રહી છે. જનતાના સહકારથી અમે એક મહિના પછી સરકાર બનાવીશું, ત્યારે પ્રજાને યોગ્ય સાબિત થવા માટે અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ.

ભરતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની લોકોને મુખ્ય મુદ્દાથી અન્ય દિશામાં લઇ જવાની બધા જ હથકંડા અજમાવવાની છે, એટલે અમે મૂળ વાસ્તવિકતાને સામે લાવી રહ્યા છીએ.

ભુપેન્દ્ર ભાઈ પટેલના એન્જીનને ધક્કો મારવા માટે કદાચ સી આર પાટીલ છે. ગુજરાતની સ્થાપના બાદ ગુજરાતે ઝડપથી પ્રગતિ કરી છે. કોંગ્રેસના મુખ્યમંત્રીના સમયમાં ૧૮-૩૦ ટકા ય્ડ્ઢઁ હતી.

માથાદીઠ આવકમાં ગુજરાત પ્રથમ નંબરે આવતું હતું. એ જમાનાની કોંગ્રેસની સરકારોએ જાપાન સાથે ઈન્ડસ્ટ્રીયલ ઝોન શરૂ કરવાની શરૂઆત કરી હતી. ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ઘણી ઘટનાઓમાં જનતાનો પક્ષ મુકવામાં નિષ્ફ્ળ ગઈ છે.

નોટબંધી થઇ ત્યારે ઘણી જાહેરાતો કરવામાં આવી પણ આજે બતાવે તો ખરા કે શું થયું? સેટેલાઇટથી પણ નોટ પકડી પાડશે આ કેવી જાહેરાતો કરી. હેપ્પીનેસ ઇન્ડેક્સમાં મને લાગે છે કે ગુજરાતની જનતાને સૌથી નીચે લઇ ગઈ છે. બે રીતેનું દુઃખ જનતાને મળે છે, કુદરતી અને માનવસર્જિત.

પાણી, વરસાદ સારો થયો આમ કુદરતી સંપત્તિ તો મળી, પણ વીજળી આપવામાં, સિંચાઇનું પાણી આપવામાં ભાજપ નિષ્ફ્ળ ગઈ છે. સરકારી હોસ્પિટલો, સરકારી શાળાઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીને લઈને ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મેં પહેલા જ કહ્યું કે આમ આદમી પાર્ટી ગાંધી વિરોધી પાર્ટી છે.

ખાલિસ્તાન પાર્ટીને ગુજરાતમાં કોઈ સ્થાન નથી. મેં અગાઉ જનરલ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. કોંગ્રેસની દિગ્જ્જાેને મેદાને ઉતારવાની રણનીતિના ભાગરૂપે પેટલાદ વિધાનસભા બેઠક પરથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.